ભારત ફરી કરશે નવાજૂની ? સુરક્ષા એજન્સીને મળ્યા મહત્વના ઈનપુટ, જમ્મુ કાશ્મીરના આતંકી હુમલના તાર પાકિસ્તાનમા

ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા કેસની હાથ ધરેલ તપાસમા મહત્વના ઈનપુટ મળ્યા છે. તાજેતરમાં આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ મૂળ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કાસુર જિલ્લાના શાંગામંગા ગામનો રહેલાસી છે. તેનો એક સાથી હાલમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિ ફેલાવવામાં વ્યસ્ત છે. સુરક્ષા એજન્સીએ આ આતંકવાદીને કોઈ પણ હિસાબે ઝડપી પાડવા માટે કમર કસી છે.

ભારત ફરી કરશે નવાજૂની ? સુરક્ષા એજન્સીને મળ્યા મહત્વના ઈનપુટ, જમ્મુ કાશ્મીરના આતંકી હુમલના તાર પાકિસ્તાનમા
Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2024 | 3:25 PM

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો થયો છે. ખાસ કરીને આ વખતે જમ્મુ પ્રાંતમાં આતંકી ઘટનાઓ વધુ થવા પામી છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં સામેલ સુરક્ષા એજન્સીઓને કેટલાક મહત્વપૂર્ણ ઈનપુટ મળ્યા છે. ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, જમ્મુ ક્ષેત્રમાં થયેલ તમામ આતંકી ઘટનાઓ પાછળ લશ્કર-એ-તૈયબાના પ્રશિક્ષિત આતંકવાદી સાજીદ સફીઉલ્લાહ જટ્ટનો હાથ છે.

ગુપ્તચર સંસ્થાઓને મળેલ ઈનપુટ અનુસાર સાજીદ જટ્ટ હાલમાં પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં પોતાના બેઝ કેમ્પમાં રહે છે. સાજીદ જટ્ટ લાંબા સમયથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સક્રિય છે. તેની ભારતીય મૂળની પત્ની પણ તેની સાથે ઈસ્લામાબાદમાં જ રહે છે. એવું માનવામાં આવે છે કે સાજિદ ગયા મહિને રિયાસીમાં શિવખોડીના શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર થયેલા આતંકવાદી હુમલામાં પણ સામેલ હતો, આ હુમલામાં 9 લોકો માર્યા ગયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા.

સાજિદ ભારતમાં ઘૂસણખોરી કરાવે છે

ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યાનુંસાર, સાજિદ જટ્ટ હાલમાં લશ્કર-એ-તૈયબા માટે આતંકીઓની ભરતીનું કામકાજ સંભાળી રહ્યો છે. જ્યારે,  સરહદ પારથી ભારતમાં આતંકવાદીઓને ઘુસાડવા માટે લશ્કર એ તૈયબાનું કાર્ય પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. સાજિદ જટ્ટ વિશે કહેવાય છે કે તે લશ્કર એ તૈયબાનો ઓપરેશનલ કમાન્ડર પણ છે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

લશ્કર એ તૈયબા, ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી રહ્યું છે અને ભારતમાં આતંકવાદી હુમલાઓ માટે તેમને આર્થિક મદદ પણ કરી રહ્યું છે. લશ્કર એ તૈયબાએ ભારતમાં આતંકવાદી પ્રવૃતિ માટે ટેરર ​​ફંડિંગની જવાબદારી પણ સાજિદને સોંપી છે. સાજિદ જટ્ટ છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ કાશ્મીરના ખીણ પ્રદેશમાં થયેલા આતંકવાદી હુમલા સાથે જોડાયેલો છે.

NIAની વોન્ટેડ લિસ્ટમાં સાજિદનો સમાવેશ

ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે, સાજિદનો એક સહયોગી કાસિમ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં હાલ સક્રિય છે અને સુરક્ષા દળો દ્વારા તેની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પણ સાજિદ જટ્ટ પર રૂપિયા 10 લાખનું ઈનામ જાહેર કર્યું છે. તેનું નામ NIAની વોન્ટેડ લિસ્ટમાં નોંધાયેલું છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના જણાવ્યા અનુસાર, સાજિદ જટ્ટ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કાસુર જિલ્લાના શાંગામંગા ગામનો મૂળ રહેવાસી છે. સાજિદના કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સાથે ગાઢ સંબંધો છે.

કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">