રામ મંદિર બાદ વધુ એક મંદિર હિંદુઓને આપવાનો કોર્ટે કર્યો આદેશ, પાંડવોના લાક્ષાગૃહ પર હિંદુઓને મળ્યો માલિકી હક્ક

રામમંદિર બાદ વધુ એક હિંદુ મંદિરનો માલિકી હક્ક હિંદુઓને આપવાનો કોર્ટે આદેશ કર્યો છે. 53 વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવ્યો છે. યુપીના બાગપત જિલ્લામાં આવેલી 53 વર્ષથી ચાલી રહેલી મજાર અને લાક્ષાગૃહ વિવાદમાં આખરે કોર્ટનો ચુકાદો આવી ચુક્યો છે. કોર્ટે હિંદુ પક્ષને માલિકી હક્ક આપવાનો આદેશ કર્યો છે. આ વિવાદમાં મજાર અને તેની સાથે જોડાયેલી 100 વીઘા જમીનને લઈને છેલ્લા 53 વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. જેના પર આજે કોર્ટે તેનો ચુકાદો આપ્યો છએ.

રામ મંદિર બાદ વધુ એક મંદિર હિંદુઓને આપવાનો કોર્ટે કર્યો આદેશ, પાંડવોના લાક્ષાગૃહ પર હિંદુઓને મળ્યો માલિકી હક્ક
Follow Us:
| Updated on: Feb 05, 2024 | 6:15 PM

યુપીના બાગપત જિલ્લામાં 53 વર્ષથી ચાલી રહેલા મઝાર અને લાક્ષાગૃહ વિવાદમાં આખરે કોર્ટે હિંદુઓના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે હિંદુઓને લાક્ષાગૃહનો માલિકી હક્ક આપવાનો ચુકાદો આપ્યો છે. આ વિવાદમાં મઝાર અને તેની સાથે જોડાયેલી લગભગ 100 વાઘા જમીન પર છેલ્લા 53 વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો.

પાંડવોના લાક્ષાગૃહ પર હિંદુઓને મળ્યો માલિકી હક્ક, 53 વર્ષ બાદ ચુકાદો

1970માં આ વિવાદમાં ટ્રાયલમાં બાગપતના સિવિલ જજ શિવમ દ્વિવેદીએ આ ચુકાદો સંભળાવ્યો હતો. મેરઠના સરધના કોર્ટમાં બરનાવા નિવાસી મુકીમ ખાને વકફ બોર્ડના પદાધિકારીની હેસિયતથી વાદ દાખલ કર્યો. જેમા લાક્ષાગૃહ ગુરુકુળના સંસ્થાપક બ્રહ્મચારી કૃષ્ણદત મહારાજને પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા. મુકીમ ખાને તેના પર વક્ફ બોર્ડના માલિકી હક્કની દાવેદારી કરી હતી. જ્યાં શેખ બદ્દરુદ્દીનની મજાર અને મોટા કબ્રસ્તાનની જમીન છે.

મહાભારત કાળ સાથે જોડાયેલા લાક્ષાગૃહનો સમગ્ર કેસ

આ કેસમાં કોર્ટે 10થી વધુ હિંદુ પક્ષની સાક્ષીઓની જુબાની નોંધી હતી. આપને જણાવી દઈએ કે સિવિલ જજ શિવમ દ્રીવેદીએ મુસ્લિમ પક્ષનો કેસ ફગાવી દીધો હતો. કોર્ટમાં આ મામલે છેલ્લા 53 વર્ષથી હિંદુ પક્ષ અને મુસ્લિમ પક્ષ વચ્ચે કેસ ચાલી રહ્યો હતો. આ મહાભારત કાળ સાથે જોડાયેલા લાક્ષાગૃહનો કેસ છે. જેના પર મુસ્લિમ સમાજે લાક્ષાગૃહ નહીં પરંતુ શેખ બદરુદ્દીનની મજાર હોવાનો દાવો કર્યો. ત્યારબાદ 1970માં બાગપત સિવિલ કોર્ટમાં તેનો કેસ દાખલ થયો હતો. જેના પર આજે બાગપતની સિવિલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે.

પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો

આ પણ વાંચો: ઝારખંડ વિધાનસભામાં ચંપઈ સોરેન સરકારે જીત્યો વિશ્વાસ મત, ફ્લોર ટેસ્ટમાં સરકારના સમર્થનમાં પડ્યા 47 વોટ, વિપક્ષને મળ્યા 29 મત

જ્ઞાનવાપી મુદ્દે ASI ના રિપોર્ટથી હિંદુ પક્ષમાં ખુશીની લાગણી

આ અગાઉ અયોધ્યા રામ મંદિર વિવાદનો ઉકેલ આવતા ત્યાં ભવ્ય રામ મંદિરનો માર્ગ મોકળો થયો અને ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યુ છે. કાશીમાં જ્ઞાનવાપીમાં મંદિર હોવા અંગે ASIના અહેવાલ પર હિન્દુ પક્ષમાં ખુશીની લહેર જોવા મળી છે. જેમા કોર્ટે વ્યાસજીના ભોંયરામાં પૂજાની છૂટ આપવાનો ચુકાદો આપતા પૂજા પણ શરૂ થઈ ગઈ છે. હિન્દુ પક્ષ વજુ ખાનામાં કથિત શિવલિંગ ધરાવતી જગ્યાના ASI સર્વેની પણ માંગ કરી રહ્યું છે. આ તરફ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં, હિંદુ પક્ષે માલિકી હક્કની લડાઈ કોર્ટમાં લીધી છે.

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">