AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 ઓગસ્ટના મહત્વના સમાચાર : કચ્છના આદિપુરમા બે બાળકોના નર્મદા કેનાલમાં ડુબી જવાથી મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2024 | 8:58 PM
Share

Independence Day Parade 2024 Live Updates : આજે 15 ઓગષ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

15 ઓગસ્ટના મહત્વના સમાચાર : કચ્છના આદિપુરમા બે બાળકોના નર્મદા કેનાલમાં ડુબી જવાથી મોત

દેશભરમાં આન, બાન અને શાન સાથે 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી થઇ રહી છે. PM મોદીએ સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો છે. તેઓ વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરશે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેશવાસીઓને 78માં સ્વાતંત્ર્ય પર્વની આપી શુભેચ્છા. તો PMએ રાજઘાટ પર બાપુને આપી શ્રદ્ધાંજલિ. નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી. CM ભૂપેન્દ્ર પટેલ લહેરાવશે રાષ્ટ્રધ્વજ. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર જોવા મળશે.  વલસાડ, સુરત બાદ હવે નવસારીના જલાલપોર સમુદ્ર કાંઠેથી 50 ડ્રગ્સના પેકેટ મળ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ ડ્રગ્સની કિંમત કરોડોમાં છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનરનો નાગરિકો સાથે ઉદ્ધાતાઈભર્યા વર્તનનો વીડિયો વાયરલ થયો છે. રજૂઆત કરવા આવેલા નાગરિક સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની રકઝક થઇ.  જમ્મુના ડોડામાં અથડામણમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ. સેનાના કેપ્ટન શહીદ થયા છે, તો 4 આતંકવાદી ઠાર થયા છે. દિલ્લીમાં સુરક્ષા એજન્સીઓની બેઠક મળી

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Aug 2024 08:58 PM (IST)

    દાહોદના દેવગઢબારિયામાં ગુમ થયેલ પરિણીતાનો મળ્યો મૃતદેહ

    દાહોદના દેવગઢબારિયામાં બે દિવસ પૂર્વે ગુમ થયેલ પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો છે. બે દિવસ પહેલા ઘરથી બહાર નીકળ્યા બાદ પરિણીતા ગુમ થઈ હતી. પંચેલા ગામે જૂના પોલીસ સ્ટેશન પાછળથી પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો છે. વરસાદી પાણીથી ભરેલા ખાડામાંથી પરિણીતાનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

  • 15 Aug 2024 08:16 PM (IST)

    લોકસભા વિપક્ષનું પદએ બંધારણીય પદ નથી, પરંતુ કરોડો ભારતીયોનો અવાજ છે- રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીએ કહ્યું કે લોકસભા વિપક્ષના નેતા, એ માત્ર બંધારણીય પદ નથી પરંતુ તે કરોડો ભારતીયોનો અવાજ છે. વિપક્ષના નેતા તરીકે, હું મારી પ્રથમ જવાબદારી માનું છું કે, ભારતના ગરીબો, વંચિતો અને પીડિતોની દુર્દશા સાંભળવી, તેમની સમસ્યાઓ સમજવી અને તેમના ઉકેલો શોધવાની છે.

  • 15 Aug 2024 08:11 PM (IST)

    પીએમ મોદીએ અમને પ્રોત્સાહિત કર્યાઃ મીરાબાઈ ચાનુ

    દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળ્યા બાદ ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ કહ્યું, “ખૂબ સારું લાગ્યું, તેમણે અમારા બધા સાથે વાત કરી, અમને પ્રોત્સાહિત કર્યા. ઓલિમ્પિક માટે રવાના થતા પહેલા પણ તેઓ અમને મળ્યા હતા. અમારા માટે એ બહુ મોટી વાત છે કે, તેઓ જતા પહેલા પણ અમને મળ્યા અને પાછા આવ્યા પછી પણ અમારું સ્વાગત કર્યું. ભલે અમે મેડલ જીતીએ કે ન જીતીએ, પણ તેમણે અમને પ્રોત્સાહિત કર્યા. ખેલાડી માટે આ બહુ મોટી વાત છે.”

