AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુલવામા હૂમલા પર બોલીવુડ પણ ભડક્યું, સલમાન ખાન, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર સહિત અન્ય અભિનેતાઓએ આપી પ્રતિક્રિયા

પુલવામા થયેલાં આત્મઘાતી હૂમલાને બોલીવુડના સ્ટાર દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે. જેને લઈને અલગ અલગ અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા પરથી પોતાની પ્રતિક્રિયા આપી હતી. 1.સલમાન ખાને પોતાના ટ્વિટર હેંડલથી પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જવાનોના પરિવાર પ્રત્યે દુખ વ્યક્ત કર્યું હતું. My heart goes out for the Jawans of our beloved country and their families […]

પુલવામા હૂમલા પર બોલીવુડ પણ ભડક્યું, સલમાન ખાન, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર સહિત અન્ય અભિનેતાઓએ આપી પ્રતિક્રિયા
Follow Us:
| Updated on: Feb 17, 2019 | 9:59 AM

પુલવામા થયેલાં આત્મઘાતી હૂમલાને બોલીવુડના સ્ટાર દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે. જેને લઈને અલગ અલગ અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા પરથી પોતાની પ્રતિક્રિયા આપી હતી.

1.સલમાન ખાને પોતાના ટ્વિટર હેંડલથી પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જવાનોના પરિવાર પ્રત્યે દુખ વ્યક્ત કર્યું હતું.

2. અભિનેતા રિતેશ દેશમુખે પણ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જવાનો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.

3. અનુપમ ખેર દ્વારા આ ઘટનાને લઈને દુખ વ્યક્ત કરવામાં આવ્યું હતું  જેમાં જવાનોના પરિવાર વિશે સહાનૂભુતિ વ્યક્ત કરી હતી.

4. જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહરે પણ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રતિક્રિયા આપી છે.

5. વરુણ ધવને પોતાના આ ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા જવાનોને દેશના સાચા હિરો ગણાવ્યા હતાં.

6. જાણીતા અભિનેતા અક્ષય કુમારે લખ્યું કે આ હુમલાને ક્યારે નહીં ભૂલી શકાય અને વધારામાં પોતાની સહાનૂભુતિ વ્યક્ત કરી હતી.

7. અભિષેક બચ્ચને આ ઘટનાને પ્રેમના દિવસે સૌથી આઘાતજનક ગણાવી હતી અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

8. અજય દેવગને પણ પોતાના સોશિયલ મિડીયાના માધ્યમથી પ્રતિક્રિયા આપીને લખ્યું કે આ એવી ઘટના છે જેનો ગુસ્સો શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

આ પણ વાંચો: મોદી સરકારના કાર્યકાળમાં થયેલા સૌથી મોટા પાંચ આતંકવાદી હુમલાઓ,જેમાં દેશેના જવાનો અને નાગરિકોએ ગુમાવ્યો છે જીવ

આમ વિવિધ બોલીવુડના અભિનેતાઓથી માંડીને દેશના નાનાથી નાના માણસે આ પુલવામાની ઘટનાને વખોડી કાઢી હતી અને જવાનોના પરિવારો પ્રત્યે સહાનૂભુતિ વ્યક્ત કરી હતી. આ હૂમલામાં ઈજાગ્રસ્ત થયેલાં જવાનો જલદીથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના પણ લોકો કરી રહ્યાં છે.

[yop_poll id=1424]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">