WHO એ ચેતવણી જાહેર કરી કહ્યું સાવધાન રહો, આવા લોકો મંકીપોક્સનો શિકાર વધુ થઈ રહ્યા છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ શનિવારે કહ્યું કે 70 થી વધુ દેશોમાં મંકીપોક્સનો ફેલાવો એક અસાધારણ પરિસ્થિતિ છે જે હવે વૈશ્વિક કટોકટીની સ્થિતિ છે.

WHO એ  ચેતવણી જાહેર કરી કહ્યું સાવધાન રહો, આવા લોકો મંકીપોક્સનો શિકાર વધુ થઈ રહ્યા છે
Multi country monkeypox outbreak say World Health OrganizationImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 2:45 PM

WHO : દુનિયાભરમાં મંકીપોક્સ (Monkeypox)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વાયરસના વધી રહેલા કેસને કારણે શનિવારના રોજ World Health Organization (WHO) મંકીપોક્સને ગ્લોબલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. આ વાયરસ (virus)એ દેશોમાં વધુ ફેલાઈ રહ્યો છે. જ્યાં આ કેસ પહેલા ક્યારે પણ જોવા મળ્યો ન હતો. તેના મોટાભાગના કિસ્સા એવા પુરૂષોમાં જોવા મળી રહ્યા છે જેઓ પુરૂષો સાથે યૌન સંબંધ કરે છે. આ માહિતી WHOના દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રના ક્ષેત્રીય નિર્દેશક ડૉ. પૂનમ ખેતરપાલ સિંહે આપી છે.

તેમણે કહ્યું કે આ માટેના પગલાં સંવેદનશીલ અથવા ભેદભાવ રહિત હોવા જોઈએ. ખેત્રપાલે કહ્યું કે, વિશ્વ સંગઠન(World Health Organization) આજે દક્ષિણ-પૂર્વી એશિયા વિસ્તારના દેશોમાં મંકીપોક્સ માટે દેખરેખ અને સાર્વજનિક સ્વાસ્થ ઉપાયોને મજબુત કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ બિમારીને પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

70 થી વધુ દેશોમાં ફેલાયો છે

અગાઉ શનિવારે ડબ્લ્યુએચઓએ 70 થી વધુ દેશોમાં મંકીપોક્સના ફેલાવાને અસાધારણ પરિસ્થિતિ ગણાવી હતી અને આ રોગને વૈશ્વિક કટોકટી જાહેર કરી હતી.WHO મંકીપોક્સની વેક્સિન તૈયાર કરવાની વાત પર પણ ભાર મુક્યો છે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ધેબ્રેયસસે World Health Organizationની ઈમરજન્સી કમેટીના સભ્યોમાં સર્વસંમતિનો અભાવ હોવા છતાં વૈશ્વિક કટોકટી જાહેર કરવામાં આવી હતી. આ પહેલીવાર છે જ્યારે WHOના વડાએ આવી કોઈ કાર્યવાહી કરી છે.

ભારત સહિત દુનિયાભરમાં ફેલાયો મંકીપોક્સ

ટેડ્રોસે કહ્યું આપણે એક એવી મહામારીનો સામનો કરી રહ્યા છે. જે ટ્રાંસ મિશનના માધ્યમો દ્વારા તેજીથી દુનિયામાં ફેલાઈ ગઈ છે અને આ રોગ વિશે આપણી પાસે ખુબ ઓછી જાણકારી છે. તેમણે ક્હ્યું કે,મંકીપોક્સ મધ્યમ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક ભાગોમાં દાયકાઓથી છે. આફ્રિકા મહાદ્રીપની બહાર આટલા મોટા સ્તર પર પ્રકોપ પહેલા ક્યારે પણ જોવા મળ્યો ન હતો. મે મહિના સુધી લોકો વચ્ચે આ બિમારીનો પ્રસાર પણ થયો ન હતો અને હવે આ ભારત સહિત દુનિયાભરમાં પગ પસેરો કર્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">