નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લા જમ્મુમાં હોવાથી તેઓ ED સમક્ષ હાજર થઈ શકશે નહીં. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ અને વર્તમાન સાંસદ ફારૂક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું.
ફારુક અબ્દુલ્લાની આજે જ પૂછપરછ થવાની હતી પરંતુ પૂછપરછ પહેલા જમ્મુમાં હોવાને કારણે અબ્દુલ્લા ઈડી સમક્ષ હાજર થઈ શકશે નહીં. સૂત્રોનું માનીએ તો ફારુક અબ્દુલ્લાને ED દ્વારા કથિત મની લોન્ડરિંગના સંબંધમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અબ્દુલ્લાએ કહ્યું છે કે તેઓ શ્રીનગર પહોંચ્યા બાદ ઓફિસની મુલાકાત લેશે. ફારુક અબ્દુલ્લાની ગેરહાજરીમાં ઈડી શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.
જે કેસમાં ફારુક અબ્દુલ્લાની પૂછપરછ થવાની છે તે જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન કૌભાંડ સાથે સંબંધિત છે. EDએ 2022માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપ છે કે BCCI દ્વારા એસોસિએશનને કુલ 112 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 44 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું. આરોપ એ છે કે જ્યારે આ કૌભાંડ થયું ત્યારે અબ્દુલ્લા જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હતા.
ફારુક અબ્દુલ્લા બીજી વખત EDની હાજરીમાં ગેરહાજર રહ્યા છે. અગાઉ, EDએ 86 વર્ષીય અબ્દુલ્લાને 11 જાન્યુઆરીએ સમન્સ મોકલ્યું હતું, પરંતુ અબ્દુલ્લા તે દિવસે પણ હાજર થયા ન હતા. એક રીતે જોવામાં આવે તો ઘણા વિપક્ષી નેતાઓ EDના નિશાના પર છે. ED બિહારમાં લાલુ પરિવારના અને છત્તીસગઢ અને અન્ય રાજ્યોના ઘણા કોંગ્રેસી નેતાઓની પૂછપરછ કરી રહી છે.
હાલ દેશમાં ઈડીની ખુબજ ચર્ચા થઈ રહી છે. દિવસે ને દિવસે અલગ અલગ પાર્ટીના નેતા, વ્યાપારી તથા અન્ય લોકોની જગ્યાઓ પર ઈડીના છાપા પડી રહ્યા છે. તમે પણ સમાચાર કે છાપામાં ઈડી વિષે સાંભળ્યું કે વાંચ્યું છે.
આ એક કેન્દ્રીય તપાસ સંસ્થા છે. આ સંસ્થા Money Laundering એટલે કે પૈસા ની અવૈદ્ય હેરાફેરી વિદેશી વિનિમય કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકો તથા સંસ્થા પર કાર્યવાહી કરે છે. Money Launderingમાં કાળું ધન હોય છે તેને ગેરકાયદાકીય રીતે હવાલા તથા અન્ય રીતે વિદેશોમાં મોકલવામાં આવે છે. તથા ત્યાં તેના નાના નાના ટુકડાઓ કરીને ત્યાંની સેલ કંપનીમાં વહેંચી દેવામાં આવે છે.
આ પણ વાંચો: મુંબઈના બિલ્ડર સામે EDની મોટી કાર્યવાહી, 22 જગ્યાએ દરોડા, 30 કરોડની સંપત્તિ જપ્ત
Published On - 1:56 pm, Tue, 13 February 24