Gujarat Video: G-20ની અમંત્રણ પત્રિકામાં ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખાતા ગરમાઇ રાજનીતિ, ઈન્ડિયા કે ભારત નામ પર શું છે રાજકોટવાસીઓનો મત- વાંચો

Rajkot: 2024ની લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે દેશમાં એક નવા જ મુદ્દે વિવાદ શરૂ થયો છે. આ વિવાદ છે India કે ભારત! તેનુ કારણ છે G-20ના આમંત્રણ પત્રમાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે અને મોદી સરકાર પર ઈતિહાસ બદલવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે આ અંગે રાજકોટવાસીઓનો શું મત છે, ભારત દેશ ભારત તરીકે જ ઓળખાવો જોઈએ કે ઈન્ડિયા તરીકે ઓળખાવો જોઈએ તે અંગે વાંચો તેમના અભિપ્રાય અહીં.

Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 05, 2023 | 9:34 PM

Rajkot: ભારત આ વર્ષે જ્યારે G-20ની યજમાની કરી રહ્યુ છે અને 8થી 10 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં G-20 સમિટ યોજાવા જઈ રહી છે. ત્યારે આ G-20 સમિટની આમંત્રણ પત્રિકામાં ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખાતા રાજનીતિ ગરમાઈ છે અને કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. આ મુદ્દે tv9 દ્વારા વિવિધ શહેરોમાંથી યુવાનોનો મત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે ભારત દેશ ભારત તરીકે ઓળખાવો જોઈએ કે INDIA તરીકે. જેના પર રાજકોટના યુવાનોએ તેમનો મત વ્યક્ત કર્યો.

બ્રિટીશ રાજમાંથી સ્વતંત્ર જાહેર થયા બાદ અપાયુ ‘ઈન્ડિયા’ નામ

રાજકોટના યુવાન જય શાહે જણાવ્યુ કે આપણા માટે ગૌરવની બાબત છે કે 20 દેશોની યોજાનારી સમિટ આ વર્ષે ભારતમાં થઈ રહી છે અને ભારત તેની યજમાની કરી રહ્યુ છે. ભારત અને ઈન્ડિયા બંને વચ્ચેનો તફાવત ગુલામીનો કાલખંડ અને સુવર્ણકાળનો છે. જ્યારે આપણા દેશ માટે ભારત વર્ષ એટલે સોને કી ચિડીયા કહેવામાં આવતુ હતુ. તેઓ વધુમાં જણાવે છે કે ઈન્ડિયાને અર્થ આપણે જાણતા નથી એટલે આપણને ઈન્ડિયા બોલવુ ગમે છે. બ્રિટિશરાજમાંથી જ્યારે ભારત આઝાદ થયુ ત્યારે Independent Nation Declared in August એવો અર્થ ઈન્ડિયાનો કરવામાં આવ્યો. મતલબ ઓગષ્ટ મહિનામાં જે રાષ્ટ્રને આઝાદ કરવામાં આવ્યુ હોય તે ઈન્ડિયા.

ભારત શબ્દ પાછળ ભારતના ભવ્ય વારસો અને સંસ્કૃતિના દર્શન

વધુમાં જય શાહ જણાવે છે કે  આપણા ઈતિહાસમાં ડોકિયુ કરશું તો ભારત નામ મહાભારત પરથી આવ્યુ છે. મહાભારત વિશ્વનું સૌથી મોટી મહાકાવ્ય છે જેમાં 1 લાખથી પણ વધારે શ્લોકો છે. એ મહાકાવ્યમાં પણ આપણા દેશનો ઉલ્લેખ ભારતવર્ષ ભારત ભૂમિના ભાગ તરીકે કરવામાં આવ્યો છે. તેઓ જણાવે છે ઈન્ડિયા કરતા આપણો દેશ ભારત તરીકે જ ઓળખાવો જોઈએ અને તે ગૌરવની બાબત પણ છે. આપણો ભવ્ય વારસો ક્યાંકને ક્યાંક ઈન્ડિયા નામ નીચે દબાઈ રહી છે. એ ગ્લોરીને પરત લાવવા માટેનું કામ પણ ભારત નામથી થશે. દેશ માટે બ્રિટીશ રાજે આપેલો ઈન્ડિયા શબ્દ હજુ પણ ગુલામી માનસિક્તાનું પ્રતિક છે. આથી તેને પણ બદલવાની જરૂર છે. હાલ પીએમ મોદીના નેતૃત્વમાં આપણો દેશ ભારત સમગ્ર વિશ્વ માટે એક પથદર્શકની ભૂમિકામાં આવ્યો છે અને સમગ્ર વિશ્વની નજરો ભારત તરફ મંડાયેલી છે. ત્યારે ભારતીય સંસ્કૃતિના દર્શન ભારત નામથી થાય છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ પણ વાંચો: Asia Cup 2023: ટીમ ઈન્ડિયા આ મેદાન પર પાકિસ્તાનનો સામનો કરશે, જાણો ક્યાં થશે ફાઈનલ?

 રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">