Cyber Security: દેશમાં 3 વર્ષની અંદર 5 ગણા વધ્યા સાઈબર ક્રાઈમના કેસ, સરકારે સંસદીય પેનલને જણાવ્યા આંકડા

Cyber Security: લોકડાઉન દરમિયાન જ્યારે લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ બ્રાન્ડ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરીને કામદારો અને લોકોને ગેરમાર્ગે દોર્યા છે.

Cyber Security: દેશમાં 3 વર્ષની અંદર 5 ગણા વધ્યા સાઈબર ક્રાઈમના કેસ, સરકારે સંસદીય પેનલને જણાવ્યા આંકડા
Symbolic Image
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Apr 08, 2022 | 9:26 AM

ભારતમાં સાયબર ક્રાઈમ (Cyber Crimes in India) સંબંધિત કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે. વર્ષ 2018થી 2021 સુધીનો ડેટા સરકારે રજૂ કર્યો છે અને કહ્યું કે ત્રણ વર્ષમાં સાયબર ક્રાઈમ અને છેતરપિંડીના કેસમાં પાંચ ગણો વધારો નોંધાયો છે. સંસદીય પેનલને (Parliamentary Panel) આ માહિતી આપતાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કહ્યું કે આ તમામ બાબતોની જાણકારી ધરાવતા લોકો પાસેથી જાણવા મળ્યું છે. ભારતીય કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (Cert-In), કમ્પ્યુટર સુરક્ષા (Computer Security) સંબંધિત બાબતો સાથે કામ કરતી સરકારી એજન્સીએ આંકડા જાહેર કર્યા છે.

ડેટા દર્શાવે છે કે વર્ષ 2018માં જ્યારે કેસ 2,08,456 હતા, તે 2021માં વધીને 1,402,809 થઈ ગયા. વર્ષ 2022ના પ્રથમ બે મહિનામાં 2,12,485 કેસ નોંધાયા છે. આ બાબતની જાણકાર વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મંત્રાલયે ગયા અઠવાડિયે પેનલને લેખિતમાં જણાવ્યું હતું કે, “ભારતે છેલ્લા ત્રણ વર્ષમાં સાયબર છેતરપિંડી અને અન્ય સાયબર-સંબંધિત ઘટનાઓ જોઈ છે.” કોવિડ-19 લોકડાઉન દરમિયાન ફિશિંગ, નાણાકીય છેતરપિંડી, મેઈલ-સ્પામ અને રેન્સમવેર હુમલા સંબંધિત કેસોમાં વધારો નોંધાયો છે.

હુમલાખોરોએ લોકોને ગેરમાર્ગે દોર્યા

લોકડાઉન દરમિયાન જ્યારે લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ બ્રાન્ડ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરીને કામદારો અને લોકોને ગેરમાર્ગે દોર્યા છે. ભારત સિવાય આખી દુનિયામાં પણ આ જોવા મળ્યું છે. કારણ કે લોકો સતત ટેક્નોલોજી સાથે જોડાયેલા હતા અને સાયબર સિક્યોરિટી અંગે બહુ સભાન નહોતા.

વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પેનલે મંત્રાલય પાસેથી વધુ માહિતી માંગી છે, જેથી તેના જોખમોનો સામનો કરી શકાય. પેગાસસની બાબત પણ ભૂતકાળમાં ખૂબ ચર્ચામાં હતી. પેગાસસ એ ઇઝરાયેલના NSO ગ્રુપ દ્વારા વિકસિત લશ્કરી-ગ્રેડ સ્પાયવેર છે. તેની કિંમત લાખો ડોલર છે અને તે સેલ ફોન જેવા ઉપકરણોને હેક કરી શકે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઘણું કામ કર્યું

આવી સ્થિતિમાં સાયબર ક્રાઈમ સંબંધિત પડકારોને પહોંચી વળવાની ખુબ જરૂર છે. લોકોને જાગૃત કરવાની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 7,500થી વધુ પોલીસ અધિકારીઓને સમસ્યાઓનો સામનો કરવા માટે તાલીમ આપી છે. મંત્રાલયે પેનલને જણાવ્યું છે કે સાયબર ગુનાઓ પ્રત્યે દેશની પ્રતિક્રિયામાં સુધારો થયો છે. આ માટે એક અનામી અભ્યાસનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. 2020માં સાયબર સુરક્ષાના મામલે ભારતે 193 દેશોમાંથી 10મું સ્થાન મેળવ્યું હતું. જે વર્ષ 2018માં 47મું હતું.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે ઈમરાન ખાન પાકિસ્તાનને કરશે સંબોધન, કેબિનેટ અને પાર્ટીની બેઠક પણ બોલાવી

આ પણ વાંચો: UNHRCમાંથી બહાર છતાં સૂધરવાનુ નામ નથી લઈ રહ્યું રશિયા, ‘બુચા નરસંહાર’ના તમામ આરોપને મોસ્કોએ નકાર્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati