UAEમાં બનેલા ભવ્ય હિન્દુ મંદિરથી ઈસ્લામિક દેશોના કટ્ટરપંથીઓના પેટમાં કેમ રેડાયુ તેલ- વાંચો

અબુધાબીનું આ વિશાળ હિંદુ મંદિર આશરે 27 એકર વિસ્તારમાં ફેલાયુ છે. જેનું બાંધકામ ગુલાબી ચુનાના પથ્થરો અને સફેદ સંગેમરમરથી બનાવવામાં આવ્યુ છે. મંદિરનું નિર્માણ BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યુ છે. આ મંદિર સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ ઝાયદ બિન અલ નાહ્યાન દ્વારા દાન કરવામાં આવેલી જમીન પર બનાવવામાં આવ્યુ છે.

UAEમાં બનેલા ભવ્ય હિન્દુ મંદિરથી ઈસ્લામિક દેશોના કટ્ટરપંથીઓના પેટમાં કેમ રેડાયુ તેલ- વાંચો
Follow Us:
| Updated on: Feb 13, 2024 | 5:57 PM

યુએઈની રાજધાની અબુ ધાબીમાં વિશાળ હિંદુ મંદિર બનીને તૈયાર થઈ ગયુ છે. પીએમ નરેન્દ્ર મોદી કાલે એટલે કે બુધવારે આ મંદિરનું ઉદ્દઘાટન કરશે. ઈસ્લામિક દેશ યુએઈમાં બનેલા BAPS મંદિર અબુધાબીમાં પહેલુ હિંદુ મંદિર છે. જે 27 એકર જમીનમાં બનાવવામાં આવ્યુ છે. જેમા 13.5 એકરમાં મંદિર છે. જ્યારે બાકીના 13.5 એકરમાં પાર્કિંગ એરિયા બનેલો છે.

ભારતમાં યુએઈના રાજદૂત અબ્દુલ નાસિર અલ શાહીએ જ્યાં મંદિર ઉદ્દઘાટનને યુએઈનો ખાસ અવસર ગણાવ્યો છે. જ્યારે બીજી તરફ અનેક કટ્ટરપંથીઓએ સોશિયલ પ્લેટફોર્મ પર યુએઈ અને ત્યાંની સરકાર પર તેમનો રોષ ઠાલવ્યો છે.

કયા વિટામિનની ઉણપથી ગળામાં ચાંદા પડે છે?
મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને 'સિંઘમ અગેઇન'થી કરશે મોટી કમાણી, જાણો કેવી રીતે?
High Blood Pressure : કયા વિટામિનની કમી થી બ્લડ પ્રેશર વધે છે?
ડાબા પડખે સુવાના 4 ફાયદા, જાણી લો
Tomato : ટામેટાંનો રસ ખૂબ જ છે ફાયદાકારક, જાણો કેવી રીતે જ્યુસ બનાવવું
આજનું રાશિફળ તારીખ : 02-11-2024

મંદિર નિર્માણને લઈને ભડક્યા કટ્ટરપંથીઓ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરે લખ્યુ આરબ દેશોમાં મૂર્તિ પૂજાનો મતલબ હવે આરબો પણ હિંદદુત્વ અપનાવી શકશે?

આ તરફ અન્ય એક યુઝર લખે છે કે આરબ દેશોમાં મૂર્તિ પૂજા…. પ્રલયનું બીજુ માનવીય સ્વરૂપ છે

અન્ય એક યુઝર લખ્યુ છે કે એટલે જ આરબ મુસ્લિમ નેતાઓ તરફથી આર્જેન્ટિનાના એ નેતા તરફથી કોઈ નિવેદન નથી આવ્યુ. જેમા તેઓ અલ અક્સા મસ્જિદને નષ્ટ કરવાની વાત કરી રહ્યા છે. આ કહેવાતા મુસ્લિમ આરબ નેતા શૈતાનની પૂજા કરનારા યહુદી સમર્થક અને દજ્જાલ સમૂહનો એક હિસ્સો છે.

એક અન્ય યૂઝરે લખ્યુ છે કે આ થઈ શું રહ્યુ છે? ભારતમાં મસ્જિદને નિશાન બનાવવામાં આવી રહી છે. યુએઈના લોકોને શરમ આવવી જોઈએ.

એક અન્ય યુઝરે લખ્યુ છે અબુધાબીમાં પ્રતિષ્ઠિત હિંદુ મંદિરના ઉદ્દઘાટન માટે ત્યાંના શાસકને હાર્દિક ધન્યવાદ. હિંદુ કટ્ટરપંથીઓએ પણ પોતાનો અંતરાત્મા શોધવો જોઈએ અને ધર્માંધતાને ખતમ કરવા આગળ આવવું જોઈએ. મુસ્લિમોની મસ્જિદોને તોડવાની કોઈ જરૂર નથી. આ વલણ બંધ થવું જોઈએ. ” અન્ય એક યુઝરે લખ્યું, “પ્રતિષ્ઠિત હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરવા માટે અબુ ધાબીના શાસકનો હૃદયપૂર્વક આભાર. હિંદુ કટ્ટરપંથીઓએ પણ પોતાનો અંતરાત્મા શોધવો જોઈએ અને ધર્માંધતાને ખતમ કરવા આગળ આવવું જોઈએ. મુસ્લિમોની મસ્જિદોને તોડવાની કોઈ જરૂર નથી. આ વલણ બંધ થવું જોઈએ. ”

અન્ય એક યુઝરે લખ્યું કે, “ઈસ્લામિક દેશો શા માટે આવા પ્રસંગો ઉજવી રહ્યા છે?”

અન્ય એક યુઝરે લખ્યું, “વાહ! તેઓ તમારી મસ્જિદોને તોડી રહ્યા છે અને તમે તેમના માટે મંદિરો બનાવી રહ્યા છો. એ લોકોને શરમ આવવી જોઈએ જેઓએ આ મંદિરના નિર્માણને મંજૂરી આપી છે અને ફંડ આપ્યું છે.”

બીજી તરફ UAE અને અન્ય આરબ દેશોના ઘણા લોકો પણ અબુ ધાબીમાં હિન્દુ મંદિરના નિર્માણની પ્રશંસા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ ધાર્મિક સહિષ્ણુતાનું ઉદાહરણ સ્થાપિત કરશે.

દુબઈમાં મંદિર નિર્માણનો પણ કર્યો હતો વિરોધ

આ પહેલીવાર નથી જ્યારે કોઈ ઈસ્લામિક દેશમાં હિન્દુ મંદિર સ્થાપવાને લઈને આપત્તિ વ્યક્ત કરવામાં આવી હોય. ઓક્ટોબર 2022 માં પણ, ઇસ્લામના કેટલાક વિદ્વાનોએ દુબઈમાં હિન્દુ મંદિર ખોલવા માટે સંયુક્ત આરબ અમીરાતની નિંદા કરી હતી. જો કે, કેટલાક ઉદારવાદી મુસ્લિમોએ તેને સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવાનું પગલું ગણાવ્યું હતું.

હિંદુ મંદિરના ઉદ્ઘાટન પછી તરત જ, ઇસ્લામના અગ્રણી વિદ્વાનોએ UAEની નિંદા કરી અને તેના પર ભારતમાં મુસ્લિમો પર જુલમ કરવા માટે હિંદુઓને પુરસ્કૃત કરવાનો આરોપ લગાવ્યો હતો. ઈજિપ્તના ઈસ્લામિક વિદ્વાન મુહમ્મદ અલ-સગીરે કહ્યું હતું કે જ્યારે ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે મસ્જિદોને તોડવામાં આવી રહી છે. એવા સમયે UAE હિન્દુ મંદિરનું નિર્માણ કરી રહ્યું છે. એવું લાગે છે કે આ પગલું મુસ્લિમોની ભાવનાઓને ભડકાવનારુ છે.

આ પણ વાંચો: જાટ સમુદાય પર ફોકસ, સાઉથ પર નજર, ચૂંટણીના વર્ષમાં 5 ભારત રત્ન, જાણો મોદી સરકારના આ દાવ પાછળના સમીકરણ

પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

આપને જણાવી દઈએ કે પીએ મોદી હાલ UAEમાં બનેલા BAPS મંદિરના ઉદ્ઘાટન સંદર્ભે 13 અને 14 ફેબ્રુઆરી દરમિયાન UAEમાં છે. છેલ્લા 8 મહિનામાં પીએમ મોદીની આ ત્રીજી UAE મુલાકાત છે. આ દરમિયાન પીએમ મોદી કતારની પણ મુલાકાત લેશે. મંગળવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ જાણકારી આપતા પીએમ મોદીએ લખ્યુ કે આવનારા બે દિવસ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે યુએઈ અને કતારની મુલાકાતે જઈશ. જેનાથી આ બંને દેશો સાથેના ભારતના દ્વીપક્ષીય સંબંધો મજબુત થશે.

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શું પંજાબમાં પણ થશે જમ્મુ-કાશ્મીર જેવી સ્થિતિ?
શું પંજાબમાં પણ થશે જમ્મુ-કાશ્મીર જેવી સ્થિતિ?
ડીસા - થરાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, આધેડનું મોત
ડીસા - થરાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, આધેડનું મોત
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર
ગોંડલના BAPS મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં અન્નકૂટ ધરાવાયો
ગોંડલના BAPS મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં અન્નકૂટ ધરાવાયો
વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો, ભક્તોની ભારે ભીડ જોવા મળી
વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો, ભક્તોની ભારે ભીડ જોવા મળી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી
જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત થયા
જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત થયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી
આ રાશિના જાતકોના જીવનમાં આજે સુખ અને સમૃદ્ધિ આવશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોના જીવનમાં આજે સુખ અને સમૃદ્ધિ આવશે, જાણો આજનું રાશિફળ
અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ
અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ
g clip-path="url(#clip0_868_265)">