ખરગેએ ફરી કર્યા પીએમ મોદીની યાત્રા પર સવાલ, કહ્યું લક્ષદ્વીપ જઈ શકે છે પરંતુ મણિપુર નહીં

|

Jan 06, 2024 | 8:13 PM

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ફરી પીએમ મોદીની યાત્રા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ કે આ સરકાર સરમુખત્યારશાહી તરફ જઈ રહી છે. ખરગેએ પીએમ મોદી પર અને વાક્બાણ છોડ્યા જેમા પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસને લઈને પણ અનેક સવાલ કર્યા.

ખરગેએ ફરી કર્યા પીએમ મોદીની યાત્રા પર સવાલ, કહ્યું લક્ષદ્વીપ જઈ શકે છે પરંતુ મણિપુર નહીં

Follow us on

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ આજે મીડિયા સાથે રૂબરૂ થયા. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું પ્રતિક ચિહ્ન અને સૂત્ર લોંચ કર્યુ. આ સમયે ખરગેની સાથે પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશ અને કેસી વેણુગોપાલ પણ હાજર રહ્યા.

ખરગેએ જણાવ્યુ કે અમીર ગરીબની ખાઈ વધી રહી છે. અને જાતિગત વસ્તીગણતરી થઈ નથી રહી. ખરગેએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી આ બંને મુદ્દાઓને ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ઉઠાવશે. કોંગ્રેસની યાત્રામાં સામેલ થવા માટે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ, સિવિલ સોસાયટી સહિત સમાજના દરેક વર્ગના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદી પર ખરગેના પ્રહાર

ખરગેએ કહ્યુ કે અમારે યાત્રા એટલા માટે કાઢવી પડે છે કારણ કે અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. તેમણે ઉમેર્યુ કે સંસદમાં અમે આ મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો તો ઉલ્ટા 146 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. કોંગ્રેસ અધ્યક્ષે પીએમ મોદી પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે પીએમ મોદીએ રાજ્યસભામાં એકાદ વાર આવવાનું પણ યોગ્ય ન ગણ્યુ ખબર નહીં અમારાથી શું નારાજગી છે.

ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે શ્રમીકોના નવા કાયદા દ્વારા સરકાર બોન્ડેડ લેબર બનાવવા માગે છે. મોદી સરકાર શ્રમિકોને માલિકોના કંટ્રોલમાં લાવવા માગે છે. ખરગેએ ત્યાં સુધી કહ્યુ કે તેઓ દેશને સરમુખત્યારશાહી તરફ લઈ જવા માગે છે.

આ પણ વાંચો: ભાજપના રામ મંદિર નેરેટિવનો સામનો કરવા કોંગ્રેસેની નવી રણનીતિ, ભારત જોડો ન્યાય યાત્રામાં ગણાવશે સરકારની ખામીઓ

આ મહાપુરુષ મણિપુર કેમ નથી જતા?

ખરગે વધુમાં જણાવ્યુ કે આજે મણિપુરની સ્થિતિ ખરાબ છે. પરંતુ પીએમ મોદી ક્યારેક સમુદ્ર કિનારે, ક્યારેક કેરલમાં તો ક્યારેક જ્યાં મંદિર નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે ત્યાં જઈ ફોટો પડાવે છે. સવારે ઉઠતા જ ભગવાનના દર્શનની જેમ તેમના દર્શન થાય છે પરંતુ આ મહાપુરુષ મણિપુર કેમ નથી જઈ રહ્યા. શું મણિપુર આ દેશનો હિસ્સો નથી ? ખરગે ભારે તીખી પ્રતિક્રિયા આપતા પીએમ મોદીની યાત્રાઓ પર નિશાન સાધ્યુ.

દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article