Sidhu MooseWala Murder Case: ચંદીગઢમાં અમિત શાહને મળ્યા સિદ્ધુ મુસેવાલાના માતા-પિતા, હત્યા અંગે CBI તપાસની માગ કરી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) આજે ચંદીગઢમાં છે અને મુસેવાલાના પરિવારના સભ્યો તેમને મળ્યા છે અને હત્યા કેસની સીબીઆઈ તપાસની માગ કરી છે.

Sidhu MooseWala Murder Case: ચંદીગઢમાં અમિત શાહને મળ્યા સિદ્ધુ મુસેવાલાના માતા-પિતા, હત્યા અંગે CBI તપાસની માગ કરી
Home Minister Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 4:00 PM

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા (Sidhu Moosewala Murder Case) બાદ પંજાબનું રાજકારણ ગરમાયું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શુક્રવારે ગાયકના પરિવારના સભ્યોને મળ્યા હતા, તેના એક દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સહિત ભાજપના કેટલાક નેતાઓ પણ મળ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) આજે ચંદીગઢમાં છે અને મુસેવાલાના પરિવારના સભ્યો તેમને મળ્યા છે અને હત્યા કેસની સીબીઆઈ તપાસની માગ કરી છે. સિંગર મુસેવાલાના પરિવારે ચંદીગઢ ઓલ્ડ એરપોર્ટ પર અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મુસેવાલાના માતા-પિતા શાહને મળવા આવ્યા હતા.

અગાઉ, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન શુક્રવારે ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા પછી તેમના નિવાસસ્થાને ગયા હતા અને શોકગ્રસ્ત પરિવારને સંવેદના આપી હતી. છેલ્લા કેટલાક દિવસોથી મુસેવાલાના પરિવારજનોને રાજકારણીઓ સાથે મળવાની પ્રક્રિયા ચાલી રહી છે.

CM ભગવંત માન ગઈકાલે મુસા ગામમાં પરિવારના સભ્યોને મળ્યા

સીએમ માન સવારે લગભગ 10 વાગે મુસા ગામમાં મુસેવાલાના ઘરે પહોંચ્યા અને લગભગ એક કલાક સુધી પરિવાર સાથે રહ્યા હતા. માનની મુલાકાતને ધ્યાનમાં રાખીને મુસેવાલાના ઘરની બહાર પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભગવંત માનની મુલાકાત પહેલા, સ્થાનિક લોકોએ પંજાબ પોલીસને કથિત રીતે મુસા ગામમાં પ્રવેશતા અટકાવવા બદલ વિરોધ પ્રદર્શન કર્યું.

જોકે, પોલીસે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ગામમાં પ્રવેશતા કોઈને રોકવામાં આવ્યા નથી. સીએમ માનની મુલાકાત પહેલા મુસેવાલાના ઘરે પહોંચેલા શાસક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત સિંહને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પ્રદર્શનકારીઓએ માન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

CBI દ્વારા તપાસ કરો, SCમાં અરજી દાખલ

બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીના પંજાબ એકમના નેતા જગજીત સિંહ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ગયા અને ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાની સીબીઆઈ તપાસની વિનંતી કરી. જગજીત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુસેવાલાની હત્યામાં આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ગુનેગારોની સંડોવણી હોવાની આશંકા છે, તેથી આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરવામાં આવે. કોંગ્રેસ દ્વારા પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓ પાસેથી તપાસ કરાવવાની પણ માગ કરવામાં આવી છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">