ફરી થયો રેલ અકસ્માત, આસામમાં લોકમાન્ય ટર્મિનલ એક્સપ્રેસના એન્જિન સહિત 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલ વ્યવહાર ખોરવાયો

|

Oct 17, 2024 | 7:10 PM

આસામઆ થયેલા રેલવેના અકસ્માતને લઈ અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર નથી. તેમણે કહ્યું કે બપોરે 3.55 વાગ્યે થયેલા આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પાટા પરથી ઉતરેલા કોચમાં ટ્રેનની 'પાવર કાર' અને એન્જિનનો સમાવેશ થાય છે.

ફરી થયો રેલ અકસ્માત, આસામમાં લોકમાન્ય ટર્મિનલ એક્સપ્રેસના એન્જિન સહિત 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલ વ્યવહાર ખોરવાયો

Follow us on

આસામમાં અગરતલા-લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસના આઠ ડબ્બા દિમા હસાઓ જિલ્લામાં ડિબ્લોંગ સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયા હતા. પૂર્વોત્તર સરહદ રેલવેના અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર નથી.

‘એન્જિન’ અને ‘પાવર કાર’ નો સમાવેશ

ઘટનાને લઈ અધિકારીના જણાવ્યા અનુસાર બપોરે 3.55 વાગ્યે થયેલા આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પાટા પરથી ઉતરી ગયેલા કોચમાં ટ્રેનની ‘પાવર કાર’ (જનરેટરનો ભાગ) અને એન્જિનનો સમાવેશ થાય છે.

લુમડિંગથી અકસ્માત રાહત મેડિકલ ટ્રેન વરિષ્ઠ અધિકારીઓ સાથે બચાવ અને પુનઃપ્રાપ્તિ કાર્યની દેખરેખ માટે પહેલાથી જ સ્થળ તરફ રવાના થઈ ગઈ છે, અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે લુમડિંગ-બદરપુર સિંગલ લાઇન હિલી સેક્શન પર ટ્રેનોનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

રાહત મેડિકલ ટ્રેન બચાવ કાર્ય માટે રવાના

રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના લુમડિંગ ડિવિઝન હેઠળના લુમડિંગ-બરદારપુર હિલ સેક્શનમાં ગુરુવારે સાંજે બની હતી. તેમણે માહિતી આપી કે લુમડિંગ-બદરપુર સિંગલ લાઇન સેક્શન પર ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. અકસ્માત રાહત ટ્રેન અને અકસ્માત રાહત મેડિકલ ટ્રેન બચાવ અને પુનઃસ્થાપન કામગીરી પર દેખરેખ રાખવા ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ સાથે લુમડિંગથી સ્થળ તરફ રવાના થઈ છે.

ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના બાદ રેલવેએ લુમડિંગમાં હેલ્પલાઇન નંબર જારી કર્યા છે. આ હેલ્પલાઇન નંબરો છે- 03674 263120, 03674 263126

Next Article