Parliament Monsoon Session Update: મોંઘવારી મુદ્દે વિપક્ષનો જોરદાર હોબાળો, આવતીકાલ સુધી સ્થગિત સંસદની કાર્યવાહી

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nancy Nayak

Updated on: Jul 19, 2022 | 3:02 PM

ચોમાસુ સત્રના બીજા દિવસે કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષ દ્વારા મોંઘવારી મુદ્દે હોબાળો કર્યો હતો, જેને કારણે લોકસભાની (Lok sabha) કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

Parliament Monsoon Session Update: મોંઘવારી મુદ્દે વિપક્ષનો જોરદાર હોબાળો, આવતીકાલ સુધી સ્થગિત સંસદની કાર્યવાહી
Parliament Monsoon Session LIVE

સંસદના ચોમાસુ સત્રનો (Parliament Monsoon Session)આજે બીજો દિવસ છે. 18 જુલાઈના રોજ આયોજિત ચોમાસુ સત્રના(Monsoon session)  પહેલા દિવસે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. આજે પણ વિપક્ષ ઘણા મુદ્દાઓ પર હંગામો મચાવી શકે છે. GST, અગ્નિપથ યોજના અને મોંઘવારી સિવાય વિપક્ષી પાર્ટીઓ તમામ મુદ્દાઓ પર હંગામો મચાવી શકે છે. સોમવારે હંગામાને કારણે જ લોકસભા(loksabha)  અને રાજ્યસભાની (rajyasabha) કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે, ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 19 Jul 2022 02:38 PM (IST)

  Parliament Monsoon Session: 20 જુલાઈ સુધી સ્થગિત ગૃહની કાર્યવાહી

  ચોમાસુ સત્રના બીજા દિવસે સંસદના બંને ગૃહોમાં વિપક્ષે હોબાળો કર્યો હતો. વિપક્ષના હોબાળોને કારણે ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

 • 19 Jul 2022 02:12 PM (IST)

  Parliament Monsoon Session LIVE : મોદી સરકાર મોંઘવારી પર ચર્ચા કરવા તૈયાર નથી- જયરામ રમેશ

  વ્યાપક વિરોધને ધ્યાનમાં રાખીને સંસદના બંને ગૃહોને સ્થગિત કરવા પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો કે,PM મોદીની આગેવાનીવાળી સરકાર અસહનીય ભાવ વધારો અને GSTમાં વધારો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર નથી.

 • 19 Jul 2022 01:29 PM (IST)

  Parliament Monsoon Session: ગૃહ રાજ્ય મંત્રીએ ભારતીય નાગરિકતા છોડનારા નાગરિકો વિશે આપી માહિતી

  લોકસભામાં માહિતી આપતાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે 2019, 2020, 2021માં ભારતીય નાગરિકતા છોડનારા ભારતીયોની સંખ્યા અનુક્રમે 144017, 85256 અને 163370 છે.

 • 19 Jul 2022 01:25 PM (IST)

  Parliament Monsoon Session Updates: કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના સરકાર પર આકરા પ્રહાર

  કોંગ્રસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે,રૂપિયો 80 રૂપિયાને પાર કરી ગયો છે. મોદીજી એ જ તેને 2014 માં ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો.તેઓ આવ્યા ત્યારે રૂપિયાને મજબૂત કરવાના હતા,તે નબળી સરકાર દર્શાવે છે.

 • 19 Jul 2022 01:11 PM (IST)

  Parliament Monsoon Session Live : આ વખતે 'વસૂલી' સરકાર ? - રાહુલ ગાંધી

  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ​​સંસદ પરિસરમાં વિપક્ષ સાથે પ્રદર્શન કર્યું. મોંઘવારી અને GST જેવા મુદ્દાઓને લઈને સંસદમાં દેખાવો કરવામાં આવ્યા હતા. આના પર રાહુલ ગાંધીએ ફેસબુક પર એક પોસ્ટ કરીને સરકાર પર નિશાન સાધ્યું - 'અબકી બાર 'વસૂલી' સરકાર ?

 • 19 Jul 2022 01:07 PM (IST)

  Parliament Monsoon Session : કૃષિ મંત્રીઓને યોજના લાગુ કરવા માટે કહેવામા આવ્યુ છે - કૈલાશ ચૌધરી

  કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ 'કિસાન ફસલ બીમા યોજના' પર લોકસભામાં કહ્યું હતુ કે, આ નવી યોજના તમામ રાજ્યોના અભિપ્રાય લીધા બાદ બનાવવામાં આવી છે. આ અંગે તમામ કૃષિ મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, મંત્રીઓને પાક વીમા યોજના લાગુ કરવા તાકીદ કરવામાં આવી હતી. આ નીતિઓ પર રાજ્યો સાથે સતત ચર્ચા કરવામાં આવે છે.

 • 19 Jul 2022 12:21 PM (IST)

  Parliament Monsoon Session LIVE : સરકાર MSP અંગે ગંભીર નથી - રાઘવ ચઢ્ઢા

  આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, MSP પર ભારત સરકાર દ્વારા રચાયેલી સમિતિમાં ભાજપના સમર્થકો અને ત્રણ કાળા કાયદાના સમર્થકોનો સમાવેશ થાય છે. પંજાબને ભારતનો અન્નનો કોઠાર કહેવામાં આવે છે, તેને આ સમિતિમાં સત્તાવાર પ્રતિનિધિત્વની મંજૂરી નથી. સરકાર લઘુત્તમ MSPની કાયદાકીય ગેરંટી અંગે ગંભીર નથી.

 • 19 Jul 2022 12:18 PM (IST)

  Parliament Monsoon Session Updates : આવું બેવડુ વલણ નહીં ચાલે- સ્પીકર

  લોકસભામાં હોબાળા વચ્ચે બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો હતો. આ દરમિયાન કેટલાક સભ્યોએ પ્રશ્નો પૂછ્યા અને સંબંધિત મંત્રીઓએ જવાબો આપ્યા. આ દરમિયાન વિપક્ષના સભ્યો સૂત્રોચ્ચાર કરતા સ્પીકરના પોડિયમ પાસે આવ્યા હતા. તેમની પાસે પોસ્ટર હતા જેમાં LPG સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો, બેરોજગારી જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વિપક્ષી સભ્યોને તેમની બેઠકો પર પાછા ફરવાની અપીલ કરતા લોકસભા અધ્યક્ષે કહ્યું, "વિપક્ષના સભ્યો ગૃહની અંદર ચર્ચા ન કરો અને બહાર આ મુદ્દાઓ ઉઠાવતા રહો, આવું બેવડું વલણ ચાલશે નહીં."

 • 19 Jul 2022 12:06 PM (IST)

  Parliament Monsoon Session LIVE : રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

  રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયાની સાથે જ GST અને સંરક્ષણ સેવાઓમાં ભરતી માટે અગ્નિપથ યોજના જેવા મુદ્દાઓ પર વિપક્ષી સભ્યોના હોબાળાને કારણે બપોરે 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે,ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે બોલવા માગતા હતા, પરંતુ અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ તેમને મંજૂરી આપી ન હતી.

 • 19 Jul 2022 12:01 PM (IST)

  Parliament Monsoon Session : TRS સાંસદોએ મોંઘવારી મુદ્દે સંસદમાં કર્યા ધરણા

  TRSના સાંસદોએ મોંઘવારી મુદ્દે સંસદમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ધરણા કર્યા.

 • 19 Jul 2022 11:45 AM (IST)

  Parliament Monsoon Session Updates: મોંઘવારી મુદ્દે વિપક્ષ લડી લેવાના મૂડમાં

  ચોમાસુ સત્રના બીજા દિવસે સંસદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓએ મોંધવારી મુદ્દે હંગામો મચાવ્યો.

 • 19 Jul 2022 11:22 AM (IST)

  Parliament Monsoon Session: કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષનો હોબાળો, લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

  લોકસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે મોંઘવારી પર હંગામો શરૂ કર્યો હતો. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના સભ્યોને શાંત રહેવા અને તેમને નિયમોનું પાલન કરવા કહ્યુ હતુ. આના પરના હોબાળાથી વિપક્ષ વધુ ગુસ્સે થઈ ગયા. ગૃહમાં હંગામાને જોતા સ્પીકરે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.

 • 19 Jul 2022 11:13 AM (IST)

  Parliament Monsoon Session LIve Updates : PM વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક કરશે

  ચોમાસુ સત્રમાં વિપક્ષ મોંઘવારી, જીએસટી દર સહિત અનેક મુદ્દે સરકારને ઘેરવા માટે તૈયાર છે. સંસદ સત્રના બીજા દિવસે કોંગ્રેસના સાંસદોએ ગાંધી પ્રતિમા પાસે મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ જોડાયા હતા. વિપક્ષના હંગામાને પગલે સરકાર પણ સક્રિય છે. PM મોદી તેમની સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે સંસદમાં બેઠક કરવાના છે.માહિતી મુજબ આ બેઠકમાં વિપક્ષને બેકફૂટ પર લાવવાની રણનીતિ બનાવવામાં આવશે.

 • 19 Jul 2022 11:06 AM (IST)

  Parliament Monsoon Session LIVE : મોંઘવારીને લઈને સંસદ પરિસરમાં કોંગ્રેસનું પ્રદર્શન

  મોંઘવારીને લઈને વિપક્ષે સરકાર સામે બાંયો ચઢાવીછે. કોંગ્રેસ સાંસદોએ વધી રહેલી મોંઘવારી વિરુદ્ધ આજે સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના સાંસદોનું કહેવું છે કે સરકારે રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ પર GST વધાર્યો છે. વિપક્ષ આ વધારો પાછો ખેંચવાની માંગ કરી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ પાર્ટીના પ્રદર્શનમાં જોડાયા હતા.

 • 19 Jul 2022 11:02 AM (IST)

  Parliament Monsoon Session Updates : RSP સાંસદે કામગીરી સ્થગિત કરવા પ્રસ્તાવ મુક્યો

  RSP સાંસદ એનકે પ્રેમચંદ્રને લોકસભામાં કામકાજ સ્થગિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

 • 19 Jul 2022 10:59 AM (IST)

  Parliament Monsoon Session : સાંસદોએ ગૃહનો સાર્થક ઉપયોગ કરવો જોઈએ -PM મોદી

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોના સભ્યોને સંસદના સત્રનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે તેઓએ ખુલ્લા મનથી વિવિધ વિષયો પર ચર્ચા કરવી જોઈએ અને જો જરૂરી હોય તો તેમની ટીકા કરવી જોઈએ, જેથી નીતિ અને નિર્ણયોમાં ખૂબ જ સકારાત્મક યોગદાન આપી શકાય. મોનસૂન સત્રના પ્રથમ દિવસે સંસદ ભવન સંકુલમાં પત્રકારોને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, 'સદન દરેકના પ્રયત્નોથી જ ચાલે છે'

Published On - Jul 19,2022 10:53 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati