અશોક ગેહલોતની હાર સાથે જ લાલ ડાયરીનું ભૂત ધુણવાનું શરૂ, રાઝ બહાર આવવા લાગ્યા અને નજીકના લોકો બનવા લાગ્યા દુશ્મનો

ઓએસડી લોકેશ શર્માએ તેમના આક્ષેપોને વધુ આક્રમક બનાવતા હાઈકમાન્ડ પર વિશ્વાસઘાતથી લઈ લોકોનો સાચો અવાજ હાઈકમાન્ડ સુધી ન પોંહચવા દેવાનું તેમણે જણાવ્યું છે. ગેહલોતે વિકલ્પ તરીકે કોઈને ઉભરવા જ ન દીધા, તેમણે કહ્યું કે પરિણામોને લઈ તે દુ:ખી છે પરંતુ તેને લઈ આશ્ચર્ય નથી, કેમકે ગેહલોત આ વખતે હારનો રિવાજ બદલી શકતા હતા પરંતુ તેમણે કોઈ નવો પ્રયોગ કર્યો જ નહી

અશોક ગેહલોતની હાર સાથે જ લાલ ડાયરીનું ભૂત ધુણવાનું શરૂ, રાઝ બહાર આવવા લાગ્યા અને નજીકના લોકો બનવા લાગ્યા દુશ્મનો
અશોક ગેહલોતની લાલ ડાયરીના ખુલશે રાઝ?
Follow Us:
| Updated on: Dec 06, 2023 | 1:42 PM

રાજસ્થાન ચૂંટણીના પરિણામ આવતાની સાથે જ અશોક ગેહલોત પર માછલા ધોવાવાની શરૂઆત તો થઈ જ ચુકી છે સાથે તેમને માટે માથાનો દુ:ખાવો બનેલી લાલ ડાયરીનું ભૂત પણ પાછુ ધુણવા લાગ્યુ છે. અશોક ગેહલોતના નજીકના સાથીઓ જ હવે તમને નિશાના પર લઈ રહ્યા છે. આ લડાઈની શરૂઆત કરી છે તેમના જ અંગત મદદનીશ લોકેશ શર્માએ કે જેમણે આક્ષેપ કર્યો છે કે અશોક ગેહલોતે કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી છે.

કોંગ્રેસની હાર સાથે જ લોકેશ શર્માએ સીધો પ્રહાર કરતા જણાવ્યું કે ગેહલોતે હાઈકમાન્ડ સાથે દગો કર્યો છે અને તેમને અંધારામાં રાખ્યા છે. ગેહલોતનો જાદુ તો છોડો તેમનો અનુભવ પણ કોંગ્રેસને સત્તામાં પરત લાવવા માટે નિષ્ફળ ગયો છે. શર્માના જણાવ્યા મુજબ તે વિધાનસભાની ચૂંટણી લડવા માગતા હતા પણ પક્ષે ટિકીટ ના આપી અને ગેહલોતે કોંગ્રેસને પાછળ ધકેલી દીધી.

ઓએસડી લોકેશ શર્માએ તેમના આક્ષેપોને વધુ આક્રમક બનાવતા હાઈકમાન્ડ પર વિશ્વાસઘાતથી લઈ લોકોનો સાચો અવાજ હાઈકમાન્ડ સુધી ન પોંહચવા દેવાનું તેમણે જણાવ્યું છે. ગેહલોતે વિકલ્પ તરીકે કોઈને ઉભરવા જ ન દીધા, તેમણે કહ્યું કે પરિણામોને લઈ તે દુ:ખી છે પરંતુ તેને લઈ આશ્ચર્ય નથી, કેમકે ગેહલોત આ વખતે હારનો રિવાજ બદલી શકતા હતા પરંતુ તેમણે કોઈ નવો પ્રયોગ કર્યો જ નહી. ગેહલોત સ્વાર્થી અને અપરિપક્વ લોકોથી ઘેરાયેલા રહે છે.

રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
આલુ બુખારા ખાવાના શરીર માટે છે ગજબ ફાયદા, જાણો તેમાં રહેલા પોષક તત્વો વિશે

લોકેશ શર્માના ખુલાસાથી ધડાકો

લોકેશ શર્માએ કરેલા આક્ષેપોના મારા વચ્ચે 48 કલાકમાંજ બીજો ધડાકો કરી દીધો અને ગેહલોતને સાણસામાં લીધા હતા. તેમણે સચિન પાયોલોટના વર્ષ 2020ના બળવા દરમિયાન તેમની પર નજર રાખવા માટે ફોનને સર્વેલન્સમાં મુકાવી દીધો હતો. જણાવી દઈએ કે વર્ષ 2020માં પાયલોટ 18 ધારાસભ્યને લઈ હરિયાણાના માનેસર ખાતે જતા રહ્યા હતા જેને લઈ ગેહલોત સરકાર મુશ્કેલીમાં આવી ગઈ હતી. આ ઘટનામાં કેટલાક ધારાસભ્ય પરત ફરી જતા સરકાર બચી ગઈ હતી.