  • 15 Aug 2024 08:09 PM (IST)

    પીએમ મોદીએ મેચની માહિતી લીધીઃ મનદીપ સિંહ

    ભારતીય હોકી ખેલાડી મનદીપ સિંહે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરતાં કહ્યું કે, “પીએમને મળીને ખૂબ જ આનંદ થયો, તેમણે ખૂબ જ ખુલીને વાત કરી. તેમણે અમને સ્પોર્ટ્સ અને ઓલિમ્પિક મેચ વિશે પૂછ્યું. “અમે તેમને તમામ ખેલાડીઓની સહી વાળી હોકી સ્ટીક ભેટમાં આપી.”

  • 15 Aug 2024 08:08 PM (IST)

    ઢાકામાં ઓટોરિક્ષા ડ્રાઇવરના મોત મામલે શેખ હસીના સહિત 11 સામે કેસ

    બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. રાજધાનીના શેર-એ-બાંગ્લા નગર પોલીસ સ્ટેશનમાં શહાબુદ્દીન નામના ઓટોરિક્ષા ચાલકના મૃત્યુ મામલે પૂર્વ વડાપ્રધાન હસીના સહિત 11 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ અબુલ કમલ નામના વ્યક્તિએ ગુરુવારે ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બેગમ ફરાહ દીબા ચંદા કોર્ટમાં દાખલ કર્યો હતો.

  • 15 Aug 2024 07:44 PM (IST)

    સુરેન્દ્રનગરમાં 17 વર્ષ બાદ ફરી શરુ થઈ સિટી બસ સેવા, 7 રૂપિયાના ભાડામાં કરી શકાશે મુસાફરી

    સુરેન્દ્રનગરમાં 17 વર્ષ બાદ ફરી એકવાર સિટી બસ સેવા શરુ થઈ છે. પ્રવાસન પ્રધાન મુળુ બેરાએ 8 સીટી બસોનું આજે લોકાર્પણ કર્યું હતું. આ સિટી બસમાં માત્ર સાત રૂપિયાના ભાડાથી મુસાફરી કરી શકશે. 17 વર્ષ બાદ શરુ થયેલ સિટી બસ, વઢવાણથી રતનપર, જોરાવરનગર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોના રુટ નક્કી કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં શરૂ થયેલી સિટી બસમાં રક્ષાબંધન સુધી બહેનોને મફત મુસાફરી કરાવવામાં આવશે.

  • 15 Aug 2024 07:34 PM (IST)

    કચ્છના આદિપુરમા બે બાળકોના નર્મદા કેનાલમાં ડુબી જવાથી મોત

    કચ્છના આદિપુરમા બે બાળકોના નર્મદા કેનાલમાં ડુબી જવાથી મોત થયા છે. બે મિત્રો સાયકલ ચલાવતા નર્મદા કેનાલ પાસે પહોંચ્યા હતા. કેનાલમાં નાહવા ઉતરતા બન્ને બાળકો ડૂબ્યા હતા.  12 અને 16 વર્ષના બાળકના મોત થતા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ફાયરબ્રિગેડની ટીમે બાળકોને બહાર કાઢયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ બન્નેના મોત થયા હતા.

  • 15 Aug 2024 07:32 PM (IST)

    બોટાદનો હીરા ઉદ્યોગ હનુમાનજીના શરણે, ધજા ચડાવીને મંદીમાંથી ઉગારવા કરશે પ્રાર્થના

    બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગમાં પ્રવર્તી રહેલ મંદીને લઈ વેપારીઓ જશે હનુમાન દાદાના શરણે જશે. હીરા ઉદ્યોગમાં સતત લાંબા સમયથી મંદીનું વાતાવરણ રહેલું છે. જેના કારણે હીરા વેપારી સહિત રત્ન કલાકાર પરેશાન છે. આગામી શનિવારના રોજ બોટાદથી સાળંગપુર સુધી પગપાળા હીરા વેપારી, કારખાનાના માલિકો, રત્ન કલાકાર આશરે 3 હજાર લોકો ડી.જે.વગાડતા વગાડતા દાદાના દરબારમાં જઈને મંદીમાંથી ઉગારવાની પ્રાર્થના કરશે. હનુમાનજી દાદાને ધજા ચડાવી દાદાને મંદીમાંથી મુક્તિ અપાવવા કરાશે પ્રાર્થના. બોટાદ જિલ્લામાં નાના મોટા મળી કુલ 1500 જેટલા કારખાનામાં મહિલા સહિત 70 હજાર જેટલા લોકો રોજગારી મેળવી રહ્યા છે.

