કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ કેસ બાબતે આજે અમદાવાદ કોર્ટમાં રહેશે હાજર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાને અમદાવાદ જિલ્લા સહકારી બૅંક(ADC) અને તેના ચેરમેન તરફથી દાખલ કરેલા માનહાનિ કેસ મામલે આજે મેટ્રો કોર્ટમાં હાજર રહેવુ પડશે. 8 એપ્રિલે કોર્ટે આ બાબતે બંને નેતાઓને એક નોટિસ મોકલી હતી. નોટબંધી દરમિયાન અમદાવાદ જિલ્લા સહકારી બૅંકમાં કરોડો રૂપિયા જમા કરાવવાના આરોપ લગાવવા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી […]
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાને અમદાવાદ જિલ્લા સહકારી બૅંક(ADC) અને તેના ચેરમેન તરફથી દાખલ કરેલા માનહાનિ કેસ મામલે આજે મેટ્રો કોર્ટમાં હાજર રહેવુ પડશે. 8 એપ્રિલે કોર્ટે આ બાબતે બંને નેતાઓને એક નોટિસ મોકલી હતી.
નોટબંધી દરમિયાન અમદાવાદ જિલ્લા સહકારી બૅંકમાં કરોડો રૂપિયા જમા કરાવવાના આરોપ લગાવવા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાની વિરૂધ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસી નેતાઓએ કથિત રીતે આરોપ લગાવ્યા હતા કે બૅંક 2016માં નોટબંધીના 5 દિવસની અંદર ચલણથી બહાર થયેલી 750 કરોડ રૂપિયાની નોટો બદલવાના કૌભાંડમાં સામેલ છે.
ફરીયાદકર્તા અમદાવાદ જિલ્લા સહકારી બૅંક અને તેના ચેરમેને એપ્રિલમાં કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારબાદ મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.કે.ગઢવીએ બંને નેતાઓની વિરૂધ્ધ સમન કાઢ્યુ હતુ અને તેમને 27મેના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે કહ્યું હતું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]