AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : NEET પેપર લીક કેસનો મુખ્ય આરોપી પુણેથી ઝડપાયો, જુઓ Video

NEET પેપર લીક કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. મુખ્ય આરોપી પ્રોફેસર પીવી કુલકર્ણીની પુણેથી ધરપકડ કરવામાં આવી છે.

Breaking News : NEET પેપર લીક કેસનો મુખ્ય આરોપી પુણેથી ઝડપાયો, જુઓ Video
| Updated on: May 15, 2026 | 10:25 PM
Share

NEET પેપર લીક મામલે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પોલીસને આ કેસમાં સૌથી મોટી સફળતા મળી છે. પેપર લીકના મુખ્ય આરોપી પ્રોફેસર પીવી કુલકર્ણીની પુણેથી ધરપકડ કરવામાં આવી છે. મળેલી માહિતી અનુસાર, પોલીસ લાંબા સમયથી આ આરોપીની શોધમાં હતી અને આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે.

આરોપી પ્રોફેસર પીવી કુલકર્ણી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતા. તેઓ લાતુરની દયાનંદ કોલેજમાં કેમેસ્ટ્રીના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. તેમની ધરપકડથી NEET પેપર લીક કૌભાંડમાં નવા ખુલાસા થવાની શક્યતા છે. આ કાર્યવાહી NEET પરીક્ષાની પવિત્રતા જાળવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે અને તે વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

NEET-UG 2026 પેપર લીક કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરતા મુખ્ય આરોપી ગણાતા પ્રોફેસર કુલકર્ણીની પૂછપરછ શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુલકર્ણી વર્ષોથી NEET પ્રશ્નપત્ર તૈયાર કરતી પેનલનો ભાગ રહ્યા હતા. PTIના અહેવાલ મુજબ, નિવૃત્ત કોલેજ પ્રોફેસર કુલકર્ણીને CBIએ ગુરુવાર, 14 મેના રોજ કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી.

CBIના દાવા મુજબ, કુલકર્ણીએ કેસની અન્ય આરોપી મનીષા વાઘમારેની મદદથી NEET-UG પરીક્ષાના પ્રશ્નો અને સાચા જવાબો લીક કર્યા હતા. તપાસ એજન્સી અનુસાર, એપ્રિલના છેલ્લા સપ્તાહ દરમિયાન પુણે સ્થિત તેમના નિવાસસ્થાને ગુપ્ત કોચિંગ સેશન યોજાયું હતું, જેમાં કેટલાક NEET ઉમેદવારોને પ્રશ્નો અને જવાબો જણાવવામાં આવ્યા હતા.

CBIએ જણાવ્યું કે આ ખાસ કોચિંગ ક્લાસ દરમિયાન કેમિસ્ટ્રીના લેક્ટરરે વિદ્યાર્થીઓને પ્રશ્નો, મલ્ટિપલ ચોઇસ વિકલ્પો અને તેના સાચા જવાબો ડિક્ટેટ કર્યા હતા. વિદ્યાર્થીઓએ આ તમામ માહિતી પોતાની નોટબુકમાં નોંધાવી હતી. બાદમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પ્રશ્નો 3 મે, 2026ના રોજ લેવાયેલી વાસ્તવિક NEET-UG પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતા હતા.

આ કેસમાં કુલકર્ણીની સહયોગી ગણાતી મનીષા વાઘમારેની પણ ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. CBI હવે આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ કરી રહી છે.

NEET પેપર લીક કેસ સામે આવ્યા બાદ દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષાની વિશ્વસનીયતા અને પારદર્શકતા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.

NCPમાં વિલીનીકરણની અટકળો તેજ, બેઠકથી રાજકારણ ગરમાયું

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">