Teacher’s Day 2021 : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં પ્રેરણાદાયક વિચારો દરેક પેઢીને પ્રભાવિત કરે છે

|

Sep 05, 2021 | 11:15 AM

આદર્શ શિક્ષક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (Sarvepalli Radhakrishnan) સમગ્ર વિશ્વને એક શાળા માનતા હતા, તેમના વિચારો દરેક પેઢીને પ્રભાવિત કરે છ, ત્યારે આજે અમે તમને રાધાકૃષ્ણનના કેટલાક પ્રેરણાદાયક વિચારો વિશે જણાવીશું.

Teacher’s Day 2021 : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં પ્રેરણાદાયક વિચારો દરેક પેઢીને પ્રભાવિત કરે છે
Sarvepalli Radhakrishnan (File Photo)

Follow us on

Teacher’s Day 2021 :  દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ દેશના મહાન શિક્ષક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ઉજવવામાં આવે છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તરીકે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે.

ભારતના રાષ્ટ્રપતિ, મહાન ફિલસૂફ, શિક્ષણશાસ્ત્રી ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન (Sarvepalli Radhakrishan)ના પ્રેરણાદાયી વિચારોને હંમેશા યાદ કરવામાં આવે છે. ભારતરત્ન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન સમગ્ર વિશ્વને એક શાળા માનતા હતા, તેમનું માનવું હતું કે માનવીના મનનો સદ્દઉપયોગ શિક્ષક દ્વારા જ થઈ શકે છે. ત્યારે આજે અમે તમને ડો. રાધાકૃષ્ણનના ઉમદા વિચારો વિશે જણાવીશુ જે આજની પેઢીને પ્રભાવિત કરે છે.

સર્વેપલ્લી રાધાકૃષ્ણનના અમૂલ્ય વિચારો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

1. શુદ્ધ મન ધરાવતી વ્યક્તિ જ જીવનનો આધ્યાત્મિક અર્થ સમજી શકે છે. પોતાની સાથે પ્રામાણિકતા એ આધ્યાત્મિક અખંડિતતાની જરૂરિયાત છે.

2. ભગવાન આપણા દરેકમાં જીવે છે, અનુભવે છે અને પીડાય છે અને સમય જતાં તેની લાક્ષણિકતાઓ, શાણપણ, સુંદરતા અને પ્રેમ આપણા દરેકમાં પ્રગટ થશે.

3. આપણને રાજકીય કે આર્થિક પરિવર્તનથી શાંતિ મળતી નથી, પરંતુ શાંતિ માનવ સ્વભાવમાં પરિવર્તનથી આવી શકે છે.

4. શિક્ષણનું પરિણામ મુક્ત સર્જનાત્મક વ્યક્તિ હોવું જોઈએ, જે ઐતિહાસિક સંજોગો અને કુદરતી આફતો સામે લડી શકે.

5. જેમ વ્યક્તિની સભાન શક્તિઓ પાછળ આત્મા છે, તેવી જ રીતે આ બ્રહ્માંડની તમામ પ્રવૃત્તિઓ પાછળ પરમાત્માનો અનંત આધાર છે.

6. યુવાનીને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. આપણે અનુભવીએ તેટલા યુવાન કે વૃદ્ધ છીએ. આપણે આપણા વિશે શું વિચારીએ છીએ તે મહત્વનું છે.

7. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન કહેતા હતા, તમારી ભ્રમણા છે કે તમારા પાડોશી કોઈ બીજી વ્યક્તિ છે, તમે જ તમારા પાડોશી છો.

8. જો મનુષ્ય રાક્ષસ બને તો તે તેની હાર છે, જો માનવી મહામાનવ બને તો આ તેનો ચમત્કાર છે. જો માણસ માનવી બને તો આ તેની જીત છે.

9. શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મનમાં ડર જગાવે, પરંતુ શિક્ષક એ છે જે તેને આવતીકાલના પડકારો માટે તૈયાર કરે છે.

10. પુસ્તકો એ એક સાધન છે જેના દ્વારા આપણે વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સેતુ બનાવી શકીએ છીએ.

 

આ પણ વાંચો: યુઝર્સ ખાસ અંદાજથી પાઠવી રહ્યા છે શિક્ષક દિવસની શુભેચ્છા, સોશિયલ મીડિયા પર #HappyTeachersDay2021 થઈ રહ્યુ છે ટ્રેન્ડ

આ પણ વાંચો:  શું તમે જાણો છો કે સૂર્યમુખીનું ફૂલ હંમેશા સૂર્યની દિશામાં કેમ ફરે છે? આ છે તેનું કારણ

Next Article