AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: હેટ સ્પીચ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અટલ બિહારી વાજપેયીનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે, લોકો શા માટે અન્ય નાગરિકો અથવા સમુદાયોને નારાજ ન કરવાની પ્રતિજ્ઞા લઈ શકતા નથી. આ દરમ્યાન તેમણે અટલ બિહારી વાજપેયી અને જવાહરલાલ નહેરૂનો પણ ઉલ્લે કરી ઉદાહરણ આપ્યું હતું.

Supreme Court: હેટ સ્પીચ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અટલ બિહારી વાજપેયીનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 6:53 PM
Share

નફરતભર્યા ભાષણો આપતા લોકો સામે સખત વાંધો વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે કે લોકો પોતાના પર નિયંત્રણ કેમ નથી રાખતા. જે ક્ષણે રાજકારણ અને ધર્મ અલગ થઈ જશે અને નેતાઓ રાજકારણમાં ધર્મનો ઉપયોગ કરવાનું બંધ કરશે, ત્યારે આવા ભાષણો બંધ થઈ જશે.

આ પણ વાચો: Supreme court on live-in relationships: સુપ્રીમ કોર્ટે આપ્યો નિર્ણય, અરજી સાંભળવાની કરી મનાઈ, વાંચો કયા કેસને ધ્યાને લેવાયો

પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયીના ભાષણોનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે, તેમના ભાષણો સાંભળવા લોકો દૂર-દૂરના વિસ્તારોમાંથી એકઠા થતા હતા.

સમુદાયોને અપમાનિત ન કરવાની પ્રતિજ્ઞા લઈ શકતા નથી

જસ્ટિસ કે. એમ. જોસેફ અને જસ્ટિસ બી. વી. નાગરત્નની ખંડપીઠે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, અદાલતો કેટલા લોકો સામે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી શકે છે અને શા માટે ભારતના લોકો અન્ય નાગરિકો અથવા સમુદાયોને અપમાનિત ન કરવાની પ્રતિજ્ઞા લઈ શકતા નથી.

નફરતના ભાષણ કરનારાઓ સામે એફઆઈઆર નોંધવામાં નિષ્ફળ રહેવા બદલ વિવિધ રાજ્યના સત્તાવાળાઓ સામેની અવમાનનાની અરજીઓની સુનાવણી કરતી વખતે બેન્ચે કહ્યું કે, “દરરોજ નાના તત્વો ટીવી પર અને જાહેર મંચો પર અન્યોને બદનામ કરવા ભાષણો કરી રહ્યા છે.’

સોલિસિટર જનરલે શું કહ્યું?

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કેરળમાં એક વ્યક્તિ દ્વારા ચોક્કસ સમુદાય વિરુદ્ધ આપવામાં આવેલા અપમાનજનક ભાષણ પર બેંચનું ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે, અરજદાર શાહીન અબ્દુલ્લાએ દેશમાં દ્વેષપૂર્ણ ભાષણોની ઘટનાઓનો પસંદગીપૂર્વક ઉલ્લેખ કર્યો છે.

FIR મુજબ આવા કેસમાં શું પગલાં લેવામાં આવ્યા

આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા માટે નફરત ભર્યા ભાષણ છોડવા એ મૂળભૂત જરૂરિયાત છે. બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું હતું કે, એફઆઈઆર મુજબ આવા કેસમાં શું પગલાં લેવામાં આવ્યા છે, કારણ કે માત્ર ફરિયાદ દાખલ કરવાથી સમસ્યાનું નિરાકરણ નહીં આવે.

ગુનેગારો સામે ફોજદારી કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 21 ઓક્ટોબરે કહ્યું હતું કે, બંધારણ મુજબ ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. આ સાથે કોર્ટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોને નફરતભર્યા ભાષણોના મામલામાં કડક પગલાં લેવા અને ફરિયાદની રાહ જોયા વિના ગુનેગારો સામે ફોજદારી કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">