ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ, સ્થિતિ પૂર્વવર્ત થતાં વાહન વ્યવહાર શરૂ કરાશે

જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લાના બનિહલ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટ્રાફિક માટે બંધ કરાયો છે. શનિવારે સવારે ભારે વરસાદ અને રામબન જિલ્લાના બનિહલ ખાતે ભૂસ્ખલનના કારણે હાઇવે બંધ થઈ ગયો છે.

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ, સ્થિતિ પૂર્વવર્ત થતાં વાહન વ્યવહાર શરૂ કરાશે
Chandrakant Kanoja

| Edited By: Utpal Patel

Feb 27, 2021 | 5:35 PM

Jammu Kashmir ના રામબન જિલ્લાના બનિહલ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટ્રાફિક માટે બંધ કરાયો છે. શનિવારે સવારે ભારે વરસાદ અને રામબન જિલ્લાના બનિહલ ખાતે ભૂસ્ખલનના કારણે હાઇવે બંધ થઈ ગયો છે.

બનિહલમાં શનિવારે સવારે 3 વાગ્યાની આસપાસ અચાનક ભારે વરસાદ પડ્યો

Jammu Kashmir  ના બનિહલ વિસ્તારમાં શનિવારે સવારે 3 વાગ્યાની આસપાસ ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે પહાડ પરથી ભારે પથ્થરો અને કાટમાળ હાઇવે પર પડ્યો હતો. આ દરમિયાન શનિવારે સવારે વરસાદ પડતાંની સાથે જ ભૂસ્ખલનના કાટમાળને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

એકવાર રસ્તાની હાલત સુધરે છે પછી ટ્રાફિક પુન સ્થાપિત કરવામાં આવશે

ટ્રાફિક કંટ્રોલ યુનિટ રામબનના અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુથી શ્રીનગર જવા માટે જે ટ્રાફિક હતો. તેને હાલ અટકાવવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાઈવે બંધ હોવાને કારણે  રામબન , ચંદ્રકોટ, ઉધમપુર અને નગરોટા સહિતના અનેક સ્થળોએ વાહનો અટકાવાયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે માર્ગની હાલત સુધરતાં જ વાહનોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati