Breaking News : નવા વર્ષે CM ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિર અને ભદ્રકાળીમા કર્યા દર્શન, રાજ્યના સુખાકારી માટે કરી પ્રાથર્ના
અમદાવાદમાં ગુજરાત સરકાર દ્વારા નૂતન વર્ષાભિનંદન સમારોહનું આયોજન કરાયું હતુ. જેમાં. CM ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી રાજ્યના નાગરિકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ધારાસભ્યો પણ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. CM સૌની સાથે મુલાકાત કરી નવું વર્ષ મંગળમય નિવડે તેવી શુભકામનાઓ આપી હતી.
નૂતન વર્ષના પાવન પર્વે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નગરદેવીના દર્શન કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ CM ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષના પ્રથમ દિવસેનગરદેવી ભદ્રકાળીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા.ભદ્રકાળી માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવીને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને નવા વર્ષની ઉજવણી કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે અમિત શાહને નિવાસસ્થાને શુભકામનાઓ પાઠવી હતી.
સીએમ ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા
શાહીબાગ IPS મેસ ખાતે નવા વર્ષની ઉજવણી કરાઈ છે. નવા વર્ષનાં સ્નેહમિલન કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજ્યનાં LAW AND ORDER ની જવાબદારી સંભાળતા અધિકારીઓનું સ્નેહમિલન યોજાયું,અધિકારીઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સર્કિટ હાઉસમાં સ્નેહમિલન બાદ મુખ્યમંત્રી IPS મેસ પહોંચ્યા હતા.
ગુજરાતના DGP જી એસ મલિક કાર્યક્રમમાં હાજરી આપી. પૂર્વ IPS અધિકારીઓ પણ સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાયા હતા.પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે.દર વર્ષની પરંપરા આ વર્ષે પણ યથાવત રખાઈ.