  • 15 Aug 2024 05:21 PM (IST)

    સુરતના કીમ ખાતે  દંપતીએ ટ્રેન નીચે પડતુ મુક્યું, પતિનુ મોત, પત્નીને ગંભીર ઈજા

    સુરતના કીમ ખાતે  દંપતીનો આપઘાતનો પ્રયાસ, પતિનુ મોત થયું છે જ્યારે પત્નીને ગંભીર ઈજા પહોચી છે. કીમ રેલવે સ્ટેશન નજીક એક્સપ્રેસ ટ્રેન નીચે દંપતીએ પડતું મૂક્યું હતું. પહેલા પતિએ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. પતિની પાછળ જીવન ટુંકાવવા દોડી રહેલ પત્ની ઇજાગ્રસ્ત થઈ છે. ટ્રેન ચાલકે બ્રેક મારતા ટ્રેન ધીમી થતા પત્નીને માથાના ભાગે ઇજા પહોંચી હતી. પરપ્રાંતીય દંપતી ઓલપાડના કુડસદ ગામના મુન્ના એજન્સીમાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

  • 15 Aug 2024 04:14 PM (IST)

    સુરતમાંથી નકલી IPS અધિકારી ઝડપાયો

    સુરતની કામરેજ પોલીસે નકલી IPS અધિકારીને ઝડપી લીધો છે. ઝડપાયેલ ઇસમ પ્રદીપ પટેલે, સમીર જમાદાર નામના વ્યક્તિને કામરેજના વલથાન નજીક આવેલ તોરણ હોટેલમાં ભાગીદારી કરવા કહ્યું હતું. બાદમાં 23 લાખ રૂપિયા પડાવી લીધા હતા. 23માંથી 11 લાખ પરત ન કરતા સમીરભાઈએ કામરેજ પોલીસને જાણ કરી હતી. કામરેજ પોલીસે ફરિયાદના આધારે પ્રદીપ પટેલને ઝડપી લીધો છે. ઝડપાયેલ પ્રદીપે ફરિયાદી સમીર ભાઈને પોતે IPS ઓફિસર હોવાની ઓળખ આપી હતી. નકલી IPS બની ફરતા પ્રદીપ પટેલે અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાની પોલીસને શંકા છે.

  • 15 Aug 2024 03:05 PM (IST)

    ધારાસભ્યે હાઈકોર્ટમાં અરજી કરી કહ્યું-અમારી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે

    ધારાસભ્યની પોતાના મત વિસ્તારની નગરપાલિકામાં જ ભ્રષ્ટાચારના આરોપ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. કુતિયાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. સરકારી ગ્રાન્ટના મિસ મેનેજમેન્ટ અને કથિત ભ્રષ્ટાચારના આરોપ પણ કર્યા છે. કુતિયાણા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ પિટિશનમાં કરવામાં આવી છે. આંગણવાડી, પબ્લિક પાર્ક માટે ફાળવાયેલા નાણાંમા ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીના નિર્દેશની માંગ સાથે અરજી કરાઈ છે. ધારાસભ્ય કાંધલ જાડેજાની અરજી પર હાઈકોર્ટે સંબધિત પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરીને વધુ સુનાવણી આગામી 28 ઓગસ્ટના હાથ ધરાશે.

  • 15 Aug 2024 03:00 PM (IST)

    મેઘરજના ડામોરડૂંઢા ગામના કુવામાંથી માનવ શરીરના અવશેષો મળ્યા

    મેઘરજના ડામોરડૂંઢા ગામના કુવામાંથી માનવ શરીરના અવશેષો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. માનવ અવશેષ ડામોરડૂંઢા ગામના જ 60 વર્ષીય ધુળાભાઈ ડામોરના હોવાનું બહાર આવ્યું છે. ડાભી ફળિયામાં રહેતા ધુળા ડામોર ત્રણ માસથી ગુમ હતા. મોડાસા ફાયર વિભાગના કર્મીઓએ માનવ અવશેષ બહાર કાઢ્યા હતા. મેઘરજ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. માનવ શરીરના અવશેષ અલગ અલગ ભાગો કૂવામાં છુટા પડ્યા હતા. હજુ પણ શરીરના અવશેષોની કુવામાં હોવાની સંભાવનાએ ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી છે.

