Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાટ સમુદાય પર ફોકસ, સાઉથ પર નજર, ચૂંટણીના વર્ષમાં 5 ભારત રત્ન, જાણો મોદી સરકારના આ દાવ પાછળના સમીકરણ

રામ મંદિરના ઉદ્દઘાટન બાદ ભાજપ સતત એક બાદ એક માસ્ટર સ્ટ્રોક મારી રહી છે અને વિપક્ષી દળોને નેરેટિવની લડાઈમાં હરાવવા માટેના તમામ પગલા લઈ રહી છે. આ પ્રયાસો મહદઅંશે સફળ થતા પણ દેખાઈ રહ્યા છે. ભાજપ જાણે છે કે ચૂંટણી જંગમાં નેરેટિવની લડાઈ જીતવી પણ એટલી જ જરૂરી છે જેટલુ વિપક્ષને હરાવવુ. પીએમ મોદી અને રામ મંદિરની લહેર ચોક્કસ ચાલી રહી છે, પરંતુ સીટોના ટાર્ગેટ સુધી પહોંચી નવો રેકોર્ડ બનાવવો એ પણ કોઈ નાનો પડકાર નથી.

જાટ સમુદાય પર ફોકસ, સાઉથ પર નજર, ચૂંટણીના વર્ષમાં 5 ભારત રત્ન, જાણો મોદી સરકારના આ દાવ પાછળના સમીકરણ
Follow Us:
| Updated on: Feb 09, 2024 | 8:17 PM

ચૂંટણીના વર્ષમાં ભારત રત્ન આપવાનો નવો રેકોર્ડ બની ગયો છે. કેન્દ્રની મોદી સરકારે 17 દિવસની અંદર પાંચ શખ્સોને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. શુક્રવારે ખુદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર એક બાદ એક ત્રણ પોસ્ટ કરી. પીએમ મોદીએ જણાવ્યુ કે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ અને પૂર્વ પીએમ નરસિમ્હારાવને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ મહાન વૈજ્ઞાનિક એમ એસ સ્વામીનાથનને પણ મરણોપરાંત ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. એક દિવસમાં ત્રણ ભારત રત્નની જાહેરાતથી ચૂંટણીના માહોલમાં ચર્ચાઓએ પણ જોર પકડ્યુ છે.

આ પહેલા પીએમ મોદીએ 23 જાન્યુઆરીએ બિહારના પૂર્વ સીએમ જનનેતા કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત કર્પૂરી ઠાકુરની જન્મજયંતિના બરાબર એક દિવસ પહેલા કરવામાં આવી હતી. જે બાદ 3 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીએ પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. ચૂંટણીના વર્ષમાં પાંચ ભારત રત્નની જાહેરાતને રાજકીય રીતે જોવામાં આવી રહી છે.

સામાન્ય ચૂંટણી પહેલા નેરેટિવની લડાઈ

રામ મંદિરના ઉદ્દઘાટન બાદથી જ ભાજપ સતત માસ્ટર સ્ટ્રોક આપી રહી છે અને વિપક્ષી છાવણીની નેરેટિવની લડાઈને હરાવવા હરસંભવ પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસોમાં તે મહદઅંશે સફળ પણ દેખાઈ રહી છે. ભાજપ જાણે છે કે નેરેટિવની આ લડાઈ જીતવી પણ એટલી જ જરૂરી છે જેટલુ ચૂંટણી મેદાનમાં વિપક્ષને હરાવવુ. દેશમાં મોદી અને રામમંદિરની લહેર તો ચાલી જ રહી છે. પરંતુ સીટોના ટાર્ગેટને સિદ્ધ કરી નવો રેકોર્ડ બનાવવો એ પણ મોટો પડકાર છે. આ જ કારણે ભાજપ 2019માં જે સીટો પર ઓછા મતોના માર્જિનથી હારી હતી ત્યાં ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. જે રાજ્યોમાં ભાજપને એવુ લાગે કે તે નબળી સ્થિતિમાં છે ત્યાંની ક્ષેત્રિય પાર્ટી સાથે હાથ મિલાવવામાં પણ પાછીપાની નથી કરી રહી.

