રાહુલ ગાંધીએ વિચાર્યુ નહી હોય તેટલી મોટી કોંગ્રેસની હાર, અડધા દેશમાં કોંગ્રેસને મળ્યો ‘ઝીરો’
દેશની જનતાએ તેમનો નિર્ણય આપી દીધો છે. લોકસભા ચૂંટણી 2019માં NDAએ જોરદાર જીત મેળવી છે. ત્યારે કોંગ્રેસને ફરી એકવાર હાર સહન કરવી પડી છે. દેશભરમાં રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસની હાર કેટલી મોટી છે. તે આ વાતથી જાણી શકાય છે કે 21 રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાર્ટીને એક પણ સીટ મળી નથી. કોંગ્રેસના રીપોર્ટ કાર્ડ મુજબ […]
દેશની જનતાએ તેમનો નિર્ણય આપી દીધો છે. લોકસભા ચૂંટણી 2019માં NDAએ જોરદાર જીત મેળવી છે. ત્યારે કોંગ્રેસને ફરી એકવાર હાર સહન કરવી પડી છે. દેશભરમાં રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસની હાર કેટલી મોટી છે. તે આ વાતથી જાણી શકાય છે કે 21 રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાર્ટીને એક પણ સીટ મળી નથી.
કોંગ્રેસના રીપોર્ટ કાર્ડ મુજબ પાર્ટીને ગુજરાત, હરિયાણા, દિલ્હી, અસમ, ઓડિશા, આંધ્રપ્રદેશ, જમ્મ-કાશ્મીર, રાજસ્થાન, ઉત્તરાખંડ, તમિલનાડુ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, ચંદીગઢ, દાદરા નગર હવેલી, દીવ અને દમણ, અંદમાન નિકોબાર, લક્ષદ્વીપમાં કોઈ સીટ મળી નથી.
આ પણ વાંચો: જાણો કયા બોલિવુડ કલાકાર લોકસભા ચૂંટણીમાં રહ્યાં સફળ અને કયા કલાકાર થયા નિષ્ફળ
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં કોંગ્રેસે 3 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી પણ 6 મહિના પછી લોકસભા ચૂંટણીએ રાહુલ ગાંધીને નારાજ કર્યા છે. જે રાજ્યોમાં કોંગ્રેસને સીટ મળી નથી. તેમાં ઘણા રાજયો એવા છે જ્યાં તમામ સીટો ભાજપને મળી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]