AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાને જ્યાં અણુશસ્ત્રો સંતાડ્યા છે તે કિરાણા હિલ્સ પર ભારતે ઓપરેશન સિંદૂર વખતે હૂમલો કર્યો હતો ? પૂર્વ CDSએ ખોલ્યું રહસ્ય

ભૂતપૂર્વ સીડીએસ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર' અગાઉની લશ્કરી કાર્યવાહીથી કેમ અને કેટલુ અલગ હતું, કારણ કે વ્યૂહરચના અંગે કોઈ અનિશ્ચિતતા કે ખચકાટ નહોતો. જ્યારે ભારતે ઉરી હુમલા પછી જમીન-આધારિત સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને પુલવામા પછી મોટા લશ્કરી દળને સામેલ કરીને હવાઈ હુમલાનો વિકલ્પ પસંદ કર્યો હતો

પાકિસ્તાને જ્યાં અણુશસ્ત્રો સંતાડ્યા છે તે કિરાણા હિલ્સ પર ભારતે ઓપરેશન સિંદૂર વખતે હૂમલો કર્યો હતો ? પૂર્વ CDSએ ખોલ્યું રહસ્ય
| Updated on: Aug 26, 2026 | 2:38 PM
Share

ભૂતપૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ખાતે ‘ઓપરેશન સિંદૂર’ ના વ્યૂહાત્મક પરિણામો પર ચર્ચા કરી હતી. તેમણે પાકિસ્તાન સ્થિત કિરાણા હિલ્સ પરના હુમલા અંગેના પ્રશ્નોના જવાબ આપ્યો હતો. તેમણે એ પણ સમજાવ્યું કે,આ ઓપરેશન સિંદૂર અગાઉના લશ્કરી પગલાંથી કેવી રીતે અલગ છે.

વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ખાતે આયોજિત ‘વિમર્શ’ કાર્યક્રમ દરમિયાન, ભારતના ભૂતપૂર્વ સીડીએસ જનરલ અનિલ ચૌહાણે ‘ઓપરેશન સિંદૂર’ અને તેના દૂરગામી વ્યૂહાત્મક પરિણામો પર જાહેર મંચ પરથી વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે કિરાણા હિલ્સ પર ભારતના હુમલા વિશે પણ વાત કરી અને સમજાવ્યું કે આ ઓપરેશન ભારત દ્વારા હાથ ધરવામાં આવેલી અન્ય લશ્કરી કાર્યવાહીથી કેવી રીતે અને કેટલું અલગ હતું.

ઓપરેશન સિંદૂરનો વ્યૂહાત્મક પ્રભાવ

ભૂતપૂર્વ સીડીએસે ‘ઓપરેશન સિંદૂર’ ના મુખ્ય સક્રિય ઓપરેશન પૂર્ણ થયાના લગભગ 15 મહિના પછી તેના વ્યૂહાત્મક મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે નોંધ્યું કે જ્યારે તેની પૂર્ણતાને લગભગ એક વર્ષ અને ત્રણ મહિના વીતી ગયા છે, ત્યારે આજે પણ કેટલીક બાબતોમાં તેની અસર અનુભવાઈ રહી છે.

આ પણ વાંચો

પ્રાથમિક લશ્કરી કાર્યવાહી પૂરી થઈ ગઈ હોવા છતાં, આ કાર્યવાહી ભારત અને વિદેશમાં વ્યૂહાત્મક નિષ્ણાતોમાં રસનો વિષય બની રહી છે.

શું ભારતે કિરાણા હિલ્સ પર હુમલો કર્યો હતો?

ભૂતપૂર્વ સીડીએસે, પાકિસ્તાને જ્યાં અણુ શસ્ત્રો સંતાડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે તે, કિરાણા હિલ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો કે કેમ તે પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે સમજાવ્યું કે તે હુમલાઓ પહેલાં, સરગોધા વિસ્તારમાં અનેક ‘લોટરિંગ મિશન’ તહેનાત કરવામાં આવ્યા હતા, અને કિરાણા હિલ્સ સરગોધાથી લગભગ 10 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે.

લોટરિંગ મિશનનું કાર્ય સરગોધામાં અને તેની આસપાસ સ્થિત રડારને શોધવાનું છે. આ મિશન એક નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય કરે છે. લગભગ બે કલાક સુધી હવામાં રહે છે. અને જો કોઈ લક્ષ્ય પ્રાપ્ત ના થાય, તો તે નીચે ઉતરે છે અને જે તે સ્થળે ત્રાટકે છે. શક્ય છે કે આમાંથી એક યુનિટ તે ટેકરીઓમાંથી એક સાથે અથડાયું હોય. લોકોના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું આ એક કારણ હોઈ શકે છે, કારણ કે પાકિસ્તાની મીડિયાએ કિરાણા હિલ્સમાંથી ધુમાડો નીકળતો હોવાનો દાવો કરતી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિઓ માટે ઘડવામાં આવેલા એસ્કેલેશન મેટ્રિક્સમાં એક મુખ્ય સિદ્ધાંત સામેલ છે. અંતિમ હુમલો અથવા વિજય અંગેનો નિર્ણય હંમેશા આપણા પર નિર્ભર રહેશે, પાકિસ્તાનીઓ પર નહીં.

ઓપરેશન સિંદૂર: અન્ય ઓપરેશનોથી અલગ

ભૂતપૂર્વ સીડીએસ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ અગાઉની લશ્કરી કાર્યવાહીથી કેમ અને કેટલુ અલગ હતું, કારણ કે વ્યૂહરચના અંગે કોઈ અનિશ્ચિતતા કે ખચકાટ નહોતો. જ્યારે ભારતે ઉરી હુમલા પછી જમીન-આધારિત સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને પુલવામા પછી મોટા લશ્કરી દળને સામેલ કરીને હવાઈ હુમલાનો વિકલ્પ પસંદ કર્યો હતો, ત્યારે ‘ઓપરેશન સિંદૂર’ એ ઓછી ઊંચાઈવાળા હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરીને એક નવીન અને અનોખી અભિગમ અપનાવ્યો હતો.

આ કાળજીપૂર્વક ગણતરી કરાયેલ વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ્ય સીધા સંઘર્ષના જોખમને ઘટાડવાનો, ઓપરેશનની સંપૂર્ણ સફળતા સુનિશ્ચિત કરવાનો અને ઝડપી, ચોક્કસ હુમલો કરવાનો હતો જેનાથી દુશ્મનને પ્રતિક્રિયા આપવા અથવા ફરીથી જૂથ બનાવવાનો સમય ના મળે.

યુદ્ધના બદલાતા સ્વભાવને અનુરૂપ

ભૂતપૂર્વ સીડીએસે ભાર મૂક્યો હતો કે, આવા ઓપરેશનનું મૂલ્યાંકન કરવા માટે એક વ્યાપક દ્રષ્ટિકોણની જરૂર છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે આધુનિક યુદ્ધના બદલાતા સ્વભાવને અનુરૂપ કામગીરી દરમિયાન બહાર આવેલી ખામીઓને ઓળખવી, સુધારાત્મક પગલાં લેવા અને અનુકૂલન સાધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તુર્કીને પાકિસ્તાનનો સાથ ભારે પડ્યો? ઓપરેશન સિંદૂર પછી તુર્કીની કંપનીને એક જ દિવસમાં 4,700 કરોડનું નુકસાન

Follow Us
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
g clip-path="url(#clip0_868_265)">