Mosquitoes Bite: કયા લોકોને મચ્છર સૌથી વધારે કરડે છે અને કેમ? જાણો કારણ
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?

બિહારમાં ગઠબંધન કરી ભાજપની જીત નિશ્ચિત કરી લીધી

સૌપ્રથમ બિહારની વાત કરીએ તો બિહારના પૂર્વ સીએમ દિવંગત કર્પૂરી ઠાકુરને એક મોટો સમાજવાદી ચહેરો ગણાય છે. ઠાકુરને જનનાયક તરીકે પણ ઓળખ મળી છે. બિહારમાં આજે પણ તે તેમની સરળતા અને સાદગી માટે જાણીતા છે. જનતા દળ (યુ)ના પ્રમુખ નીતિશ કુમાર લાંબા સમયથી કર્પુરી ઠાકુરને ભારત રત્ન આપવાની માગ કરી રહ્યા હતા.

ભાજપે કર્પુરી ઠાકુરની 100મી જયંતિના એક દિવસ પહેલા તેમને મરણોપરાંત ભારતરત્ન આપવાની જાહેરાત કરી ઈન્ડિયા ગઠબંધનમાં પણ ઘમાસાણ મચાવી દીધુ છે અને આ વિપક્ષી ગઠબંધનના સૂત્રધાર જનતા દળના પ્રમુખ નીતિશ કુમારને ફરી તેમના સમર્થનમાં લઈ લીધા છે. આટલુ જ નહીં કર્પુરી ઠાકુર દ્વારા ભાજપે ચૂંટણીમાં જીત પણ નિશ્ચિત કરી લીધી છે.

બિહારમાં ઓબીસીનો એક મોટો વર્ગ કર્પૂરી ઠાકુરને તેમના આદર્શ માને છે, આ જ કારણ છે કે જ્યારે પીએમ મોદીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી તો વિરોધી દળ આરજેડીએ પણ કેન્દ્ર સરકારને ધન્યવાદ કહેવા પડ્યા છે. ચૂંટણી પહેલાના સર્વે પણ જણાવી રહ્યા છે કે નીતિશ કુમારની વાપસી બાદ એનડીએ વધુ મજબુત થશે અને ભાજપને બિહાર જીતવા માટે મોટો ચહેરો મળી ગયો છે.

અડવાણી દ્વારા સંગઠનને આપ્યો સંદેશ

આ તરફ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં સમગ્ર દેશમાં હિંદુ સમુદાયની 500 વર્ષ જુની ઈચ્છા પુરી થઈ છે, રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે. ખુદ પીએમ મોદીએ 11 દિવસ સુધી કઠોર અનુષ્ઠાન કરી વ્રત નિયમોનું પાલન કર્યુ. રામ મંદિર ઉદ્દઘાટનના 10 દિવસ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે પૂર્વ ડિપ્ટી પીએમ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે.

મોદીએ અડવાણીના કામોને યાદ કર્યા અને દેશના વિકાસમાં તેમના યોગદાનને અવિસ્મરણીય ગણાવ્યુ. અડવાણીને ભારત રત્ન આપી મોદી સરકારે તેમના સંગઠનને પણ એ સંદેશ આપ્યો કે ભાજપમાં દરેકના સન્માનનું ધ્યાન રાખવામાં આવે છે. અડવાણી પહેલા અટલ બિહારી વાજપેયીને પણ ભારત રત્ન આપવામાં આવ્યો હતો.

‘અડવાણીને પોતાના ગુરુ માને છે પીએમ મોદી’

ભાજપના પોલિટિક્સના કેન્દ્રમાં હિંદુ કોર વોટર્સ છે. રામ મંદિરનો શ્રેય પણ ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીને આપવામાં આવી રહ્યો છે. પરંતુ તેની પાછળ વર્ષોની મહેનત અને મોટા આંદોલનને ભૂલાવી ન શકાય. 1990ના દશકમાં આ આંદોલનના આગેવાન ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણી રહ્યા હતા.

