AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : NDTVના સમાચાર સામે અનિલ અંબાણી દિલ્હી હાઈકોર્ટ પહોચ્યા, જાણો કેમ

NDTVના સમાચાર સામે અનિલ અંબાણીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે.એવો આરોપ છે કે ચેનલે છેલ્લા કેટલાક મહિનામાં તેમની વિરુદ્ધ 72 આપત્તિજનક લેખો પ્રકાશિત કર્યા છે.

Breaking News : NDTVના સમાચાર સામે અનિલ અંબાણી દિલ્હી હાઈકોર્ટ પહોચ્યા, જાણો કેમ
| Updated on: May 07, 2026 | 4:58 PM
Share

ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ દિલ્હી હાઈકોર્ટમાં ન્યૂઝ ચેનલ NDTV વિરુદ્ધ CBI અને ED કેસ સંબંધિત કથિત રીતે બદનક્ષીભર્યા સમાચાર ફેલાવવા બદલ માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. આ મામલાની સુનાવણી જસ્ટિસ સુબ્રમોનિયમ પ્રસાદે કોર્ટમાં કરી હતી. સુનાવણી દરમિયાન, કોર્ટે અનિલ અંબાણીની અરજી પર જવાબ માંગવા માટે NDTV ને નોટિસ જાહેર કરી છે.હાલમાં તો કોર્ટે વચગાળાની રાહત આપવાની ના પાડી છે. આ મામલે આગળની સુનાવણી જુલાઈમાં થશે.

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું

સમાચાર અને વિચારમાં તફાવત હોય છે. આ માત્ર સમાચાર નથી. તમારે એ દેખાડવું પડશે કે, આ સમાચાર એટલા ખોટા હોય કે, તેના પ્રતિબંધ લગાવવાની જરુર હોય. અનિલ અંબાણીના વકીલે કોર્ટેમાં કહ્યું કે, છેલ્લા 8 મહિનાથી તેના વિરુદ્ધ 72 લેખ પ્રકાશિત થયા છે. વકીલે એ પણ કહ્યું કે, એનડીટીવીમાં મોટાભાગની ભાગેદારી અદાણી ગ્રુપ પાસે છે.

વકીલે કોર્ટમાં કહ્યું

હું કંપનીમાં અલગ વ્યક્તિ છું. મીડિયાને પણ સામુહિક જવાબદારીઓ હોવી જોઈએ. સમાચારો સીધા અનિલ અંબાણી વિરુદ્ધ લખવામાં આવ્યા છે. જ્યારે સમાચાર મુખ્ય રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ સાથે જોડાયેલા છે.

તેમણે આગળ કહ્યું કે, તેમણે પહેલા સુપ્રીમ કોર્ટમાં દેશ છોડી ન જવાનું આશ્વાસન આપ્યું પરંતુ સમાચારમાં કહેવામાં આવ્યું કે, તેઓ દેશ છોડી ભાગી ગયા છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, વચગાળાની રાહત પર વધારાની સુનાવણી જુલાઈ મહિનામાં કરવામાં આવશે.NDTV નું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ રાજશેખર રાવ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કરંજવાલા એન્ડ કંપનીના વકીલો રૂબી સિંહ આહુજા, વિશાલ ગેહરાના, રવનીત કૌર મલિક અને પ્રજ્ઞા ગોયલના નેતૃત્વ હેઠળના વકીલોની એક ટીમનો સમાવેશ થયો હતો.

કોણ છે અનિલ અંબાણી

અનિલ ધીરુભાઈ અંબાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે. તેમનો જન્મ 4 જૂન, 1959ના રોજ થયો હતો. તેમના પિતા એક અબજોપતિ ઉદ્યોગપતિ હતા જેમણે 1958માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી, અનિલે મુંબઈની કિશ્ચિનચંદ ચેલ્લારામ કોલેજમાંથી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની વ્હોર્ટન સ્કૂલમાંથી MBA કર્યું. તેમના પિતા, ધીરુભાઈ અંબાણીનું 2022માં અવસાન થયું હતુ, ભાઈઓ, મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વિવાદ રહી ચૂક્યો છે.

અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓ પર EDના દરોડા, મુંબઈમાં કાર્યવાહી ચાલુ, આવો છે અંબાણી પરિવાર વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
g clip-path="url(#clip0_868_265)">