હજારોની સંખ્યામાં ખેડૂતો રામલીલા મેદાન પહોંચ્યા, જાણો શું છે ખેડૂતોની માગ અને પ્રોફેસર સ્વામીનાથન અને તેમની ભલામણો
દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતોની આ મહાપંચાયત ચાલી રહી છે, જ્યાં સવારથી ખેડૂતો મોટી સંખ્યામાં બસ અને અન્ય વાહનોમાં પહોંચી રહ્યા છે. જેના માટે રાજધાની દિલ્હીમાં આજે સવારથી જ કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. ત્યારે ચાલો જાણીએ કે પ્રોફેસર સ્વામીનાથન અને તેમની ભલામણો શું છે અને આજે કેમ રામલીલા મેદાનમાં મહાપંચાયત ખેડૂતો કરી રહ્યા છે.
દેશની રાજધાની દિલ્હીમાં આજે દેશના વિવિધ ભાગોના ખેડૂતોની મહાપંચાયત ચાલી રહી છે, જેનું નેતૃત્વ સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવી રહ્યું છે. દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતોની આ મહાપંચાયત ચાલી રહી છે, જ્યાં સવારથી ખેડૂતો મોટી સંખ્યામાં બસ અને અન્ય વાહનોમાં પહોંચી રહ્યા છે. જેના માટે રાજધાની દિલ્હીમાં આજે સવારથી જ કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. ત્યારે ચાલો જાણીએ કે પ્રોફેસર સ્વામીનાથન અને તેમની ભલામણો શું છે અને આજે કેમ રામલીલા મેદાનમાં મહાપંચાયત ખેડૂતો કરી રહ્યા છે.
આ પણ વાંચો: Auction Today : અમદાવાદના બાકરોલમાં શિવશકિત એન્ટરપ્રાઇઝની પ્લાન્ટ અને મશીનરીની ઇ- હરાજી
રામલીલા મેદાનમાં ખેડૂતો એકઠા થયા
કહેવાય છે કે એકતામાં તાકાત હોય છે અને ખેડૂતો પણ એક થઈને રામલીલા મેદાનમાં એકઠા થઈ રહ્યા છે. સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂતોના જૂથો એકત્ર થઈ રહ્યા છે અને મહાપંચાયતનો ભાગ બની રહ્યા છે. ખેડૂતોની આ ગર્જનાને હળવાશથી ન લેવી જોઈએ અને રદ્દ કરાયેલા 3 કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધને પણ ભૂલવો જોઈએ નહીં. ખેડૂતોની મહાપંચાયતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ ભાગ લીધો છે.
દિલ્હીમાં કિસાન મહાપંચાયત કેમ થઈ રહી છે?
સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં રામલીલા મેદાનમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે SKMએ દેશભરના ખેડૂતોને આ મહાપંચાયતમાં ભાગ લેવાની અપીલ કરી હતી. જણાવી દઈએ કે આ મહાપંચાયતનું આયોજન લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદાકીય ગેરંટી અને ખેડૂતોની સમસ્યાઓને લઈને કરવામાં આવી રહ્યું છે.
કિસાન મોરચાના નેતા દર્શન પાલનું કહેવું છે કે કેન્દ્ર સરકારે 9 ડિસેમ્બર, 2021ના રોજ લેખિત આશ્વાસન આપ્યું હતું, જેને સરકારે જલદી પૂરું કરવું જોઈએ, સાથે જ ખેડૂતોની સમસ્યાઓ ઘટાડવા માટે કડક પગલાં લેવા જોઈએ. ત્યારે સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર દ્વારા રચાયેલી MSP પરની સમિતિને ભંગ કરવાની અપીલ કરી છે. આ ઉપરાંત ખેડૂતોની માંગણીઓમાં પેન્શન, લોન માફી, ખેડૂત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા લોકોને વળતર અને વિજળીના બિલ પરત લેવાનો પણ સમાવેશ થાય છે.
જાણીએ કોણ છે પ્રોફેસર સ્વામીનાથન અને તેમની ભલામણો
પ્રોફેસર એમ. એસ. સ્વામીનાથનને ભારતમાં હરિત ક્રાંતિના જનક માનવામાં આવે છે. તમિલનાડુના સ્વામીનાથન છોડના જેનેટિક વૈજ્ઞાનિક છે. તેમના વડપણ હેઠળ નવેમ્બર 2004ના રોજ ફાર્મર કમિશન બનાવવામાં આવ્યું હતું. કમિશન ઓક્ટોબર 2006માં પોતાનો રિપોર્ટ આપી દીધો હતો. પરંતુ અત્યાર સુધી તેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો નથી.
કઇ-કઇ છે કમિશનની ભલામણો
- પાકની ઉત્પાદન કિંમતથી 50 ટકા વધારે કિંમત ખેડૂતોને આપવામાં આવે.
- ખેડૂતોના સારી ગુણવત્તાનું બિયારણ ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે.
- ગામડાઓમાં ખેડૂતોની મદદ માટે ગ્રામ્ય માહિતી કેન્દ્ર (વિલેજ નોલેજ સેન્ટર) બનાવવામાં આવે.
- મહિલા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ બહાર પાડવામાં આવે.
- ખેડૂતો માટે કૃષિ જોખમ ફંડ ઉભું કરવામાં આવે, જેના કારણે કુદરતી આફતના સમયે ખેડૂતોની મદદ કરી શકાય.
- સરપ્લસ તેમજ પડતર જમીનના ટુકડાઓનું વિતરણ કરવામાં આવે.
- ખેતીલાયક જમીન તેમજ જંગલની જમીનને બિન-ખેતીના ઉદેશ્ય માટે કોર્પોરેટ્સને સોંપવામાં ન આવે.
- પાક વીમાની સુવિધા આખા દેશમાં દરેક પાક માટે આપવામાં આવે.
- દરેક ગરીબ અને જરૂરિયાતમંદ ખેડૂત માટે ખેતી કરજની વ્યવસ્થા કરવામાં આવે.
- સરકારની મદદથી ખેડૂતોને આપવામાં આવતા કરજ પર વ્યાજદર ઘટાડીને ચાર ટકા કરવામાં આવે.
- કુદરતી આફતના સમયમાં પરિસ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી કરજ વસુલાત અને વ્યાજ વસુલાતમાં રાહત ચાલુ રહે.
- સતત કુદરતી આફતના સમયમાં ખેડૂતોની મદદ માટે એક અગ્રિકલ્ચર રિસ્ક ફંડ ઉભું કરવામાં આવે.