PM મોદીનો કોંગ્રેસના પરિવારવાદ પર મોટો પ્રહાર, એક જ પ્રોડકટ્ને લોંચ કરવાને કારણે કોંગ્રેસની દુકાનને તાળા મારવાની નોબત આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર સદનને સંબોધિત કરતા વિપક્ષ પર કટાક્ષ કર્યો. પીએમ મોદીએ જણાવ્યુ કે વિપક્ષે જે સંકલ્પ કર્યો છે તેની હું સરાહના કરુ છુ. તેનાથી મારો અને દેશનો વિશ્વાસ વધુ દૃઢ થઈ ગયો છે કે વિપક્ષે લાંબા સમય સુધી વિપક્ષમાં જ રહેવાનો સંકલ્પ કર્યો છે. જે પ્રકારે વર્ષોથી વિપક્ષમાં બેઠા છો એ જ પ્રકારે થોડા વર્ષોમાં તમે દર્શક ગેલેરીમાં પણ જોવા મળો તો નવાઈ નહીં રહે.

Follow Us:
| Updated on: Feb 05, 2024 | 8:24 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદના નીચલા સદન લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર સદનને સંબોધન કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે વિપક્ષ પર પ્રહાર કર્યો કે હાલમાં જે પ્રકારે વિપક્ષના લોકો મહેનત કરી રહ્યા છે, મને ખાતરી છે કે જનતા જનાર્દન આપને જરૂર આશિર્વાદ આપશે. આપ હાલ સદનમાં જે ઉંચાઈ પર છો તેનાથી પણ વધુ ઉંચાઈ પર જરૂર પહોંચી જશો. અને આવતી ચૂંટણી સુધીમાં દર્શક ગેલેરીમાં જોવા મળશો.

ક્યાં સુધી સમાજના ભાગલા પાડતો રહેશે વિપક્ષ

પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યુ કે ક્યાં સુધી વિપક્ષ સમાજને તોડતો રહેશે.આ લોકોએ દેશને ઘણો તોડ્યો છે. આ ચૂંટણીનું વર્ષ છે. ચાલો થોડી કંઈક મહેનત કરીએ. કંઈક નવુ લાવીએ, ક્યાં સુધી એ જ જુની ઢપલી અને એજ જુનો રાગ… આ પણ હું તમને શીખવુ શું?

કોંગ્રેસને સારો વિપક્ષ બનવાનો સારી તક મળી હતી. દસ વર્ષનો સમયગાળો કોઈ ઓછો સમય નથી. પરંતુ વિપક્ષ તે દાયિત્વને નિભાવવામાં પણ નિષ્ફળ ગયો. જ્યારે તેઓ ખુદ નિષ્ફળ ગયા છે ત્યારે વિપક્ષમાં કેટલાક સારા લોકો પણ છે પરંતુ તેમને ક્યારેય આગળ આવવા ન દેવાયા. કારણે કે તેમની છબી ચમકી જાય તો ખુદની છબી દબાઈ જાય. આ પ્રકારે તેમણે પોતાને અને વિપક્ષને મોટુ નુકસાન પહોંચાડ્યુ છે. ન માત્ર વિપક્ષ પરંતુ સંસદ અને દેશને પણ નુકસાન પહોંચાડ્યુ છે. આથી હું હંમેશા ઈચ્છુ છુ કે દેશને એક સ્વસ્થ અને સારા વિપક્ષની ઘણી જરૂરિયાત છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

એક જ પ્રોડક્ટને લોંચ કરવામાં કોંગ્રેસને દુકાન બંધ કરવાની નોબત આવી

પીએમ મોદીએ જણાવ્યુ પરિવારવાદને કારણે દેશને ઘણુ વેઠવાનો વારો આવ્યો છે. ખુદ કોંગ્રેસને પણ પરિવારવાદને કારણે નુકસાન થયુ છે. છતા પરિવારવાદની સેવા તો કરવી પડે. ખડગે આ સદનમાંથી રાજ્યસભામાં જતા રહ્યા. ગુલામ નબી આઝાદ તો પાર્ટીમાંથી જ શિફ્ટ થઈ ગયા. તે બધા જ ભત્રીજાવાદનો શિકાર બની ગયા. એક જ પ્રોડક્ટ વારંવાર લોંચ કરવાને કારણે કોંગ્રેસને તેની દુકાન બંધ કરવાની નોબત આવી.

આ પણ વાંચો: રામ મંદિર બાદ વધુ એક મંદિર હિંદુઓને આપવાનો કોર્ટે કર્યો આદેશ, પાંડવોના લાક્ષાગૃહ પર હિંદુઓને મળ્યો માલિકી હક્ક

પરિવારવાદ દેશના લોકતંત્ર માટે ખતરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે દેશ પરિવારવાદથી ત્રસ્ત છે. વિપક્ષમાં એક જ પરિવારની પાર્ટી છે. અમને જુઓ, ના તો રાજનાથસિંહની પોલિટિકિલ પાર્ટી છે, ના તો અમિત શાહની પોલિટિકલ પાર્ટી છે. જ્યાં એક પરિવારની પાર્ટી જ સર્વેસર્વા છે. તે લોકતંત્ર માટે યોગ્ય નથી. દેશના લોકતંત્ર માટે પરિવારવાદની રાજનીતિ આપણા સહુ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. જો કોઈ પરિવારના બે લોકો પ્રગતિ કરતા હોય તો હું તેનુ સ્વાગત કરુ છુ. પરંતુ સવાલ એ છે કે ક્યાં સુધી પરિવાર જ પાર્ટીઓ ચલાવતો રહેશે., આ લોકતંત્ર માટે ખતરો છે.

જ્યારે અમે મેક ઈન ઈન્ડિયાની વાત કરી તો કોંગ્રેસ કહે છે કેન્સલ.. કેન્સલ.., અમે નવા સંસદ ભવનની વાત કરીએ તો કોંગ્રેસ કહે છે કેન્સલ.. કેન્સલ.. કેન્સલ.. આ કોઈ મોદીની ઉપલબ્ધિઓ નથી દેશની ઉપલબ્ધિ છે. પીએમએ વિપક્ષને પૂછ્યુ કે આટલી નફરત ક્યાં સુધી રાખીને બેસી રહેશો.

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">