જંબુદ્વીપ, આર્યાવર્ત, હોડુ… ભારતને પણ આ નામોથી બોલાવતા હતા, જાણો કોણે શું નામ આપ્યું?

|

Sep 05, 2023 | 11:08 PM

જી-20ના મહેમાનો માટે ડિનર માટેના આમંત્રણ કાર્ડમાં ભારતના રાષ્ટ્રપતિ લખવામાં આવ્યું છે. કોંગ્રેસના આ દાવા બાદ રાજકીય હંગામો શરૂ થયો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે દેશના સન્માન સાથે જોડાયેલા મુદ્દા પર કોંગ્રેસને કેમ વાંધો છે. સાથે જ તમામ વિપક્ષી દળો આ મુદ્દે સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.

જંબુદ્વીપ, આર્યાવર્ત, હોડુ… ભારતને પણ આ નામોથી બોલાવતા હતા, જાણો કોણે શું નામ આપ્યું?

Follow us on

ઈન્ડિયા અને ભારત નામને લઈને દેશમાં રાજકીય હોબાળો શરૂ થઈ ગયો છે. G-20 અંગે કોંગ્રેસે દાવો કર્યો છે કે 9 સપ્ટેમ્બરે ડિનર માટેના આમંત્રણ પત્રમાં ભારતના રાષ્ટ્રપતિ લખવામાં આવ્યું છે, જ્યારે પહેલા ઈન્ડિયાના રાષ્ટ્રપતિ લખવામાં આવ્યું હતું. જેના જવાબમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસને દેશના સન્માન સાથે જોડાયેલા વિષય પર આટલો વાંધો કેમ છે? ઈન્ડિયા અને ભારત નામને લઈને હંગામાનું એક કારણ એ છે કે કેટલાક લોકો તેને રાજકીય મુદ્દા તરીકે જુએ છે. તેઓ માને છે કે આ મુદ્દો ભારતના રાષ્ટ્રીયતા અને અખંડિતતાનો છે. તેઓ ઈચ્છે છે કે ભારતનું નામ માત્ર ભારત હોવું જોઈએ.

જોકે બંધારણની પ્રસ્તાવનામાં ભારતને, ઈન્ડિયા ધેટ ઈઝ ભારત કહેવામા આવ્યું છે. આનો અર્થ એ છે કે ભારતને સત્તાવાર રીતે ભારત કહેવામાં આવે છે, પરંતુ તેને ઈન્ડિયા પણ કહી શકાય. બંધારણના અન્ય ભાગોમાં, બંને નામોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, બંધારણની કલમ 1 માં, ભારતનો ઉલ્લેખ ઈન્ડિયા ધેટ ઈઝ ભારત કહેવામા આવ્યું છે,  પરંતુ, બંધારણની કલમ 3 માં, ભારતને ફક્ત ભારત તરીકે ઓળખવામાં આવે છે.

ભારતના નામકરણના બે મુખ્ય સિદ્ધાંતો

પ્રથમ સિદ્ધાંત એ છે કે ભારતનું નામ સિંધુ નદી પરથી પડ્યું છે. સિંધુ નદીને લેટિન ભાષામાં ઇન્ડસ કહેવાય છે. પ્રાચીન ગ્રીક લોકો ભારતને સિંધુ તરીકે ઓળખતા હતા અને આ નામ ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું. બીજો સિદ્ધાંત એ છે કે ભારતનું નામ ઋષભદેવના પુત્ર ભરતના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઋગ્વેદમાં ભરત નામની એક જાતિનો ઉલ્લેખ છે, જે ભારતના પૂર્વ ભાગમાં વસતી હતી. આ આદિજાતિ વસ્તી ખૂબ જ શક્તિશાળી હતી અને તેણે સમગ્ર ભારત પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું. આ જાતિના નામ પરથી સમગ્ર દેશનું નામ ભારત રાખવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 05-12-2024
Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા

પ્રાચીન ગ્રીક લોકો ભારત માટે ઇંડસ શબ્દનો ઉપયોગ કરતા હતા. પાછળથી આ શબ્દ રોમનો દ્વારા લેટિનમાં જતો રહ્યો હતો. લેટિનમાંથી આ શબ્દ અંગ્રેજી ભાષામાં આવ્યો અને ઈન્ડિયા બન્યો. 16મી સદીમાં જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેઓ પણ ભારતને ઈન્ડિયા નામથી જ ઓળખતા હતા. ભારત માટે અન્ય ઘણા નામો પણ લોકપ્રિય છે, જેમ કે “હિન્દુસ્તાન”, “જંબુદ્વીપ”, “આર્યાવર્ત”, “હિન્દી”, “અલ-હિંદ”, “ફાગ્યુલ”, “તિયાનઝુ” અને “હોડુ”. આની પાછળની વાર્તાઓ ખૂબ જ રસપ્રદ છે, જેમાંથી કેટલીક નીચે મુજબ છે.

આ પણ વાંચો : CRPFમાં આત્મહત્યાના કેસોમાં વધારો, 23 દિવસમાં 10 જવાનોના આત્મહત્યા, ગૃહ મંત્રી અમિત શાહે વ્યક્ત કરી ચિંતા

હિન્દુસ્તાન: આ નામ “હિન્દુ” અને “સ્થળ” શબ્દોથી બનેલું છે. તેનો અર્થ “હિંદુ લોકોનું સ્થાન” થાય છે. આ નામ પર્શિયન લોકો દ્વારા આપવામાં આવ્યું હતું.

જંબુદ્વીપ: આ નામ સંસ્કૃત શબ્દ “જંબુ” પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ “બેરી વૃક્ષ” થાય છે. આ નામ હિંદુ ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે.

આર્યાવર્ત: આ નામ સંસ્કૃત શબ્દ “આર્ય” થી બનેલું છે, જેનો અર્થ “સંસ્કારી” થાય છે. આ નામ પ્રાચીન ભારતના એક પ્રદેશને આપવામાં આવ્યું હતું, જે હાલના ઉત્તર ભારતના ભાગોમાં વિસ્તરેલું હતું.

હિન્દી: આ નામ સંસ્કૃત શબ્દ “હિન્દુ” પરથી ઉતરી આવ્યું છે. આ નામ ભારતની મુખ્ય ભાષાને આપવામાં આવ્યું છે.

અલ-હિંદ: આ નામ અરબી શબ્દો “અલ” અને “હિંદ” થી બનેલું છે. તેનો અર્થ “હિંદ દેશ” થાય છે. આ નામ આરબ લોકો દ્વારા આપવામાં આવ્યું હતું.

ફાગયુલ: આ નામ તિબેટીયન ભાષાના “ફાગયુલ” શબ્દથી બનેલું છે. તેનો અર્થ “ઘણા પાણીનો દેશ” થાય છે. આ નામ તિબેટીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.

તિયાનઝુ: આ નામ ચીની શબ્દ “તિયાનઝુ” પરથી ઉતરી આવ્યું છે. તેનો અર્થ “સ્વર્ગની ભૂમિ” થાય છે. આ નામ ચીની લોકો દ્વારા આપવામાં આવ્યું હતું.

હોડુ: આ નામ જાપાની શબ્દ “હોડુ” પરથી ઉતરી આવ્યું છે. તેનો અર્થ “હિંદુનો દેશ” થાય છે. આ નામ જાપાની લોકો દ્વારા આપવામાં આવ્યું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article