‘હું સ્વર્ગમાં મજા કરી રહ્યો છું…’ હત્યાના આરોપીએ જેલમાંથી શેર કર્યો લાઈવ વીડિયો

યુપીની બરેલી જેલમાં બંધ હત્યાના આરોપીએ સોશિયલ મીડિયા પર લાઈવ વીડિયો હોસ્ટ કર્યો હતો. આ મામલે ફરિયાદ બાદ જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસના આદેશ આપ્યા હતા. તપાસ બાદ 3 જેલ વોર્ડરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

'હું સ્વર્ગમાં મજા કરી રહ્યો છું...' હત્યાના આરોપીએ જેલમાંથી શેર કર્યો લાઈવ વીડિયો
Murder accused had shared live video
Follow Us:
| Updated on: Mar 30, 2024 | 12:39 PM

Bareilly News: હત્યાના આરોપીઓ પાસે જેલમાં મોબાઈલ ફોન હોવાના કેસની તપાસ કર્યા બાદ જેલ પ્રશાસને બરેલી સેન્ટ્રલ જેલના ત્રણ જેલ વોર્ડરને સસ્પેન્ડ કરી દીધા છે. હત્યાના આરોપીએ જેલમાંથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ કર્યું હતું. આ પછી જ્યારે આ વીડિયો વાયરલ થયો તો આ મામલાની ફરિયાદ અધિકારીઓને કરવામાં આવી. ફરિયાદ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

એજન્સી અનુસાર, બરેલી સેન્ટ્રલ જેલમાં બંધ હત્યાના આરોપી આસિફે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ વીડિયો હોસ્ટ કર્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. બે મિનિટના વીડિયોમાં આસિફને એવું કહેતા સાંભળી શકાય છે કે હું સ્વર્ગમાં છું અને તેનો આનંદ માણી રહ્યો છું.

જેલના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (DIG) કુંતલ કુમારે જણાવ્યું કે ત્રણ જેલ વોર્ડર રવિશંકર દ્વિવેદી, હંસ જીવ શર્મા અને ગોપાલ પાંડેને શુક્રવારે ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડેપ્યુટી જેલર કિશન સિંહ બલદિયાને જેલ હેડક્વાર્ટર લખનઉ સાથે જોડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ ઘટના અંગે જેલર વિજય કુમાર રાય અને નીરજ કુમાર પાસેથી લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

તપાસ દરમિયાન બેરેકની તલાશીમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. જેલમાં રહેલા આસિફ પર 2 ડિસેમ્બર, 2019ના રોજ શાહજહાંપુરના સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર બાંધકામ વિભાગના કોન્ટ્રાક્ટર રાકેશ યાદવની ગોળી મારીને હત્યા કરવાનો આરોપ છે. આ કેસમાં અન્ય આરોપી રાહુલ ચૌધરી પણ આરોપી હતો. બંને બરેલી સેન્ટ્રલ જેલમાં બંધ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">