  • 15 Aug 2024 02:55 PM (IST)

    પીએમ મોદી, પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓને મળ્યા, જુઓ વીડિયો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેનાર ભારતીય ટુકડીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

  • 15 Aug 2024 02:29 PM (IST)

    સુરત: હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે લૂંટ

    સુરત: હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે લૂંટ થઇ છે. શહેરના વરાછા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે. ત્રણ રત્નકલાકરો સાથે મળી લૂંટ મચાવી. ત્રણ શખ્સોએ બે કારીગરને ધમકાવી લૂંટ ચલાવી. ચપ્પુની અણીએ 80 હજારના હીરાની ચોરી કરી, ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

  • 15 Aug 2024 01:08 PM (IST)

    અદાણી પોર્ટ મામલે કોંગ્રેસના આરોપને ગુજરાત સરકારે નકાર્યા

    અદાણી પોર્ટ મામલે કોંગ્રેસના આરોપને ગુજરાત સરકારે નકાર્યા છે. અદાણી મામલે કોંગ્રેસ નેતા જયરામ રમેશે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. નિયમો વિરુદ્ધ અદાણી માટે પોર્ટની સમયમર્યાદા વધાર્યાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાત સરકારે કોંગ્રેસના તમામ આરોપને નકાર્યા છે. નિયમો તમામ પોર્ટ સંચાલકો માટે એકસમાન હોવાનું સરકારે જણાવ્યું છે. અધિનિય મુજબ 50 વર્ષનો કોઈ મહત્તમ સમયગાળો ન હોવાની  સ્પષ્ટતા કરી. દેશના અન્ય રાજ્યોમાં 30 થી 99 વર્ષ સુધી પોર્ટ કન્સેશનનો લાભ મળે છે.

  • 15 Aug 2024 01:07 PM (IST)

    ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકરના ટીશર્ટ પર રાજનીતિ ગરમાઈ

    ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકરના ટીશર્ટ પર રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસ નેતાઓએ ટીશર્ટ ઉતરાવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદ પર કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યુ છે કે સત્તાનો દૂરુપયોગ કરી કોંગ્રેસ આગેવાનો સામે ફરિયાદ નોંધાવી છે. આવા ખોટા કેસ અંગ્રેજોએ ખૂબ કર્યા છે. ખોટા કેસ કરવામાં અંગ્રેજોનું શાસન જતું રહ્યું. જનતા યોગ્ય સમયે પોતાનો જવાબ આપશે.

  • 15 Aug 2024 01:06 PM (IST)

    રાજ્યમાં સૌ પ્રથમ ડ્રોન દ્વારા 5 ફૂટનો તિરંગો લહેરાવાયો

    રાજ્યમાં સૌ પ્રથમ ડ્રોન દ્વારા 5 ફૂટનો તિરંગો લહેરાવાયો છે. ગાંધીનગરના માણસામાં ચંદ્રાસર તળાવ ખાતે ઉજવણી કરવામાં આવી. સ્વાતંત્ર્ય પર્વમાં MLA જે.એસ. પટેલ સહિત અનેક લોકો હાજર હતા. નવનિર્મિત ચંદ્રાસર તળાવનું 23 ઓગસ્ટે લોકાર્પણ થવાનું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તળાવનું લોકાર્પણ કરશે. 11 કરોડના ખર્ચે નિર્મિત તળાવમાં વિવિધ 26 પ્રકારની સુવિધા આપવામાં આવશે. પાણીના સ્તરને ઉંચું લાવવા 4 પરકોલેશન વેલ પણ બનાવાયા છે.

  • 15 Aug 2024 12:20 PM (IST)

    જમ્મુ કાશ્મીર: આતંકીઓ વિરૂદ્ધ સેનાનું સર્ચ ઓપરેશન

    જમ્મુ કાશ્મીર: આતંકીઓ વિરૂદ્ધ સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. સેના અને પોલીસના જવાનો દ્વારા આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. ગાઢ જંગલોમાં 2થી 3 આતંકી છુપાયા હોવાની આશંકા છે. ઓપરેશનમાં સેનાના એક કેપ્ટન દીપક સિંહ શહીદ, એક આતંકી ઠાર થયા છે. આતંકી પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર અને દારૂગોળા મળ્યા છે. આતંકી પાસેથી AK 47, M-4 રાઈફલ અને 3 બેગ મળી આવ્યા છે.

