દિલ્હીમાં મંકીપોક્સનો 1 અને કેરળમાં 3 કેસ, સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

કેન્દ્ર સરકારે કહ્યું કે, દર્દી લોકનાયક હોસ્પિટલમાં છે અને રિકવર કરી રહ્યો છે. દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોની ઓળખ કરીને તેને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

દિલ્હીમાં મંકીપોક્સનો 1 અને કેરળમાં 3 કેસ, સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
મંકીપોક્સને લઈ સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીImage Credit source: PTI/AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 3:45 PM

Monkeypox : મંકીપોક્સ વાયરસ કેરળ (Kerala)બાદ દિલ્હીમાં પહોંચ્યો છે. 34 વર્ષીય એક દર્દીને દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, કેન્દ્ર સરકારે નિવેદન બહાર પાડી કહ્યું કે, દર્દીના કેસની તપાસ પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી (National Institute of Virology)એ કરી છે. આરોગ્ય મંત્રાલયને ટાંકીને કેન્દ્ર સરકારે કહ્યું કે દર્દી લોકનાયક હોસ્પિટલમાં છે અને સ્વસ્થ થઈ રહ્યો છે. દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. જેને લઈ આજે Directorate General of Health Services (DGHS) હાઈ લેવલની મીંટિંગ બોલાવી છે.

દર્દીના સેમ્પલ શનિવારના પુર્ણેના એનઆઈલીમાં મોકલવામાં આવ્યો છે. જે તપાસ બાદ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ આ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જેને તાવ અને ત્વચામાં અસર જોવા મળ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, દર્દી હાલમાં હિમાચલ પ્રદેશના મનાલીમાં એક પાર્ટીમાં સામેલ થયો હતો.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

કેરળમાં મંકીપોક્સના 3 દર્દી

આ પહેલા કેરળમાં મંકીપોક્સના 3 દર્દીની પુષ્ટી થઈ ગઈ છે જે વિદેશ યાત્રા કરી પરત ફર્યા છે. તેમાં 2 દર્દી યુએઈ અને સાઉદી અરબનો પ્રવાસ કરી ભારત પરત ફર્યા હતા. આ વાયરસનો પ્રથમ દર્દી 14 જુલાઈના રોજ કેરળના કોલલ્મમાં મળ્યો હતો. બીજા દર્દીની ઓળખ 18 જુલાઈના રોજ અને ત્રીજા દર્દીની ઓળખ 22 જુલાઈના રોજ થઈ હતી. કેરળ સરકારે રાજ્યમાં મંકીપોક્સના કેસ વધતા એક એનઓપી પણ જાહેર કરી હતી. જે મુજબ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિને તાવ અને શરીરમાં ડાધ જોવા મળતા તેને આઈસોલેટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

70 થી વધુ દેશોમાં મંકીપોક્સનો ફેલાવો એક અસાધારણ પરિસ્થિતિ: WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ શનિવારે કહ્યું કે 70 થી વધુ દેશોમાં મંકીપોક્સનો ફેલાવો એક અસાધારણ પરિસ્થિતિ છે જે હવે વૈશ્વિક કટોકટીની સ્થિતિ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ જાહેરાત આ રોગની સારવાર માટે રોકાણને વેગ આપી શકે છે અને તેણે આ રોગ માટે રસી વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">