રામ મંદિરને લઈને જ્યારે રથયાત્રાનું આયોજન કરાયુ હતુ તો તેને સફળ બનાવવાની સંપૂર્ણ જવાબદારી તત્કાલિન ભાજપના સંનિષ્ઠ કાર્યકર અને હાલના પીએમ મોદીના શિરે હતી. અડવાણી ગુજરાતથી ચૂંટણી લડતા હતા અને તેમને પીએમ મોદીના ગુરુ માનવામાં આવે છે. ખુદ પીએમ મોદી અનેકવાર આ વાતનો ઉલ્લેખ કરી ચુક્યા છે.

વર્ષ 2002માં ગુજરાતના રમખાણો દરમિયાન જ્યારે મોદીને સીએમ પદ છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ હતુ ત્યારે અડવાણી જ તેમને તેમના માટે ઢાલ બનીને ઉભા હતા, એટલુ જ નહીં તત્કાલિન પીએમ અટલ બિહારી વાજપેયી સાથે પણ અડવાણીએ મોદી માટે થોડા મતભેદ વહોરી લીધા હતા.

‘દેશના અનેક ઘરોમાં ખુશીઓ લાવ્યા હતા વૈજ્ઞાનિક સ્વામીનાથન’

મોદી સરકારે મહાન વૈજ્ઞાનિક ડૉ.એમ.એસ.સ્વામીનાથનને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. ડો.સ્વામીનાથનને દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવાના જનક માનવામાં આવે છે. આ વાતનો ઉલ્લેખ ખુદ પીએમ મોદીએ કર્યો છે. જ્યારે દેશને આઝાદી મળે એ સમયે દેશમાં ભૂખમરો અને દુષ્કાળ જેવી સ્થિતિ હતી. અંગ્રેજોએ દેશને સાવ ખોખલો કરીને રાખી દીધો હતો.

1960ના દશકના મધ્યાંતરમાં દેશ ભયંકર દુષ્કાળથી ત્રસ્ત હતો. ન ખાવા માટે અનાજ હતુ ન પીવા માટે પૂરતુ પાણી હતુ. સિંચાઈની વ્યવસ્થાનું તો નામોનિશાન જોવા મળતુ ન હતુ. આવી સ્થિતિમાં આપણો દેશ અનાજ માટે અન્ય દેશો પર નિર્ભર બની ગયો હતો. પશ્ચિમ બંગાળમાં ભયંકર દુષ્કાળને કારણે લાખો લોકોના મોત થયા હતા. દેશમાં ખાદ્યાન્નનું સંકટ વધી રહ્યુ હતુ.

એ સમયે ગાંધીવાદી વૈજ્ઞાનિક ડૉ.એમ.એસ.સ્વામીનાથને ધાન્યની (ડાંગર) વધુ ઉપજ આપતી જાતો વિકસાવી હતી. આનાથી ઓછી આવક ધરાવતા ખેડૂતોના ઘરોમાં ખુશીઓ આવી અને ઉત્પાદન વધારવા માટેનો એક ઉપાય મળ્યો હતો. એ સમયે દેશમાં એ જ હરિયાળી ક્રાંતિ કહેવાઈ હતી. તે પછી દેશના ખેડૂતોએ ક્યારેય પાછું વળીને જોયું નથી.

‘સ્વામિનાથન દ્વારા દક્ષિણને સાધવાનો પ્રયાસ’

તમિલનાડુના ચેન્નાઈમાં જન્મેલા હરિયાળી ક્રાંતિના જનક ડૉ. એમ.એસ. સ્વામીનાથન એક એવુ વ્યક્તિત્વ છે જેમને આજે પણ દેશનો દરેક વૈજ્ઞાનિક આદરથી જુએ છે અને તેમનુ સન્માન કરવાનુ ચુક્તા નથી. સ્વામીનાથનને તમિલનાડુનું ગૌરવ માનવામાં આવે છે અને તેમની સાથે લોકોની લાગણી જોડાયેલી છે. સ્વામીનાથનના માધ્યમથી ભાજપે દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત કરવાની દિશામાં એક મોટો દાવ ખેલ્યો છે.