  • 15 Aug 2024 12:17 PM (IST)

    દિવ્યાંગજનો માટે પ્રાથમિક સારવાર તાલીમની બ્રેઈલ લીપીમાં માર્ગદર્શિકા તૈયાર

    ગુજરાત રેડ ક્રોસ દ્વારા દરેક વર્ગના લોકો માટે અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે, ત્યારે રેડ ક્રોસ દ્વારા દ્રષ્ટિ દિવ્યાંગજનોની કુશળતામાં વધારો થાય અને અમુલ્ય માનવ જીવન બચાવવા માટેની કુશળતા તેઓ પ્રાપ્ત કરે તે માટે પ્રાથમીક સારવારની આ માર્ગદર્શિકા 15  ઓગસ્ટ નિમિત્તે લોકાર્પણ કરવામાં આવેલી છે. આ સાથે જ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા અંધજન મંડળના 30 દ્રષ્ટિ દિવ્યાંગજનો માટે સર્ટીફીકેટ તાલીમ યોજોઈ. જેમાં દ્રષ્ટિ દિવ્યાંગજનોએ સી.પી.આર., ચોકિંગ, રીકવરી પોઝીશન, અસ્થિભંગ, જેવા વિવિધ વિષયોની પ્રેક્ટીકલ તાલીમ મેળવી.

  • 15 Aug 2024 11:14 AM (IST)

    અમદાવાદ: નવનિર્મિત પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ કર્મીનો આપઘાત

    અમદાવાદ: નવનિર્મિત પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ કર્મીનો આપઘાત થયાના સમાચાર સામે આવ્યા છે. ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ ઇન્સાસ રાયફલથી આપઘાત કર્યો. જીતેન્દ્ર વાજા નામના પોલીસ કોન્સ્ટેબલને  બે દિવસ પહેલા જ નવી પોલીસ કમિશનર કચેરીમા ફરજ પર મુકાયા હતા. બે દિવસ પહેલા જ રાયફલ અને 20 જેટલા કારતૂસ આપ્યા હતા. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે.

  • 15 Aug 2024 10:03 AM (IST)

    ખેડામાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી

    ખેડામાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઇ રહી છે. રાજ્યકક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો. CM ભુપેન્દ્ર પટેલ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. ખેડાના નડિયાદ SRP ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો.

  • 15 Aug 2024 09:39 AM (IST)

    પીએમ મોદીએ વન નેશન વન ઈલેક્શન પર વાત કરી હતી

    પીએમ મોદીએ કહ્યું કે દેશને વન નેશન વન ઇલેક્શન માટે આગળ આવવું પડશે. ભારતની પ્રગતિ માટે આ સપનું પૂરું કરવું પડશે. હું તમામ પક્ષોને આગળ આવવા અપીલ કરું છું.

  • 15 Aug 2024 09:29 AM (IST)

    ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા એ સમયની જરૂરિયાત છે: પીએમ

    પીએમ મોદીએ કહ્યું કે ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા એ સમયની જરૂરિયાત છે. ધર્મના આધારે ભેદભાવથી મુક્તિ જરૂરી છે. પરિવારવાદ અને જાતિવાદથી મુક્તિ જરૂરી છે. આધુનિક સમાજમાં ખોટા કાયદાને કોઈ સ્થાન નથી.

  • 15 Aug 2024 09:28 AM (IST)

    પીએમ મોદીએ બાંગ્લાદેશ પર વાત કરી

    પીએમ મોદીએ કહ્યું કે દેશમાં કેટલાક લોકો ભ્રષ્ટાચારનો જયજયકાર કરી રહ્યા છે. તંદુરસ્ત સમાજ માટે આ ચિંતાનો વિષય છે. ભ્રષ્ટાચારીઓમાં ભયનું વાતાવરણ ઊભું કરવું જરૂરી છે. તેમની સામે કાર્યવાહી ચાલુ રહેશે. પીએમ મોદીએ કહ્યું કે બાંગ્લાદેશમાં જે પણ થયું તે ચિંતાનો વિષય છે. આશા છે કે ત્યાંની સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. ત્યાંના હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. ભારત ઇચ્છે છે કે પડોશી દેશો શાંતિના માર્ગ પર રહે. આવનારા દિવસોમાં બાંગ્લાદેશની વિકાસયાત્રામાં અમારી શુભકામનાઓ જ રહેશે.

