સંસદના ચોમાસુ સત્ર પહેલા PM મોદીએ કહ્યુ ‘બહાર ગરમી ઓછી નથી થઈ રહી, ખબર નહી અંદર શું થશે’
Monsoon Session of Parliament: પીએમે કહ્યું કે આ સત્ર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આજે રાષ્ટ્રપતિ અને હવે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે.
સંસદનું ચોમાસુ સત્ર (Monsoon Session of Parliament) આજથી શરૂ થઈ રહ્યું છે. લોકસભાની (Lok Sabha) બેઠકની શરૂઆત પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મીડિયા દ્વારા સાંસદો અને દેશને સંદેશ આપ્યો હતો. તેમણે સંસદ સંકુલમાં મીડિયાને કહ્યું, ‘આ સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આઝાદીના અમૃત ઉત્સવનો આ યુગ છે. 15 ઓગસ્ટ અને આવનારા 25 વર્ષનું વિશેષ મહત્વ છે. પીએમ મોદીએ કહ્યું કે આ સત્ર હવામાન સાથે સંબંધિત છે. દિલ્હીમાં પણ વરસાદે વરસવાનુ શરૂ કરી દીધું છે. હજુ પણ બહારની ગરમી ઓછી નથી થઈ રહી અને અંદર (સંસદમાં) ગરમી ઘટશે કે નહીં તે ખબર નથી.
પીએમે કહ્યું કે સંસદનું ચોમાસુ સત્ર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આજે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે. અને હવે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે. દેશને માર્ગદર્શન આપશે. પીએમ મોદીએ કહ્યું કે 25 વર્ષ પછી દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે. અમારી યાત્રા અને નવા મુકામ નક્કી કરવાના સંકલ્પનો સમય આવી જશે. આ સમયગાળો એક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ આઝાદીના અમૃત ઉત્સવનો સમયગાળો છે.
Speaking at the start of Monsoon Session of Parliament. https://t.co/IvcDcLfWLK
— Narendra Modi (@narendramodi) July 18, 2022
PMએ કહ્યું- સંસદ તીર્થ ક્ષેત્ર, ખુલ્લા મનથી ચર્ચા કરો
પીએમ મોદીએ કહ્યું કે અમે હંમેશા ગૃહને સંદેશાવ્યવહારનું એક કાર્યક્ષમ માધ્યમ, તીર્થ ક્ષેત્ર માનીએ છીએ. જ્યાં ખુલ્લેઆમ સંવાદ, ચર્ચા, જરૂર હોય તો ટીકા પણ થઈ શકે છે, તેનું સારી રીતે પૃથ્થકરણ કરીને – બાબતોનું વિગતવાર વિશ્લેષણ કરવું જોઈએ, જેથી નીતિ અને નિર્ણયોમાં ખૂબ જ સકારાત્મક યોગદાન આપી શકાય.
PMએ સાંસદોને આ પ્રાર્થના કરી
સાંસદોને અપીલ કરતાં વડા પ્રધાને કહ્યું કે, ‘આપણે ગૃહને શક્ય તેટલું ઉત્પાદક બનાવી શકીએ છીએ, જેટલું સાર્થક બનાવી શકીએ છીએ, તેથી દરેકનો સહકાર અને લોકશાહી દરેકના પ્રયાસોથી ચાલે છે, દરેકના પ્રયાસોથી ગૃહ ચાલે છે. દરેકના પ્રયત્નોને કારણે જ ગૃહ શ્રેષ્ઠ નિર્ણયો લે છે અને તેથી ગૃહની ગરિમા જાળવવાની અમારી ફરજો નિભાવતી વખતે, આપણે આ સત્રનો સૌથી વધુ ઉપયોગ રાષ્ટ્રીય હિતમાં કરવાનો છે અને દરેક ક્ષણને યાદ રાખવાની છે કે જેમણે તેમના આઝાદી માટે જીવે છે, જેમણે શહાદત સ્વીકારી છે – તેમના સપનાઓને ધ્યાનમાં રાખીને, અને 15 ઓગસ્ટ સામે છે, તો ગૃહનો સૌથી વધુ ઉપયોગ કરવો જોઈએ.