પાકિસ્તાન સાથે કનેક્શન, ભારતમાં ગૃહયુદ્ધની તૈયારી…PFIના મોટા ષડયંત્રનો પર્દાફાશ

PFI સૌપ્રથમ 'સમાજ સુધારક' સંસ્થા તરીકે ઉભરી આવી, પરંતુ ધીમે ધીમે તેના વાસ્તવિક ઉદ્દેશો સામે આવ્યા હતા. ત્યારે EDએ તાજેતરમાં PFIના મોટા ષડયંત્રનો ખુલાસો કર્યો છે. PFIના સભ્યોનું પાકિસ્તાન સહિત અનેક આંતકી સંગઠનો સાથે કનેક્શન હોવાનો પણ ખુલાસો થયો છે. 

પાકિસ્તાન સાથે કનેક્શન, ભારતમાં ગૃહયુદ્ધની તૈયારી...PFIના મોટા ષડયંત્રનો પર્દાફાશ
PFI
| Updated on: Nov 25, 2024 | 5:10 PM

EDએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર એક રિપોર્ટ જાહેર કર્યો છે અને તેની ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. PFI એક કટ્ટરપંથી સંગઠન છે જેના પર ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપવા, કોમી રમખાણોને ભડકાવવા અને ઈસ્લામિક જેહાદની યોજના બનાવવાનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં સ્પષ્ટ થયું છે કે PFIએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેનું નેટવર્ક વિસ્તાર્યું છે. ડિસેમ્બર 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI)ના જનરલ સેક્રેટરી કે.એ રઉફ શરીફની ધરપકડ કરી હતી. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ તેના સમગ્ર નેટવર્ક અને ફાઇનાન્સના શોર્સને શોધી કાઢવા માટે મલ્ટિ-એજન્સી તપાસની આ શરૂઆત હતી. ચાર વર્ષની તપાસ બાદ ED દ્વારા તૈયાર કરાયેલ ડોઝિયરમાં ઘણી માહિતી સામે આવી છે. PFIનો હેતુ કોમી રમખાણો, સરકાર સામે બળવો અને સમાજમાં અસ્થિરતા ઊભી કરીને હિંસા ભડકાવવાનો હતો. આ રિપોર્ટમાં PFI ના નાણાકીય નેટવર્ક, વિદેશી ભંડોળ અને તેની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો