દિવાળી પર સરકારની મોટી ભેટ…આ લોકોને મળશે મફત LPG સિલિન્ડર, જાણો કેવી રીતે કરવી અરજી

|

Oct 29, 2024 | 7:48 PM

દેશભરમાં દિવાળીના દિવસનું એક અલગ જ મહત્વ છે. દિવાળી પર ખાનગી કંપનીઓ તેના કર્મચારીઓને બોનસ આપતી હોય છે. ત્યારે દેશના વિવિધ રાજ્યોની સરકારોએ પણ દિવાળી પર પોતાના રાજ્યના નાગરિકો માટે મફત ગેસ સિલિન્ડરની જાહેરાત કરી છે.

દિવાળી પર સરકારની મોટી ભેટ...આ લોકોને મળશે મફત LPG સિલિન્ડર, જાણો કેવી રીતે કરવી અરજી
LPG Cylinder

Follow us on

દિવાળીની તારીખ નજીક આવી રહી છે. દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબરના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે. દેશભરમાં આ દિવસનો એક અલગ જ મહત્વ છે. દિવાળી પર ખાનગી કંપનીઓ તેના કર્મચારીઓને બોનસ આપતી હોય છે. ત્યારે દેશના વિવિધ રાજ્યોની સરકારોએ પણ દિવાળી પર પોતાના રાજ્યના નાગરિકો માટે મફત ગેસ સિલિન્ડરની જાહેરાત કરી છે.

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળશે મફત સિલિન્ડર

દિવાળીની તારીખ નજીક આવી રહી છે અને ઉત્તર પ્રદેશ સરકારે નાગરિકો માટે દિવાળીની ભેટ જાહેર કરી છે. સરકારે રાજ્યમાં મફત સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. પરંતુ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ જ તેનો લાભ લઈ શકશે. સરકાર 31 ઓક્ટોબરથી ઉજ્જવલા યોજના હેઠળ લાભ લેનારી મહિલાઓને મફત સિલિન્ડર આપવાનું શરૂ કરશે.

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ સરકારની જાહેરાત બાદ આંધ્ર પ્રદેશ સરકાર અને ઉત્તરાખંડ સરકારે પણ ઉજ્જવલા યોજના હેઠળ લાભ લેનારા લાભાર્થીઓને દિવાળી પહેલા મફત સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. આનો અર્થ એ થયો કે હવે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને આંધ્ર પ્રદેશમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે દિવાળી ભેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ રીતે કરી શકાશે અરજી

જો કોઈને દિવાળી પર સરકાર તરફથી ફ્રી સિલિન્ડરની ભેટ લેવી હોય તો, તેના માટે ઉજ્જવલા યોજનામાં નોંધણી કરાવવી જરૂરી છે. સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે અરજી કરવા માટે કેટલાક પાત્રતા માપદંડો નક્કી કર્યા છે. જે મહિલાઓ પાત્રતાના માપદંડોને પૂર્ણ કરે છે તેઓ યોજના માટે અરજી કરવા માટે તેમના નજીકના સામાન્ય સેવા કેન્દ્ર પર જઈ શકે છે. તો આની સાથે તમે તમારા નજીકના એલપીજી ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને પણ સ્કીમ માટે અરજી કરી શકો છો.

 

Published On - 7:41 pm, Tue, 29 October 24

Next Article