તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટની દુનિયામાં પ્રવેશ કર્યો છે. ભારતના સફળ ઉદ્યોગ સાહસિકોની યાદીમાં સમાવેશ થતા ઉદ્યોગપતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ પર ઈન્ટરવ્યું આપ્યો હતો. થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ જે ઉદ્યોગસાહસિકે લીધી છે તેમને 2024ના ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ગઈકાલ ગુરુવારે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણીબધી મહત્વપૂર્ણ બાબતો ઉપર વાતચીત કરી હતી. તેમણે કહ્યું, “હું પણ એક માણસ છું, ભગવાન નથી. મારાથી પણ ભૂલો થાય છે.” રાજકારણમાં જોડાવાના પોતાના હેતુ વિશે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, રાજકારણમાં મહત્વાકાંક્ષા નહીં પણ મિશન હોવું જોઈએ. પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું કે, સારા લોકોએ રાજકારણમાં આવતા રહેવું જોઈએ.