  • 15 Aug 2024 09:17 AM (IST)

    ‘કેટલાક લોકો દેશની પ્રગતિ જોઈ શકતા નથી’

    પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો દેશની પ્રગતિ જોઈ શકતા નથી. આપણે આવા લોકોથી બચવું જોઈએ. તેઓ માત્ર પોતાના ફાયદા જુએ છે. આપણે નિરાશાવાદી તત્વોથી બચવું પડશે.

  • 15 Aug 2024 09:17 AM (IST)

    વૃત્તિ ધરાવતા વ્યક્તિને આકરી સજા થવી જોઈએઃ પીએમ મોદી

    PM નરેન્દ્ર મોદીએ કહ્યું, “…હું આજે ફરી એકવાર લાલ કિલ્લા પરથી મારી પીડા વ્યક્ત કરવા માંગુ છું. એક સમાજ તરીકે, આપણે મહિલાઓ પરના અત્યાચારો વિશે ગંભીરતાથી વિચારવું પડશે – તેની સામે આક્રોશ છે. હું આ ગુસ્સો અનુભવી શકું છું. દેશ, સમાજ, રાજ્ય સરકારોએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની સત્વરે તપાસ થવી જોઈએ, આ ભયંકર કૃત્ય કરનારાઓને વહેલી તકે કડકમાં કડક સજા મળવી જોઈએ. આત્મવિશ્વાસ કેળવવા માટે આ મહત્વપૂર્ણ છે. હું સમાજને એ પણ કહેવા માંગુ છું કે જ્યારે મહિલાઓ પર બળાત્કાર અને અત્યાચારની ઘટનાઓ બને છે ત્યારે તેની વ્યાપક ચર્ચા થાય છે, પરંતુ જ્યારે આવી રાક્ષસી વૃત્તિ ધરાવનાર વ્યક્તિને સજા કરવામાં આવે છે ત્યારે તે સમાચારોમાં જોવામાં આવતી નથી, પરંતુ માત્ર એક ખૂણે જોવામાં આવે છે. મર્યાદિત રહે છે. સમયની જરૂરિયાત એ છે કે સજા ભોગવનારાઓ પર વ્યાપક ચર્ચા થવી જોઈએ જેથી કરીને પાપ કરનારાઓ સમજે કે આનાથી મૃત્યુ થાય છે, મને લાગે છે કે આ ભય પેદા કરવો ખૂબ જ જરૂરી છે.

  • 15 Aug 2024 09:07 AM (IST)

    પીએમ મોદીએ મહિલાઓ પર થતા અત્યાચાર પર વાત કરી

    પીએમ મોદીએ કહ્યું કે દીકરીઓ પર અત્યાચાર થાય છે. સરકારોએ મહિલા અત્યાચારને ગંભીરતાથી લેવો જોઈએ. મહિલાઓ સામેના ગુનાઓની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. દેશમાં આક્રોશ છે. સજા અંગે ઝડપથી ચર્ચા કરવી જરૂરી છે, જેથી ગુનેગારોમાં ભય પેદા થાય.

  • 15 Aug 2024 08:47 AM (IST)

    PM મોદીની યુવાનો માટે મોટી જાહેરાત

    PM મોદીએ લાલ કિલ્લા પરથી કરી મોટી જાહેરાત. તેમણે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે આગામી 5 વર્ષમાં મેડિકલ ક્ષેત્રમાં 75 હજાર સીટો વધારવામાં આવશે.

