Breaking News: Odishaના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ, અત્યાર સુધીમાં 233ના મોત
ઓડિશાના બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલસામાન ટ્રેન અકસ્માતના સમાચાર છે. આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900 લોકો ઘાયલ થયા છે. બચાવકર્મીઓ ફસાયેલા લોકોને બચાવવામાં લાગેલા છે.
ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના(Coromandel Express Train)માં અત્યાર સુધીમાં 233 લોકોના મોત થયા છે, જ્યારે 900 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પીએમઓએ ઘાયલોને 50-50 હજારની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઓડિશાના બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલસામાન ટ્રેન અકસ્માતના સમાચાર છે. આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900 લોકો ઘાયલ થયા છે. બચાવકર્મીઓ ફસાયેલા લોકોને બચાવવામાં લાગેલા છે.
Death toll rises to 233 in the horrific train accident in Odisha’s Balasore: Odisha Chief Secretary Pradeep Jena pic.twitter.com/wvTKFA9c2R
— ANI (@ANI) June 3, 2023
ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે સાંજે કોરોમંડલ એક્સપ્રેસની માલસામાન ટ્રેન સાથે અથડામણમાં 900 લોકો ઘાયલ થયા છે અને 233 લોકોના મોત થયા છે. ચેન્નાઈ જતી સુપરફાસ્ટ ટ્રેનના પલટી ગયેલા કોચમાં ઘણા મુસાફરો ફસાયા હોવાની આશંકા છે. દક્ષિણ રેલ્વેના સીપીઆરઓએ જણાવ્યું કે અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા છે. આ સાથે જ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મૂર્મુ એ ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ દર્દનાક અકસ્માતમાં 233 લોકોના મોત છે અને 900 લોકો ઘાયલ થયા છે. પહેલા 50 અને પછી 70 મુસાફરોના મોતની માહિતી હતી, મોડી રાત્રે આ સંખ્યા વધીને 120 થઈ ગઈ હતી. તેમજ 350 થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ હતા. જો કે બચાવ કામગીરી ચાલી રહી છે અને મૃતકોની સંખ્યા વધી રહી છે.
ઘાયલોને સોરો સીએચસી, ગોપાલપુર સીએચસી અને ખંટાપાડા પીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ રૂટ પરની તમામ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. મૃત્યુઆંક વધી શકે છે. હાલ રાહત અને બચાવ માટે NDRFની 5 ટીમો વહીવટીતંત્ર સાથે એકઠી થઈ છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે લોકોને લઈ જવા માટે લગભગ 50 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. પરંતુ ઘાયલોની સંખ્યા ઘણી વધારે છે. એટલા માટે ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે મોટી સંખ્યામાં બસો ઉભી કરવામાં આવી હતી.
#WATCH | Coromandel Express derails near Bahanaga station in Balasore, Odisha. pic.twitter.com/9Lk2qauW9v
— ANI (@ANI) June 2, 2023
મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે છે. આ સિવાય રેસ્ક્યુ ફોર્સના 600-700 જવાનો કામ કરી રહ્યા છે. તમામ હોસ્પિટલો સહકાર આપી રહી છે. અમારી તાત્કાલિક ચિંતા પીડિતોને બચાવવાની છે. આ અકસ્માતમાં કુલ ત્રણ ટ્રેનો અથડાઈ હતી. મળતી માહિતી મુજબ, SMVB-હાવડા એક્સપ્રેસ (12864), કોરોમંડલ એક્સપ્રેસ અને ગુડ્સ ટ્રેન વચ્ચે ટક્કર થઈ હતી. પહેલા હાવડા એક્સપ્રેસ માલસામાન ટ્રેન સાથે અથડાઈ, પછી માલસામાન ટ્રેન કોરોમંડલ સાથે અથડાઈ.