કોરોના વાયરસની વિરૂદ્ધ જંગ લડનારા યોદ્ધાઓને આજે ભારતીય સેનાએ ખાસ અંદાઝમાં સલામી આપી છે. સેના તે હોસ્પિટલો પર હેલિકોપ્ટરથી ફૂલ વરસાવી રહી છે. જ્યાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સારવાર થઈ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું કે અમે તમામ કોરોના યોદ્ધાઓનો આભાર માનીએ છે. ડૉક્ટર્સ, નર્સ, સફાઈકર્મી, પોલીસ, હોમગાર્ડ, ડિલિવરી બોય અને મીડિયા સરકારનો સંદેશ જનતા સુધી પહોંચાડી રહ્યા છે.
આ ખાસ નજારો જોવા માટે સમગ્ર મેડિકલ સ્ટાફ પરિસરમાં આવી ગયો હતો અને તે લોકોએ તાળીઓ વગાડીને જવાનોના અભિવાદનનો સ્વીકાર કર્યો. ત્યારે અમદાવાદની સોલા સિવિલ પર પણ સેનાએ કોરોના યોદ્ધાઓનું ફૂલ વરસાવી અભિવાદન કર્યુ હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 7:11 am, Sun, 3 May 20