યુઝર્સ ખાસ અંદાજથી પાઠવી રહ્યા છે શિક્ષક દિવસની શુભેચ્છા, સોશિયલ મીડિયા પર #HappyTeachersDay2021 થઈ રહ્યુ છે ટ્રેન્ડ

દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ (Teachers Day) ઉજવવામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયાના પર યુઝર્સ ખાસ રીતે શિક્ષક દિવસની શુભેચ્છા આપતા જોવા મળી રહ્યા છે.

યુઝર્સ ખાસ અંદાજથી પાઠવી રહ્યા છે શિક્ષક દિવસની શુભેચ્છા, સોશિયલ મીડિયા પર #HappyTeachersDay2021 થઈ રહ્યુ છે ટ્રેન્ડ
Happy Teachers Day 2021

Happy Teacher’s Day: આજે 5 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિનું જીવન સફળ બનાવવામાં શિક્ષકનું મોટું યોગદાન હોય છે. ત્યારે આજના દિવસનો મુખ્ય હેતુ શિક્ષકો (Teachers) પ્રત્યે આદર અને સ્નેહ બતાવીને તેમનું સન્માન કરવાનો અને શિષ્યોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો છે.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના (Sarvapalli Radhakrishnan) જન્મદિવસ પર દર વર્ષ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ દિવસ આપણા શિક્ષકો પ્રત્યે પ્રેમ અને આદર દર્શાવવા માટે ઉજવવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર પણ લોકો #HappyTeachersDay2021 પર શુભેચ્છા આપી રહ્યા છે. જેને કારણે સોશિયલ મીડિયા (Social Media) પર શિક્ષક દિવસના ક્વોટ ટ્રેન્ડ થઈ રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, “શિક્ષક દિવસની શુભેચ્છા, અમારા જીવનને જ્ઞાનના પ્રકાશથી ભરવા બદલ આભાર.” જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યું કે, “શિક્ષકો આપણને જીવન જીવવાનું શીખવે છે” જ્યારે અન્ય યુઝર્સ (Users) પણ શુભેચ્છા આપતા જોવા મળી રહ્યા છે. જુઓ

કબીરે દોહામાં ગુરુની મહિમા વર્ણવી

કોઈ પણ વ્યક્તિના જીવનમાં ગુરુ એટલે કે તેના શિક્ષકનું કેટલું મહત્વ છે, તે કબીરના દોહામાં સમજાવવામાં આવ્યુ છે, જેમાં તેમણે ગુરુ અને ગોવિંદનુ એક જ સ્થાન ગણાવ્યુ છે. આ દોહામાં કબીરે (Kabir) ગુરુના મહિમાની પ્રશંસા કરી છે.

 

આ પણ વાંચો: છોકરીના સ્ટંટના ચક્કરમાં તેના બોય ફ્રેન્ડના હાલ થયા બેહાલ, વીડિયો જોઈને લોકો બોલ્યા…ઉપ્સ…

આ પણ વાંચો:  OMG: ચોર કાગડો! ચાંચમાં પૈસા ચોરીને લાવતા કાગડાનો વીડિયો વાયરલ

Click on your DTH Provider to Add TV9 Gujarati