લોકેશ શર્માએ જણાવ્યું કે સચિન પાયલોટ ક્યાં જઈ રહ્યા છે કોની સાથે ફોન પર વાત કરે છે તે તમામ પર નજર અને જાસુસી કરાવવામાં આવી રહી હતી જેને લઈને જ ગેહલોત પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યા હતા.

લાલ ડાયરીનો ભેદ ખુલવાની શક્યતા

રાજસ્થાનમાં હાર બાદ હવે અશોક ગેહલોતને બીક સતાવી રહી છે કે લાલ ડાયરીનો ભેદ હવે ખુલી ના જાય, કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ ભાજપાના સ્ટાર પ્રચારકોએ જોરદાર રીતે લાલ ડાયરીનો પ્રચાર કર્યો હતો અને કોઈક રીતે તેની અસર પણ ભ્રષ્ટાચારમા મુદ્દે જોવા મળી હતી. આખી ચૂંટણી દરમિયાન લાલ ડાયરી સૌથી વધુ ચર્ચાનો વિષય હતો. લાલ ડાયરીના મુદ્દે બેકફૂટ પર આવેલી કોંગ્રેસ અલગ-અલગ નિવેદન આપીને પોતાનો બચાવ કરતી જોવા મળી હતી.

અશોક ગેહલોતે આક્ષેપોથી બચવા માટે જણાવ્યું કે લાલ ડાયરીનું ષડયંત્ર ગૃહ મંત્રાલયમાં બેઠેલા ભાજપનો લોકો દ્વારા ઘડવામાં આવ્યું હતું. અને ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ સ્ટાર પ્રચારકો એ દરેક રોડ શો અને જાહેર સભામાં કહેતા જોવા મળ્યા હતા કે લાલ ડાયરી રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે.

લાલ ડાયરી આખરે શું છે?

લાલ ડાયરીની વાત જ નિકળી છે તો જણાવી દઈએ કે ગેહલોત સરકારમા પ્રધાન રહી ચુકેલા રાજેન્દ્રસિંહ ગુડાએ આ ડાયરીને લઈ સવાલો ઉઠાવ્યા હતા અને તેમણે જ આ ડાયરીમાં નાંણાકિય વિગતો અમને ભ્રષ્ટાચારના વ્યવહારો હોવાનો હંગામો મચાવ્યો હતો. તેમણે તો ત્યાં સુધી જણાવ્યું કે ડાયરીમાં રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA)ની અંદર ભ્રષ્ટાચારની માહિતી છે અને પત્રકારોની સામે ડાયરીના કેટલાક ભાગ વાંચતી વખતે તેણે દાવો કર્યો હતો કે તે કોંગ્રેસના નેતા ધર્મેન્દ્ર રાઠોડે લખી છે

ગુડાએ આરસીએમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો, જેનું નેતૃત્વ રાજસ્થાનના મુખ્યમંત્રીના પુત્ર વૈભવ ગેહલોત કરે છે. ગુડાએ કહ્યું કે, તેમણે રાજસ્થાન વિધાનસભામાં ‘લાલ ડાયરી’ રજૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેમની પાસેથી છીનવાઈ ગઈ. 24 જુલાઈએ ગૃહમાં હંગામો મચાવ્યા બાદ ધારાસભ્યને માર્શલે ગૃહની બહાર ફેંકી દીધા હતા. પૂર્વ મંત્રીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓએ તેમને મુક્કા મારીને વિધાનસભામાંથી ખેંચી લીધા હતા.

રાજેન્દ્ર સિંહ ગુડાએ દાવો કર્યો હતો કે 2020માં ગેહલોતની સૂચના પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા ત્યારે ધર્મેન્દ્ર રાઠોડના ઘરેથી તેમને તે ડાયરી મળી આવી હતી. ગુડાએ કહ્યું કે જો રાજસ્થાનના મુખ્યમંત્રીએ ડાયરી સુરક્ષિત ન કરી હોત તો તેઓ જેલમાં હોત.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">