AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Cyber Crime : મહારાષ્ટ્રના પુણેમાં ફેલાયેલી છે ‘જોબ ફ્રોડ’ની જાળ, એક વર્ષમાં કેટલાય યુવાનો પાસેથી લૂંટી લીધા 87 કરોડ

પુણેના સાયબર પોલીસ ઈન્સ્પેક્ટર કુમાર ઘાડગેએ ખાસ કરીને યુવાનોને ચેતવણી આપી છે કે જ્યારે પણ તેમને સોશિયલ મીડિયા અથવા ઓનલાઈન સિસ્ટમમાંથી કોઈ નોકરીની ઓફર મળે છે તો પૈસા ભરતા પહેલા, તેની સત્યતા બરાબર તપાસો, અને પછી જ પેમેન્ટ કરો

Maharashtra Cyber Crime : મહારાષ્ટ્રના પુણેમાં ફેલાયેલી છે 'જોબ ફ્રોડ'ની જાળ, એક વર્ષમાં કેટલાય યુવાનો પાસેથી લૂંટી લીધા 87 કરોડ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 7:39 PM
Share

મહારાષ્ટ્રના પુણે (Pune) શહેરમાં આર્થિક ગુનાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ આર્થિક ગુનાઓમાં સાયબર ક્રાઈમની (Cyber Crime)  અનેક ઘટનાઓ સામે આવી છે. વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપીને અનેક લોકોને છેતરવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ઘણા યુવાનોએ પોતાની ઘરની આખી પુંજી લગાવી દીધી છે. અને બાદમાં તેઓને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. પુણે શહેરના સાયબર ક્રાઈમ સેલે શહેરમાં ‘જોબ ફ્રોડ’નું  (Job Fraud) જાળ તૈયાર હોવાની માહિતી આપી છે. ગયા વર્ષે સાયબર ક્રાઈમ સંબંધિત 826 ફરિયાદો નોંધાઈ હતી. આ ફરિયાદોમાં ઘણા લોકો પાસેથી લગભગ 87 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની માહિતી મળી છે. આ મામલામાં ઘણા લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે.

સાયબર ક્રાઈમ સંબંધિત આ ‘જોબ ફ્રોડ’ ની જાળ ફેલાવવા વાળા લોકો વિદેશોમાં નોકરી મેળવવાની લાલસા રાખનારા લોકોની માહીતી એકઠી કરે છે. અને તેમને વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપે છે. પછી કેટલાક જરૂરી ડોક્યુમેન્ટેશન અને કાર્યવાહીના નામે ઓટીપી માંગે છે અને બેંકોમાંથી પૈસા કાઢીને ગાયબ થઈ જાય છે. પછી તેમનો સંપર્ક થઈ શકતો નથી.

826 લોકોને છેતરીને, ઠગોએ યુવાનોના 87 કરોડ લૂટ્યાં

વિદેશમાં મોટી કમાણીવાળી નોકરી અપાવવાના નામે અનેક મહિલાઓ સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. મેટ્રોમોનિયલ સાઈટ દ્વારા લગ્નની ઓફર કરીને છેતરપિંડી કરવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. પુણે શહેર પોલીસના સાયબર ક્રાઈમ સેલમાં આ અલગ-અલગ રીતે સાયબર ક્રાઈમ દ્વારા ઘણા યુવકો છેતરાયા હોવાની ફરિયાદો સામે આવી છે. સાયબર ક્રાઈમ સેલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગયા વર્ષે આવી લગભગ આઠસો છવીસ ફરિયાદો નોંધાઈ હતી. સમગ્ર વર્ષ દરમિયાન આવા અનેક લોકો સામે કેસ નોંધાયા હતા. કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. પોલીસ આ પ્રકારની છેતરપિંડીમાં સંડોવાયેલા અનેક લોકોને શોધી પણ રહી છે.

પુણે પોલીસે કર્યા સાવધાન, પેમેન્ટ કરતા પહેલા જુઓ બધા પ્રમાણ

આ સાયબર ઠગોની જાળમાં માત્ર યુવાનો જ નથી ફસાયા પરંતુ ઘણા જૂના અને અનુભવી લોકો પણ છેતરાયા છે. પરંતુ વિદેશ જવાના મોહમાં મોટા ભાગના યુવાનો ફસાય છે. પોતાની આ ઈચ્છા પૂરી કરવા માટે તેઓ કોઈપણ રીતે પૈસા ભેગા કરે છે અને જોબ ફ્રોડનો શિકાર બને છે. આ કારણોસર, પુણેના સાયબર પોલીસ ઈન્સ્પેક્ટર કુમાર ઘાડગેએ ખાસ કરીને યુવાનોને ચેતવણી આપી છે કે જ્યારે પણ તેમને સોશિયલ મીડિયા અથવા ઓનલાઈન સિસ્ટમમાંથી કોઈ નોકરીની ઓફર મળે છે તો પૈસા ભરતા પહેલા, તેની સત્યતા બરાબર તપાસો, અને પછી જ પેમેન્ટ કરો. જો કે, સામાન્ય રીતે મોટી કંપનીઓ નોકરી કે ઈન્ટરવ્યુ માટે કોઈપણ ટેસ્ટ કે ડોક્યુમેન્ટેશનના નામે કોઈ ચાર્જ વસૂલતી નથી, આ બધી બાબતોની જાણકારી હોવી પણ જરૂરી છે.

આ પણ વાંચો :  14 વર્ષ જૂના કેસમાં શિલ્પા શેટ્ટીને મળી મોટી રાહત, હૉલીવુડ એકટરે અભિનેત્રીને ખુલ્લેઆમ કરી હતી KISS

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">