Indira Feroze Gandhi Love Story: આ વાત એ સમયની છે જ્યારે ફિરોઝ કોલેજમાં હતા અને આઝાદીના સંગ્રામમાં પણ કાર્યરત હતા. એ સમયે ઈન્દિરા સ્કૂલમાં હતા. એ વર્ષ હતુ 1930. જ્યારે આઝાદીની લડાઈ માટે ઈન્દિરા ગાંધીના માતા કમલા નહેરુ એક કોલેજ સામે ધરણા દેતી વખતે બેભાન થઈ ગયા હતા. એ સમયે ફિરોઝે ન માત્ર કમલા નહેરુને સંભાળ્યા, ન માત્ર તેમની દેખભાળ કરી પરંતુ એ ઘટના બાદ અનેક દિવસો સુધી તેમના હાલચાલ પૂછવા તેમના ઘરે આનંદભવન પણ જતા હતા. બસ અહીંથી જ શરૂ થયો ફિરોઝ અને ઈંદિરાની મુલાકાતનો સિલસિલો. ફિરોઝ અને ઈન્દિરાની મુલાકાત આનંદભવનમાં જ થઈ હતી.
ઈન્દિરા પ્રિયદર્શિની નેહરુ અને ફિરોઝની લવસ્ટોરીને લગ્ન સુધી પહોંચાડવા માટે બંનેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેમા અનેક વર્ષો પણ લાગી ગયા હતા. પંડિત જવાહરલાલ નહેરુ આ લગ્નની તદ્દન વિરુદ્ધમા હતા. બંનેનો ધર્મ અલગ અને ઉમરમાં પણ ઘણો મોટો તફાવત હતો. અનેક અડચણો આવી પરંતુ આખરે ઈન્દિરા નહેરુને ફિરોઝ મળી ગયા અને ફિરોઝને ઈંદિરા સાથે ગાંધી સરનેમ પણ મળી. ઈન્દિરા ગાંધી બની ગયા અને રાજનીતિમાં ગાંધી પરિવાર એક પેઢી બની ગઈ.
ઈન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધીની લવસ્ટોરીમાં અનેક પડકારો આવ્યા. અનેક અડચણો આવી. જેમા સૌથી મોટી અડચણ બંનેના ધર્મ અલગ હોવાની બાબત હતી. ઈંદિરા હિંદુ પંડિત પરિવારમાંથી આવતા હતા જ્યારે ફિરોઝ એક પારસી પરિવારમાંથી આવતા હતા. તેમના પિતાનું નામ જહાંગીર અને માતાનું નામ રતિબાઈ હતુ. ફિરોઝની મૂળ સરનેમ ગાંડી હોવાનુ જાણવા મળે છે. બીજી અડચણ એ હતી કે એ બંનેની ઉંમરમાં પણ ખૂબ મોટો તફાવત હતો. એ સમયે ઈન્દિરા 16 વર્ષના હતા ત્યારે ફિરોઝ 21 વર્ષના હતા. ત્રીજો પડકાર હતો ફિરોઝ અને જવાહરલાલ નહેરુની વિચારધારા તદ્દન અલગ હતી. ફિરોઝ અવારનવાર જવાહરલાલ નહેરુની નીતિઓ વિરુદ્ધ લખતા રહેતા હતા.
જ્યારે ઈન્દિરા અને ફિરોઝ ગાંધીની પ્રેમ કહાનીની ચર્ચા થવા લાગી તો નહેરુ પરિવાર તેનાથી બિલકુલ ખુશ ન હતો. જવાહરલાલ નહેરુ તેનાથી પરેશાન રહેવા લાગ્યા હતા. આના પર તેમણે મહાત્મા ગાંધીની રાય પણ માગી હતી. ઈન્દિરા ગાંધીના ફઈ કૃષ્ણા હઠીસીંગે તેમના પુસ્તક ‘ઈંદુ સે પ્રધાનંત્રી’ માં લખ્યુ છે કે મહાત્મા ગાંધીનું સ્થાન પિતા (મોતીલાલ નહેરૂ)ના અવસાન બાદ નહેરૂ પરિવાર માટે પિતા સમાન હતુ. નહેરૂએ ઈંદિરા અને ફિરોઝના સંબંધોને લઈને મહાત્મા ગાંધી સાથે વાત કરી અને ફિરોઝ ગાંડીની સરનેમ રાતોરાત ગાંડીમાંથી ગાંધી થઈ ગઈ અને આ રીતે 26 માર્ચ 1942માં ઈન્દિરા ગાંધી બની ગઈ. હિંદુ રીતિ-રિવાઝ મુજબ ઈંદિરા ગાંધી અને ફિરોઝ ગાંધીના લગ્ન થયા. જવાહરલાલ નહેરૂએ ફિરોઝ ગાંધીને નેશનલ હેરાલ્ડના મેનેજિંગ ડાયરેક્ટર બનાવી દીધા અને લખનઉ મોકલી દીધા. નેશનલ હેરાલ્ડની ઓફિસ લખનઉમાં કેસરબાગમાં હતી.
આપને જણાવી દઈએ કે ઈંદિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917ના અલ્હાબાદમાં થયો હતો. તેમણે સતત ત્રણ ટર્મ (1966-77) સુધી પ્રધાનમંત્રી પદે રહ્યા અને ચોથી ટર્મના કાર્યકાળમાં 1980થી 1984 સુધી જ્યાં સુધી તેમની હત્યા નહોંતી થઈ ત્યાં સુધી દેશની ધુરા સંભાળી હતી. 31 ઓક્ટોબર 1984માં નવી દિલ્હીમાં ઈંદિરા ગાંધીના અંગરક્ષકોએ જ તેમના પર ગોળીઓનો વરસાદ કર્યો. તેમની હત્યાને 1 થી 8 જૂન 1984 દરમિયાન અમૃતસરના સ્વર્ણ મંદિરમાં ચાલેલા ઓપરેશન બ્લુ સ્ટારનો બદલો તરીકે ગણાવવામાં આવી. ઈંદિરા ગાંધીના મૃત્યુ બાદ તેમના પુત્ર રાજીવ ગાંધી પ્રધાનમંત્રી તરીકે ઉત્તરાધિકારી બન્યા જે 1989 સુધી પીએમ પદ પર રહ્યા હતા.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો