Baba Siddique Shot Dead : NCP નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં જાહેરમાં ગોળી મારી હત્યા, 3માંથી 2આરોપીની ધરપકડ
NCPના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. શનિવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ તેને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પટિલમાં લઈ જવામાં આવ્યા હતા.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બાબા સિદ્દીકીના પેટમાં 2-3 ગોળીઓ લાગી હતી. મુંબઈ પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે.
એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. શનિવાર મોડી રાત્રે મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં તેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. તેમને પેટમાં ગોળી વાગી હતી.આ મામલે મુંબઈ પોલીસે સમગ્ર ઘટનમાં 2 લોકોની ધરપકડ કરી છે.આ ગોળીબારની હત્યા બાદ મુંબઈના મુખ્યમંત્રી એકનાથ શિંદે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
બે આરોપીઓની ધરપકડ
બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજુ એક ફરાર છે. મુંબઈ પોલીસે પણ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડવનીશ લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ વર્ષે ફ્રેબુઆરી મહિનામાં કોંગ્રેસ છોડી બાબા સિદ્દિકી એનસીપીમાં સામેલ થયા હતા. તે છેલ્લા 48 વર્ષથી કોંગ્રેસમાં રહ્યા હતા. તે સમયે તેમણે સોશિયલ મીડિયા પર રાજીનામું આપ્યા બાદ લખ્યું હતુ કે, હું એક યુવા કિશોરના રુપમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયો હતો અને આ 48 વર્ષ સુધી ચાલનારી એક મહત્વપૂર્ણ યાત્રા રહી છે.આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.
બાબા સિદ્દિકીની રાજનીતિ કર્મભૂમિ બાંદ્રા હતી
બાંદ્રા પશ્ચિમથી 3 વખત ધારાસભ્ય રહેલા બાબા સિદ્દિકી મહારાષ્ટ્રમાં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. તે મહારાષ્ટ્રના હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ એથોરિટી મુંબઈ ડિવીઝનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમણે રાજનીતિની શરુઆત એક વિદ્યાર્થી નેતાના રુપમાં કરી હતી. પહેલી વખત બીએમસમાં કોર્પોરેટર ચૂંટાયા. વર્ષ 1999, 2004 અને 2009માં બાંદ્રા પશ્ચિમથી વિધાનસભા ચૂંટણી જીતી. વર્ષ 2014ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
બાબા સિદ્દિકીની રાજનીતિ કર્મભૂમિ બાંદ્રા રહી છે. મોટા ભાગના લોકો બાંદ્રામાં રહે છે. બોલિવુડ સ્ટાર સાથે તેની મિત્રતા વિશે સૌ રકોઈ જાણે છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, કથિત શૂટરોમાંથી એક ઉત્તર પ્રદેશનો અને બીજો હરિયાણાનો છે, જ્યારે ત્રીજો આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. ડેપ્યુટી સીએમ અને એનસીપીના વડા અજિત પવારે ટ્વિટર પર એક શોક સંદેશમાં આ હુમલાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય ગણાવ્યો હતો.