અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે ! સવારથી જ લાગી દુકાનોમાં લાંબી કતારો, જુઓ Video
ધર્મ, પ્રાંત, પરંપરા અને માન્યતાઓ અનુસાર લોકો વિજયાદશમી પર્વની ઉજવણી કરે છે.લોકો દશેરાના દિવસે ફાફડા અને જલેબી આરોગતા હોય છે. તેમાં પણ અમદાવાદીઓ ફાફડા અને જલેબીની જિયાફત માણવામાં પાછા નથી પડતા. આજે વહેલી સવારથી જ ફાફડા-જલેબીની દુકાનો પર લાંબી લાઇનો જોવા મળી રહી છે.
વિજયાદશમીના ઉત્સવની સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ધર્મ, પ્રાંત, પરંપરા અને માન્યતાઓ અનુસાર લોકો વિજયાદશમી પર્વની ઉજવણી કરે છે.લોકો દશેરાના દિવસે ફાફડા અને જલેબી આરોગતા હોય છે. તેમાં પણ અમદાવાદીઓ ફાફડા અને જલેબીની જિયાફત માણવામાં પાછા નથી પડતા. આજે વહેલી સવારથી જ ફાફડા-જલેબીની દુકાનો પર લાંબી લાઇનો જોવા મળી રહી છે.
અમદાવાદમાં દશેરાના તહેવારની ભવ્ય ઉજવણી થઇ રહી છે. શહેરમાં ઠેર-ઠેર ફાફડા-જલેબીનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે. ફાફડા-જલેબી ખરીદવા લોકોની લાંબી લાઈન લાગી છે. આજના દિવસે કરોડો રૂપિયાના ફાફડા જલેબીનું વેચાણ થતું હોય છે, ઓનલાઈન ઓર્ડરની પણ ખૂબ ડિમાન્ડ હોય છે. મહત્વનું છે કે આ વર્ષે ગાઠિયા જલેબીના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. ફાફડા 740, જલેબી 840 રૂપિયા ભાવ વધ્યા છે.
Latest Videos
Latest News