  • 15 Aug 2024 08:42 AM (IST)

    શિક્ષણ ક્ષેત્રે સદીઓ જૂની નાલંદા ભાવના જાગૃત કરવી પડશેઃ પીએમ મોદી

    પીએમ મોદીએ કહ્યું કે દેશે મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. અમે વિકસિત ભારતના સંદેશ સાથે આગળ વધી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે આપણે નવી વસ્તુઓ હાંસલ કરવાની છે. વિકાસ અને સપના સાકાર થવાના છે. આપણે આને આપણો સ્વભાવ બનાવવા માંગીએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે આપણે શિક્ષણ ક્ષેત્રે સદીઓ જૂની નાલંદા ભાવનાને જાગૃત કરવી પડશે. અમે નવી શિક્ષણ નીતિમાં આ તરફ ધ્યાન આપ્યું છે જેથી કોઈ પણ યુવક ભાષાને કારણે પાછળ ન રહી જાય. આજે વિશ્વમાં જે રીતે પરિવર્તનો દેખાઈ રહ્યા છે, કૌશલ્યનું મહત્વ વધી ગયું છે. અમે કૌશલ્ય વિકાસ ઈચ્છીએ છીએ. અમે કુશળતાને નવી તાકાત આપવા માંગીએ છીએ. ભારતના કુશળ યુવાનોએ વિશ્વમાં ખતરો ઉભો કરવો જોઈએ એ સ્વપ્ન સાથે અમે આગળ વધી રહ્યા છીએ.

  • 15 Aug 2024 08:26 AM (IST)

    આજે દેશ આકાંક્ષાઓથી ભરેલો છેઃ પીએમ મોદી

    પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ આકાંક્ષાઓથી ભરેલો છે. અમારો પ્રયાસ દરેક સેક્ટરમાં કામની ઝડપ વધારવાનો છે. ઝડપી ગતિ આપો. પહેલા આપણે સેક્ટરમાં નવી તકો ઊભી કરીએ. બીજું, બંધારણમાં ફેરફાર કરો અને નાગરિકોની સુવિધાઓ પર ધ્યાન આપો. આજે સમાજ પોતે શ્રદ્ધાથી ભરેલો છે. અમે જુસ્સા સાથે આગળ વધી રહ્યા છીએ. અમે માથાદીઠ આવક બમણી કરવામાં સફળ થયા છીએ. પીએમ મોદીએ કહ્યું કે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે.

  • 15 Aug 2024 08:16 AM (IST)

    નીતિ અને ઇરાદા સાચા હોય તો ચોક્કસ પરિણામો પ્રાપ્ત થાય છેઃ પીએમ મોદી

    પીએમ મોદીએ કહ્યું કે આપણે સદીઓની બેડીઓ તોડી નાખી છે. દરેક ક્ષેત્રમાં નવી આધુનિક સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. દરેક ક્ષેત્રમાં આધુનિકતાની જરૂર છે. અમે તેને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છીએ. પીએમએ કહ્યું કે પ્રતિબંધો હટાવવા જોઈએ. અમે અજવાળ્યા. તમારા સપનાને સિદ્ધ કરતા રહો. આપણે એ દિશામાં આગળ વધવાનું છે. અમે 10 વર્ષ ગામડાની મહિલાઓ માટે કામ કર્યું. તેમને આત્મનિર્ભર બનાવ્યા. 10 કરોડ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી. ભારતીય સીઈઓ વિશ્વભરમાં ખ્યાતિ મેળવી રહ્યા છે. આ મારા માટે પણ એટલી જ ગર્વની વાત છે. પીએમ મોદીએ કહ્યું કે અમે સ્પેસ સેક્ટરમાં સુધારા કર્યા છે. યુવાનોએ આ ક્ષેત્ર પર ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે નીતિ અને ઇરાદા સાચા હોય છે, ત્યારે અમે ચોક્કસ પરિણામો પ્રાપ્ત કરીએ છીએ.

  • 15 Aug 2024 08:15 AM (IST)

    યુવાનો, ખેડૂતો, મહિલાઓ ગુલામી સામે લડતા રહ્યાઃ પીએમ મોદી

    પીએમ મોદીએ કહ્યું, ‘આજે એવા મહાન લોકો જેઓ રાષ્ટ્રીય સંરક્ષણ માટે સંપૂર્ણ સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે દેશની રક્ષા કરી રહ્યા છે અને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. તે આપણા ખેડૂતો, આપણા સૈનિકો, આપણા યુવાનોની હિંમત, આપણી માતાઓ અને બહેનો, દલિતો, શોષિત અને વંચિતોનું યોગદાન છે. મુશ્કેલીઓ વચ્ચે સ્વતંત્રતા પ્રત્યેની તેમની નિષ્ઠા, લોકશાહી પ્રત્યેની તેમની નિષ્ઠા સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી ઘટના છે. આઝાદી પહેલાના એ દિવસો યાદ કરો. સેંકડો વર્ષની ગુલામી અને તેનો દરેક સમય સંઘર્ષ હતો. યુવાનો હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય કે આદિવાસીઓ હોય… તેઓ ગુલામી સામે યુદ્ધ લડતા રહ્યા. ઈતિહાસ સાક્ષી છે કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પહેલા પણ આપણા દેશના ઘણા આદિવાસી વિસ્તારો હતા, જ્યાં આઝાદીની લડાઈ લડાઈ રહી હતી.

