
આ અરજી કર્યા બાદ ચકાસણી અને વિચારણાઓ બાદ પ્રશાસન દ્વારા પ્રવેશ અંગેની પરવાનગી આપવા અને ના આપવા અંગે નિર્ણય કરવામાં આવે છે. જે બાદ જ તમે લક્ષદ્વીપની મુલાકાત લઈ શકો છો.

લક્ષદ્વીપ ભારતીય દરિયાકાંઠાથી 400 કિલોમીટર કરતા વધારે દૂર છે અને અહીં પ્રવાસીઓ માટે છેલ્લા બે વર્ષથી સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ભૌગોલિક રીતે માલદીવ લક્ષદ્વીપના મિનીકોય ટાપુથી માત્ર પંદર મિનિટના હવાઈ અંતર ધરાવે છે. આમ હવે લક્ષદ્વીપ આવનારા દિવસોમાં પ્રવાસીઓને માટે પસંદગીઓની યાદીમાં સૌથી ઉપર રહેશે. આ માટે પ્રશાસક પ્રફુલ પટેલ અનેક ફેરફારો આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે કર્યા છે.

વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન અહીંની સુંદર સવારની તાજગીના અહેસાસને લઈ વાત કરી હતી. તેઓએ લક્ષદ્વીપની સુંદરતાને શબ્દોમાં વર્ણવી ના શકાય એવી અદ્બૂત ગણાવી હતી.