મતદાનની વચ્ચે, PM મોદી આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં સંબોધશે જાહેર સભાઓ

છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની 20 બેઠક માટે અને મિઝોરમમાં વિધાનસભાની તમામે તમામ 40 બેઠકોના યોજાઈ રહેલા મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણી જાહેર સભાને સંબોધશે. PM મોદી આજના દિવસના પ્રવાસની શરૂઆત છત્તીસગઢના બિશ્રામપુરથી કરશે. વડાપ્રધાન મોદી અહીં સવારે 11 વાગ્યે જાહેર સભાને સંબોધિત કરશે. આ પછી તેઓ બપોરે 1:15 વાગ્યે મધ્યપ્રદેશ અને લગભગ 5:30 વાગ્યે હૈદરાબાદ જશે.

મતદાનની વચ્ચે, PM મોદી આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં સંબોધશે જાહેર સભાઓ
PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2023 | 9:47 AM

છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની 20 બેઠક માટે અને મિઝોરમમાં વિધાનસભાની તમામે તમામ 40 બેઠકોના યોજાઈ રહેલા મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણી જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન મોદી, તેલંગાણા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિશાળ રેલીને સંબોધન કરશે. ચૂંટણીલક્ષી ત્રણેય રાજ્યોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાઓને સંબોધીને ભાજપનો પ્રચાર કરશે. મંગળવારે સાંજે તેઓ તેલંગાણામાં આત્મા ગૌરવ સભાને પણ સંબોધિત કરશે.

PM મોદીના પ્રવાસની શરુઆત છત્તીસગઢથી

PM મોદી આજના દિવસના પ્રવાસની શરૂઆત છત્તીસગઢના બિશ્રામપુરથી કરશે. વડાપ્રધાન મોદી અહીં સવારે 11 વાગ્યે જાહેર સભાને સંબોધિત કરશે. આ પછી તેઓ બપોરે 1:15 વાગ્યે મધ્યપ્રદેશ અને લગભગ 5:30 વાગ્યે હૈદરાબાદ જશે. ગયા મહિને મોદીએ મહબૂબનગર અને નિઝાબાદમાં ગત 1 અને 3 ઓક્ટોબરે જાહેર રેલીને સંબોધન કરી હતી.

તેલંગાણામાં ઓબીસી રેલીને સંબોધિત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેલંગાણામાં ચૂંટણી લક્ષી રેલીને સંબોધન કરી હતી. એક સપ્તાહ પહેલા અમિત શાહે એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, જો તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો તેઓ માત્ર પછાત વર્ગના નેતાને જ મુખ્ય પ્રધાન બનાવશે. આ પછી પીએમ મોદી માટે જાહેર સભાનું આયોજન કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

ભાજપની મોટી જાહેરાત

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની જાહેરસભાને લઈને, ગત શનિવારે આ વિશે માહિતી આપતા સાંસદ કે લક્ષ્મણે કહ્યું હતું કે, ‘બીજેપી 7 નવેમ્બરે હૈદરાબાદમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં વિશ્વાસ દર્શાવવા બદલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરવા માટે એક જાહેર સભાનું આયોજન કરશે. તેમણે વચન આપ્યું છે કે જો તેઓ જીતશે તો તેઓ આ વર્ગના નેતાને મુખ્ય પ્રધાન બનાવશે. તેલંગાણામાં 3 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">