  • 15 Aug 2024 08:02 AM (IST)

    અમે કોરોના કાળ દરમિયાન કરોડો લોકોને રસી આપી: PM મોદી

    પીએમ મોદીએ કહ્યું કે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળવું મહત્વપૂર્ણ છે. દલિતો અને આદિવાસીઓ આ વસ્તુઓની ગેરહાજરીમાં જીવતા હતા. અમે આ માટે પ્રયત્નો કર્યા અને પરિણામો બધાની સામે છે. અમને ખુશી છે કે આજે દરેક જિલ્લો ઉત્પાદનો બનાવી રહ્યો છે. આજે સમગ્ર વિશ્વ ભારત પાસેથી કંઈક ને કંઈક શીખી રહ્યું છે. કોરોના સમયગાળા દરમિયાન, અમે કરોડો લોકોને રસી આપી. જ્યારે દેશની સેના સર્જીકલ સ્ટ્રાઈક કરે છે ત્યારે દેશનું દિલ ફૂલી જાય છે.

  • 15 Aug 2024 07:49 AM (IST)

    જ્યારે આપણે 40 કરોડ હતા ત્યારે અમે મહાસત્તાને હરાવી હતી, આજે આપણે 140 કરોડ છીએ-PM મોદી

    પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું, ‘આજનો દિવસ શુભ મુહૂર્ત છે. જ્યારે આપણે દેશની આઝાદી માટે શહીદ થયેલા અને પોતાનું જીવન સમર્પિત કરનાર સ્વતંત્રતા પ્રેમીઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ. આ દેશ તેમનો ઋણી છે. અમે આવા દરેક દેશવાસીઓ પ્રત્યે અમારું સન્માન વ્યક્ત કરીએ છીએ. રાષ્ટ્રને પ્રેરણા આપતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આપણે 40 કરોડ હતા ત્યારે આપણે મહાસત્તાને હરાવી હતી, આજે આપણે 140 કરોડ છીએ.

  • 15 Aug 2024 07:47 AM (IST)

    પ્રાકૃતિક આપદા ચિંતાનો વિષય- PM મોદી

    PM મોદીએ કહ્યુ કે  અમે તાજેતરની કુદરતી આફતને કારણે ચિંતિત છીએ, ઘણા લોકોએ તેમના પ્રિયજનો, તેમની સંપત્તિ ગુમાવી છે, અમે તેમની સાથે એકતામાં ઊભા છીએ.

  • 15 Aug 2024 07:44 AM (IST)

    લાલ કિલ્લા પરથી PM મોદીનું સંબોધન

    લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજનો દિવસ એ અસંખ્ય ‘સ્વતંત્રતા પ્રેમીઓ’ને શ્રદ્ધાંજલિ આપવાનો છે જેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું. આ દેશ તેમનો ઋણી છે.

  • 15 Aug 2024 07:43 AM (IST)

    કચ્છ: શિવાલયોમાં પણ દેશભક્તિનો રંગ

    કચ્છ: શિવાલયોમાં પણ દેશભક્તિનો રંગ જોવા મળ્યો. લખપતના કોટેશ્વર મહાદેવ મંદિરને અદભુત શણગાર કરવામાં આવ્યો. રાષ્ટ્રીય તિરંગા સમાન રોશનીથી મંદિર ઝળહળ્યું. રોશનીમાં ખીલી ઉઠ્યું મંદિરનું સૌંદર્ય.

  • 15 Aug 2024 07:22 AM (IST)

    PM મોદી સતત 11મી વખત લાલ કિલ્લા પર લહેરાવ્યો તિરંગો

    દેશભક્તિની  ભાવના સાથે દેશભરમાં 78માં સ્વતંત્રતા પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી થઇ રહી છે… ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો છે.

Published On - Aug 15,2024 7:21 AM

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">