દક્ષિણ ભારતના રાજ્યોમાં ભાજપ ગઠબંધન માટે સહયોગીઓ દળોની શોધમાં છે. કર્ણાટકમાં જેડીએસ સાથે ભાજપે ગઠબંધન કર્યું છે. તમિલનાડુમાં AIADMK સાથે ગઠબંધન તૂટ્યા બાદ ભાજપ હવે ત્યાં નાના દળોને સાથે લેવાનો પ્રયાસ કરી રહી છે. 2019ની ચૂંટણીમાં તમિલનાડુમાં ભાજપનું ADIMK સાથે ગઠબંધન હતું અને 30 ટકાથી વધુ મત હાંસિલ કર્યા હતા. આ ચૂંટણીમાં જે પ્રમાણે સરવે સામે આવી રહ્યા છે તેને જોતા તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો લાગવાનું અનુમાન છે.

‘સાઉથના રાજ્યો પર ભાજપનું ફોકસ’

ભાજપ સતત સાઉથને લઈને મિશન મોડમાં કામ કરી રહી છે. સાઉથમાં ફિલ્મ ડાયરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ માટે શ્રેષ્ઠ નિર્દેશકનો ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પહેલા 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં, તેલુગુ સિનેમાને સૌથી વધુ 11 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા હતા. તેનો પણ સાઉથમાં સકારાત્મક મેસેજ ગયો હતો.

અલ્લુ અર્જુનને ફિલ્મ ‘પુષ્પા’માં શ્રેષ્ઠ અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ જ ફિલ્મ માટે દેવી શ્રી પ્રસાદને શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ પણ મળ્યો હતો. દક્ષિણ ભારતના કેટલાક અન્ય રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાઓમાં કમલ હાસન, મમૂટી અને જોજુ જ્યોર્જનો સમાવેશ થાય છે. ભાજપે કેરળના એથ્લેટ પીટી ઉષાને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા.

‘સેંગોલથી લઈ કાશી તમિલ સંગમમ સુધી’

આ ઉપરાંત દક્ષિણ ભારતની માન્યતાઓને સન્માન આપવાની દિશામાં પણ મોદી સરકારે પગલાં લીધા છે. કાશી-તમિલ સંગમમનું આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમ દેશના ઉત્તર અને દક્ષિણ વચ્ચે ઐતિહાસિક અને સભ્યતાગત સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી સમાન છે. તેનો વ્યાપક ઉદ્દેશ જ્ઞાન અને સાંસ્કૃતિક પરંપરાઓને (ઉત્તર અને દક્ષિણની) નજીક લાવવાનો અને સહિયારા વારસાની સમજ વિકસાવવાનો છે.

આટલું જ નહીં, મે 2023માં જ્યારે નવી સંસદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ તો તમિલનાડુના વર્ષો જૂના મઠના અધિનમ મહંતોની હાજરીમાં ‘સેંગોલ’ની સ્થાપના કરવામાં આવી હતી. હકીકતમાં આ ‘સેન્ગોલ’ રાજદંડ માત્ર શક્તિનું પ્રતીક જ નથી, પરંતુ રાજાની સામે હંમેશા ન્યાયશીલ રહેવાનું અને જનતા પ્રત્યે સમર્પિત રહેવાનો પણ પ્રતીક છે.

‘દેશની રાજનીતિના ચાણક્ય ગણાતા હતા નરસિમ્હા રાવ’

પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ નરસિમ્હા રાવને દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે મજબૂત પાયો રાખનારા પીએમ ગણાવ્યા છે. પીવી નરસિમ્હાએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને અનેક વર્ષો સુધી સંસદ અને વિધાનસભાના સદસ્ય તરીકે પણ સેવા આપી છે. તેમને 1991માં દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવાનો શ્રેય પણ આપવામાં આવે છે.

