AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ‘PM મોદી’ વિરુદ્ધ ફેક કન્ટેન્ટ વાયરલ કરનારાઓ સામે સકંજો કસાયો, મેટા ઈન્ડિયાના Head અને અનેક યુઝર્સ સામે ‘FIR’

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક અને ડિજિટલ રીતે છેડછાડ કરાયેલા વીડિયો વાયરલ થવાના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસે મેટા ઈન્ડિયાના હેડ અને ફેસબુક-ઈન્સ્ટાગ્રામના ઘણા એકાઉન્ટ્સ સામે FIR નોંધી છે.

Breaking News: 'PM મોદી' વિરુદ્ધ ફેક કન્ટેન્ટ વાયરલ કરનારાઓ સામે સકંજો કસાયો, મેટા ઈન્ડિયાના Head અને અનેક યુઝર્સ સામે 'FIR'
Image Credit source: AI Generated
| Updated on: Jul 31, 2026 | 1:27 PM
Share

કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ‘આપત્તિજનક અને અપમાનજનક’ પોસ્ટ કરવામાં આવી હોવાના આરોપો સર મેટા ઈન્ડિયાના હેડ સામે હૈદરાબાદમાં એફઆઈઆર (FIR) નોંધાઈ છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના ઘણા એકાઉન્ટ્સ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસે મેટા ઈન્ડિયાના વડા અરુણ શ્રીનિવાસ સહિત ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના અનેક એકાઉન્ટ્સ સામે ગુનો નોંધ્યો છે. આરોપ છે કે, આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોર્ફ્ડ (છેડછાડ કરાયેલા) અને આપત્તિજનક વીડિયો તેમજ તસવીરો વાયરલ કરવામાં આવી હતી.

બે વ્યક્તિઓની ફરિયાદ પર નોંધાઈ ‘FIR’

જણાવી દઈએ કે, આ કેસ બે વ્યક્તિઓની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યા છે. ફરિયાદકર્તાઓનું કહેવું છે કે, ઈન્સ્ટાગ્રામ બ્રાઉઝ કરતી વખતે તેમને વડાપ્રધાનને અશ્લીલ, અપમાનજનક અને ભ્રામક રીતે દર્શાવતા અનેક મોર્ફ્ડ તેમજ ડિજિટલ રીતે તૈયાર કરાયેલા વીડિયો-તસવીરો જોવા મળી હતી.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ‘આ પોસ્ટ્સ પર કરાયેલી કોમેન્ટ્સમાં વડાપ્રધાન અને અન્ય લોકો સામે આપત્તિજનક ભાષા, ઉપહાસ તેમજ અશોભનીય ટિપ્પણીઓ કરવામાં આવી છે. તેનાથી આ પોસ્ટ્સનું આપત્તિજનક સ્વરૂપ વધુ વધી ગયું અને તેના વ્યાપક પ્રસાર તેમજ લોકોની ભાગીદારીને પ્રોત્સાહન મળ્યું. આ સામગ્રી ડિજિટલ રીતે બદલાયેલી અથવા એઆઈ (AI) દ્વારા તૈયાર કરાયેલી હોય તેવું લાગે છે અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે.’

તપાસના દાયરામાં પોસ્ટ્સ

ફરિયાદકર્તાઓએ વધુમાં ઉમેર્યું કે, ‘આ પ્રકારની સામગ્રી જનતાને ગેરમાર્ગે દોરી શકે છે, ખોટી માહિતી ફેલાવી શકે છે, નફરત કે જાહેર અશાંતિ ભડકાવી શકે છે, જાહેર શાલિનતાને ઠેસ પહોંચાડી શકે છે, જાહેર હસ્તીઓની ગરિમાને નુકસાન પહોંચાડી શકે છે, કાયદો અને વ્યવસ્થાને પ્રભાવિત કરી શકે છે, સમાજના વિવિધ વર્ગો વચ્ચે વૈમનસ્ય (વેર) ને પ્રોત્સાહન આપી શકે છે અને લાગુ કાયદાઓનું ઉલ્લંઘન કરી શકે છે.’

વિદ્યાર્થી આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી અનેક પોસ્ટ્સ અને કોમેન્ટ્સ, જેમાં કથિત રીતે અભદ્ર તેમજ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે પણ તપાસના દાયરામાં છે.

ભાજપ કાર્યકર્તાએ નોંધાવી ફરિયાદો

આ ફરિયાદ 29 વર્ષીય ઉદ્યોગપતિ એસ. અરવિંદ રેડ્ડી અને તેલંગાણા ભાજપ કાર્યકર્તા ટી. સાઈકિરણ ગૌડે નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ચાલુ સપ્તાહે વડાપ્રધાનના સત્તાવાર એકાઉન્ટ પરથી પોસ્ટ કરાયેલા એક વીડિયોને ફેસબુક પર થોડા સમય માટે બ્લોક કરવામાં આવ્યા બાદ મેટાને કેન્દ્ર સરકારની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.

પેપર લીક ગેંગને છોડવામાં નહીં આવે, સંસદમાં બિલ પસાર થયા બાદ PM મોદીનો કડક સંદેશ, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">