વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નિહાળશે ‘ધ સાબરમતી રિપોર્ટ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ નિહાળશે. આ અગાઉ આ ફિલ્મની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે એક્દમ બરાબર.. આ સારી વાત છે કે સત્ય સામે આવી રહ્યુ છે અને એ પણ એવી રીતે કે દરેક લોકો તે જોઈ શકે. કોઈ દ્વારા ઉભા કરાયેલા ફેક નેરેટિવ થોડા સમય માટે તો ચાલી શકે પરંતુ આખરે સત્ય સામે આવી જ જાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોવાના છે. PM મોદી પહેલા જ આ ફિલ્મની પ્રશંસા કરી ચુક્યા છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી મુખ્ય કિરદાર નિભાવી રહ્યા છે. આ ફિલ્મ ગુજરાતના બહુચર્ચિત ગોધરાકાંડ પર આધારીત છે. વડાપ્રધાન મોદી આજે દિલ્હી સ્થિત બાલયોગી ઓડિટોરિયમમાં આ ફિલ્મ નિહાળશે.
ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલિઝ થઈ છે. પીએમ મોદીએ ફિલ્મની રિલિઝ બાદ તેમના એક્સ હેન્ડલ પર ફિલ્મની પ્રશંસા કરતી પોસ્ટ કરી હતી. જેમા કહ્યુ હતુ કે” એકદમ બરાબર, આ સારી વાત છે કે હવે સત્ય સામે આવી રહ્યુ છે અને એ પણ એવી રીતે કે આમ જનતા પણ તેને જોઈ શકે, કોઈપણ ફેક નેરેટિવ થોડા સમય સુધી ચાલી શકે અંતે તો સત્ય સામે આવી જ જાય છે.
Well said. It is good that this truth is coming out, and that too in a way common people can see it.
A fake narrative can persist only for a limited period of time. Eventually, the facts will always come out! https://t.co/8XXo5hQe2y
— Narendra Modi (@narendramodi) November 17, 2024
PM મોદીએ એક પોસ્ટને રિટ્વીટ કરતા આ ફિલ્મની પ્રશંસા કરી હતી. ફિલ્મ અંગે એ પોસ્ટ એક પત્રકારે કરી હતી. આ ફિલ્મ વર્ષ 2002માં ગોધરામાં અયોધ્યાથી આવી રહેલી સાબરમતી એક્સપ્રેસના બે ડબ્બાને સળગાવવાની ઘટના પર આધારિત છે, જેમા 90 જેટલા કારસેવકોના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો.
PM મોદીની જેમ ગૃહમંત્રી અમિત શાહ પણ કરી ચુક્યા છે પ્રશંસા
માત્ર પીએમ મોદી જ નહીં ગૃહમંત્રા અમિત શાહ પણ આ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરી ચુક્યા છે. અમિત શાહે 22 નવેમ્બરે ફિલ્મ મેકર્સ સાથે મુલાકાત પણ કરી હતી. અમિત શાહે તેમના એક્સ હેન્ડલ પર ફિલ્મ મેકર્સની તસવીર પોસ્ટ કરી અને કહ્યુ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની ટીમ સાથે મુલાકાત કરી અને સત્ય સામે લાવવાના તેમના સાહસ બદલ તેમને શુભેચ્છા પણ પાઠવી”
Met the team of ‘The Sabarmati Report’ and congratulated them for their courage to narrate the truth.
The film exposes the lies and the misleading facts to unveil the truth that was suppressed for a long time to meet political interests. #SabarmatiReport pic.twitter.com/ldauUqJnGu
— Amit Shah (@AmitShah) November 22, 2024
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યુ કે આ ફિલ્મમાં અસત્ય અને ભ્રામક તથ્યોને ઉજાગર કરવામાં આવ્યુ છે અને એ સત્ય સામે લાવે છે જેને રાકીય હિતોની પૂર્તિ માટે લાંબા સમય સુધી દબાવીને રાખવામાં આવ્યુ હતુ.
ગુજરાત, યુપી અને એમપીમાં ફિલ્મને કરાઈ છે ટેક્સફ્રી
ફિલ્મને કેટલાક રાજ્યોમાં ટેક્સફ્રી કરી દેવામાં આવી છે. ગુજરાત, યુપી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ફિલ્મને તેમના રાજ્યમાં ટેક્સ ફ્રી કરી ચુક્યા છે. થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય રાજ્યમંત્રી ભાગીરથ ચૌધરીએ રાજસ્થાનના અજમેરમાં ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોઈ. ફિલ્મ જોયા બાદ ચૌધરીએ કહ્યુ “સાબરમતી રિપોર્ટ એ સત્ય સામે લાવી દીધુ. જો કે બદનસીબી એ છે કે વોટબેંકની રાજનીતિએ પૂરી માનવતાને શર્મસાર કરી દીધુ. હંમેશા સત્યનો સાથ દેવો જોઈએ. સત્યને ક્યારેય પરાજિત ન કરી શકાય.”