તેઓ સતત 8 વખત ચૂંટણી જીત્યા અને 50 વર્ષથી વધુ સમય સુધી કોંગ્રેસમાં કામ કર્યું. રાજકીય દૃષ્ટિકોણથી પીવી નરસિમ્હા રાવને દેશની રાજનીતિના ચાણક્ય પણ કહેવામાં આવે છે. તેમને 10 ભાષાઓમાં વાતચીત કરવામાં માસ્ટર માનવામાં આવતા હતો. તેમનો જન્મ આંધ્ર પ્રદેશમાં થયો હતો અને તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી શિક્ષણ લીધુ હતુ. બંને રાજ્યોના રાજકારણમાં પણ તેમનો પ્રભાવ રહ્યો. રાવને 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ માટે પણ તેમની જ પાર્ટીની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

‘સાઉથના રાજ્યોને સાધવાનો પ્રયાસ’

નરસિમ્હા રાવના માધ્યમથી ભાજપે તેલંગાણા અને આંધ્ર પ્રદેશના વોટર્સને સાધવાનો મોટો દાંવ ખેલ્યો છે. કારણ કે આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRPનો દબદબો છએ. આ વખતે ચૂંટણીામાં એનડીએનું ખાતુ પણ નહીં ખૂલે તેવુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. સામાન્ય ચૂંટણીઓમાં ભાજપ એકલા હાથે મેદાનમાં ઉતરી રહી છે. જો કે પવન કલ્યાણની પાર્ટી જનસેના બાદ હાલ TDP પણ NDA સાથે હાથ મિલાવવાની તૈયારીમાં છે.

આવી સ્થિતિમાં જો આ દાંવ કામ કરે છે તો ભાજપને અમુક અંશે સીટોનો ફાયદો મળી શકે છે. તેલંગાણામાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. ત્યાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે આથી સામાન્ય ચૂંટણીમાં પણ લહેર તેની તરફ હોવાનુ મનાઈ રહ્યુ છે. આ વખતે ભાજપને કેટલીક બેઠકોના નુકસાનની સંભાવના છે. નરસિમ્હા રાવ દ્વારા ભાજપ એક મોટી વોટબેંકને તેની તરફેણમાં કરવાનો પ્રયાસ કરશે.

‘જાટલેન્ડમાં ભાજપની મજબૂત પકડ’

વધુ એક પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ચૌધરી ચરણ સિંહને ખેડૂતોના મસીહા કહેવામાં આવે છે. પશ્ચિમ યુપીમાં જાટ સમુદાય અને ખેડૂતો ચૌધરી સાહેબની લોકપ્રિયતાથી બિલકુલ અજાણ નથી. ચૌધરી ચરણ સિંહની વિરાસતને તેમના પુત્ર અજીત સિંહે આગળ વધારી. હવે અજીતસિંહના પુત્ર જયંત ચૌધરી આ રાજકીય વારસાને આગળ ધપાવી રહ્યા છે.

સામાન્ય ચૂંટણી પહેલા પશ્ચિમી યુપીમાં જાટ, ખેડૂત અને મુસ્લિમોને સાધવાની કવાયત ચાલી રહી છે. એક રીતે તો છેલ્લી બે ચૂંટણીઓથી ભાજપે જાટલેન્ડમાં પ્રભુત્વ જમાવ્યુ છે. પરંતુ આ વખતે તે ક્લીન સ્વીપના મૂડમાં છે અને આ જ કારણ છે કે ભાજપે જયંતની પાર્ટી આરએલડીને પણ એનડીએમાં લાવવા માટે દરેક શરત મહોર મારી દીધી છે.

શુક્રવારે જ્યારે ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરાઈ તો સૌ પ્રથમ જયંત ચૌધરીએ પીએમ મોદીની પોસ્ટને રિટ્વીટ કરીને લખ્યુ કે દિલ જીતી લીધુ. જે બાદ ગઠબંધન અંગે તેમણે કહ્યુ કે હવે ક્યાં મોં એથી ના પાડી શકુ. એટલે કે ભાજપ અને આરએલડીનું ગઠબંધન ફાઈનલ થઈ ગયું છે.

