સુપ્રીમ કોર્ટે તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થિનીઓને મફત સેનેટરી પેડ અથવા નેપકીન આપવાનો આદેશ આપ્યો છે. તમામ રાજ્ય સરકારોએ વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને સ્વચ્છતા માટે વ્યવસ્થા કરવી પડશે. જયા ઠાકુરની આ પીઆઈએલ પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડી વાલાની બેંચે કહ્યું કે તમામ રાજ્યોએ માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અંગે તેમની યોજના જણાવવી જોઈએ.
આ પણ વાંચો: ભારતીય ખેડૂતો પશ્ચિમી દેશોના ખેડૂતો જેટલા જાગૃત કે સાક્ષર નથી, આ જમીની વાસ્તવિક્તા છે : સુપ્રિમ કોર્ટ
કેન્દ્ર સરકાર વતી ભારતના એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે, જો કે હેલ્થકેર એ રાજ્યની યાદીનો વિષય છે. પરંતુ 2011થી આ માટે કેન્દ્રીય યોજનાઓ પણ છે. આ અંતર્ગત અમારી યોજનાઓ અને તેમની સંપૂર્ણ વિગતો કોર્ટને સોંપી છે.
મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે તમામ સરકારોને માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થીનીઓ માટે સુવિધા અને આરોગ્યની સ્વચ્છતા માટે બનાવવામાં આવેલી યોજનાઓ પર ખર્ચવામાં આવેલા નાણાંની વિગતો આપવા પણ કહ્યું છે. એટલે કે, રાજ્ય સરકારોએ જણાવવું જોઈએ કે તેમની યોજના શું છે અને તેઓ કેન્દ્રની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય યોજનાના ભંડોળ તેમના પર ખર્ચ કરી રહી છે કે પછી તેમની પોતાની આવકમાંથી કરી રહી છે. આ કવાયતને એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે. હવે એક હિસાબ આપો કે માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થીનીઓની સુવિધા અને આરોગ્ય માટે તેઓએ શું, ક્યાં, કેટલા અને કેવી રીતે પૈસા ખર્ચ્યા છે?
દેશભરની શાળાઓમાં ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મફત સેનેટરી પેડ આપવાના નિર્દેશની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં એક સમાન નીતિ ઘડવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડી વાલાની બેંચે કહ્યું કે આ ગંભીર મુદ્દા પર કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ સામેલ કરે તે જરૂરી છે.
આ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ બાબતોના મંત્રાલયના સચિવ તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સાથે વાતચીત કરવા માટે નોડલ અધિકારી હશે. બધા સાથે ચર્ચા કર્યા બાદ કેન્દ્ર સરકાર ત્રણ મહિનામાં અપડેટેડ સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરશે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં એક સામાજિક સંસ્થા દસરાએ માસિક ધર્મના કારણે છોકરીઓને સ્કૂલ છોડવાનો રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર, માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા માટે જરૂરી સુવિધાઓના અભાવને કારણે દર વર્ષે 2.3 કરોડ છોકરીઓ શાળા છોડી દે છે. ફ્રી સેનેટરી પેડ, સલામતી અને સ્વચ્છતા મેળવવાથી, શાળા છોડી દેતી છોકરીઓની સંખ્યા તો ઘટશે જ, પરંતુ આ સમસ્યા પણ સંપૂર્ણપણે સમાપ્ત થઈ શકે છે.