હવે માંડ એક અઠવાડિયું બાકી રહ્યું છે. 15 માર્ચની તારીખ નજીક આવી રહી છે. આ પછી, એવા લાખો લોકોના પેટીએમ ફાસ્ટેગ એકાઉન્ટ બંધ થઈ જશે, જેમના પેટીએમ ફાસ્ટેગ એકાઉન્ટ પેટીએમ પેમેન્ટ્સ બેંક સાથે જોડાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટીએમ પાસે કુલ ફાસ્ટેગ એકાઉન્ટ ધારકોમાં મોટો યુઝર બેઝ છે. તેના લગભગ 98 ટકા એટલે કે આઠ કરોડથી વધુ યુઝર્સ છે. 15 માર્ચ પહેલા, તેઓએ તેમનું ખાતું બંધ કરવું પડશે અને તેને અન્ય બેંકો સાથે લિંક કરવું પડશે. જો તેઓ આમ નહીં કરે, તો તેમનું એકાઉન્ટ આપમેળે નિષ્ક્રિય થઈ જશે અને તેઓ તેનો ઉપયોગ હાઈવે પરના ટોલ પ્લાઝામાં કરી શકશે નહીં. આવા એકાઉન્ટ ધારકોને ફાસ્ટેગ વિનાના ગણીને ટોલ આકારવામાં આવશે.
ઘણા વપરાશકર્તાઓ તેને મેન્યુઅલી નિષ્ક્રિય કરવા કે તે આપમેળે બંધ થઈ જશે તે અંગે મૂંઝવણમાં છે. પરંતુ તમને જણાવી દઈએ કે જો તમારું ફાસ્ટેગ એકાઉન્ટ ઓટોમેટિક બંધ થઈ જાય તો તમે ટોલ ફીની ચુકવણી માટે તેનો ઉપયોગ કરી શકશો નહીં. જો તમે તેને જાતે નિષ્ક્રિય કરો છો, તો તમને તેને અન્ય બેંકો સાથે લિંક કરવાનો વિકલ્પ મળશે, જેથી તમે કોઈપણ મુશ્કેલી વિના સેવાનો લાભ લઈ શકશો.
ધ્યાનમાં રાખો કે જો તમારા ફાસ્ટેગ એકાઉન્ટનું UPI ID હેન્ડલ @paytm છે, તો જ તમારે તેને નિષ્ક્રિય કરવાની જરૂર પડશે. જો તે કોઈપણ અન્ય બેંક સાથે જોડાયેલ હોય, તો તમે 15 માર્ચ પછી પણ પેટીએમ ફાસ્ટેગ એકાઉન્ટ સેવાનો લાભ લઈ શકશો.
આરબીઆઈએ ફાસ્ટેગ સેવા પ્રદાન કરવા માટે 32 બેંકોને અધિકૃત કરી છે, જેમાં એરટેલ પેમેન્ટ્સ બેંક, આઈડીબીઆઈ બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અલ્હાબાદ બેંક, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, યસ બેંક સહીતની બેંકોનો સમાવેશ થાય છે.
Paytm ફાસ્ટેગને અન્ય બેંક સાથે લિંક કરવા માટે, તમારે પહેલા તેના કસ્ટમર કેરને કૉલ કરવો પડશે. ધ્યાનમાં રાખો કે આ માટે કોઈ સીધી પદ્ધતિ નથી. તે પછી તમારે કસ્ટમર કેરને જાણ કરવી પડશે કે તમે તેને બદલવા માંગો છો. પછી કસ્ટમર કેરને દ્વારા તમને કેટલાક પ્રશ્નોના જવાબ આપવા માટે કહેવામાં આવશે. તમારે તેની સાથે ફાસ્ટેગની વિગતો શેર કરવી પડશે. તે પછી તમારું એકાઉન્ટ તે બેંક સાથે લિંક થઈ જશે. પછી તમે પહેલાની જેમ સરળતાથી તેનો ઉપયોગ કરી શકશો.
ધ્યાનમાં રાખો કે જો તમે 15 માર્ચ પહેલા આ સુવિધાઓનો લાભ લો છો, તો તમારે ઓછી ચિંતા કરવી પડશે. એટલે કે તમારું નવું ફાસ્ટેગ એકાઉન્ટ 2-3 દિવસમાં એક્ટિવેટ થઈ જશે. જો કે, જો તમે 15 માર્ચ પછી આ પ્રક્રિયાને અનુસરો છો, તો તમારે તેને એક્ટિવેટ થવા માટે 10 દિવસ કે તેથી વધુ સમય સુધી રાહ જોવી પડી શકે છે.