‘આરએલડી માટે પણ જરૂરી હતું ગઠબંધન’

સામાન્ય ચૂંટણી પહેલા સૌથી વધુ ચર્ચા આ વખતે જાટલેન્ડ એટલે કે પશ્ચિમ યુપીના રાજકીય સમીકરણો અને ચૌધરી ચરણ સિંહના રાજકીય વારસાની થઈ રહી છે. 2013 ના મુઝફ્ફરનગરના રમખાણો બાદ, આ વિસ્તાર એકતરફી રીતે ભાજપના પક્ષમાં ગયો હતો, પરંતુ ત્યારબાદ થયેલા ખેડૂતના આંદોલને આ વિસ્તારના મતોના ગણિતને એટલુ બદલી નાખ્યુ કે તમામ પક્ષો પહેલાની જેમ અહીં પોતાના માટેની સંભાવનાઓ શોધવા લાગ્યા છે.

જો કે 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ જીત હાંસલ કરી હતી. અહીં લોકસભાની કુલ 27 સીટ છે અને 2019ની ચૂંટણીમાં ભાજપે 19 સીટ જીતી હતી. જ્યારે 4 સપા અને 4 બસપાના ખાતામાં ગઈ હતી. પરંતુ, આરએલડીને એકપણ સીટ મળી ન હતી. ત્યાં સુધી કે જયંત ચૌધરીને પશ્ચિમી યુપીમાં જાટ સમુદાયનો પણ સાથ મળ્યો ન હતો. 2014ની ચૂંટણીમાં પણ જયંતને નિરાશા જ હાથ લાગી હતી અને એકપણ સીટ મળી ન હતી.

‘પશ્ચિમ યુપીમાં ક્લીન સ્વીપની તૈયારી’

આ વખતે ભાજપ પશ્ચિમ યુપીની તમામ 24 બેઠકો જીતવા માંગે છે. આ માટે આરએલડી સાથે ગઠબંધન થઈ ગયુ છે. નિશ્ચિત ફોર્મ્યુલા અનુસાર આરએલડી લોકસભાની 2 બેઠકો પર ચૂંટણી લડશે. આ બે બેઠકો બાગપત અને બિજનૌર હશે. આ સિવાય જયંત ચૌધરીની પાર્ટી આરએલડીને રાજ્યસભાની પણ એક સીટ આપવામાં આવશે.

આ પણ વાંચો: 48 વર્ષ બાદ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ કોંગ્રેસને કહી અલવિદા, બાંદ્રાથી ત્રણવાર રહી ચુક્યા છે ધારાસભ્ય

‘જયંત દ્વારા હરિયાણાને સાધશે ભાજપ’

ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાના ભાજપના પગલાને જાટ સમુદાય સુધી પાર્ટીની આઉટરીચ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ જ વોટ બેંકના સહારે જાટોના સૌથી મોટા નેતા ચૌધરી ચરણ સિંહ બે વખત યુપીના સીએમ, કેન્દ્રમાં મંત્રી, નાયબ વડાપ્રધાન અને પછી દેશના પાંચમા વડાપ્રધાન પદે પહોંચ્યા હતા.

જો કે જાટ સમુદાયનું પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વર્ચસ્વ છે, યુપીમાં જાટોના પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં મેરઠ, મથુરા, અલીગઢ, બુલંદશહર, મુઝફ્ફરનગર, આગ્રા, બિજનૌર, મુરાદાબાદ, સહારનપુર, બરેલી અને બદાયુના નામનો સમાવેશ થાય છે. થોડા સમય બાદ હરિયાણામાં પણ વિધાનસભાની ચૂંટણી છે. આરએલડીના સાથે આવવાથી પાર્ટીને ત્યાં પણ જાટ સમુદાયને સાધવામાં મદદ મળશે.

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનાર 2 લોકોની અટકાયત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
પાટણની ચાણસ્મા બેઠક પર ભાજપના સસ્પેન્ડ ઉમેદવાર અપક્ષમાંથી જીત્યા
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
જૂનાગઢમાં ભાજપને મોટો ઝટકો, મનપાની ચૂંટણીમાં અપક્ષના ઉમેદવારની જીત
g clip-path="url(#clip0_868_265)">