Cyclone Breaking: અમિત શાહે કહ્યું વાવાઝોડામાં સંકટ સામે લડવા માટે તૈયાર છીએ, આપણે આવી અનેક સમસ્યાઓનો અગાઉ સામનો કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્યોએ આ ક્ષેત્રમાં ઘણું હાંસલ કર્યું છે. આ વાતને કોઈ નકારી શકે નહીં. પરંતુ આપણે સંતુષ્ટ થઈ શકતા નથી.

Cyclone Breaking: અમિત શાહે કહ્યું વાવાઝોડામાં સંકટ સામે લડવા માટે તૈયાર છીએ, આપણે આવી અનેક સમસ્યાઓનો અગાઉ સામનો કર્યો
Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 1:50 PM

Biporjoy Cyclone: કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે વાવાઝોડા સામે લડવા માટે તૈયાર છીએ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વધુ મજબુત બનાવ્યું છે, બિપરજોય વાવાઝોડા સામે લડવા માટે તૈયાર છે. દરિયા કિનારાના વિસ્તારો પર NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

વાવાઝોડું બિપરજોય ગંભીર સ્થિતિમાં ફેરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નુકસાનની આશંકા જોતા સરકારે સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. બંદરો બંધ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્યોએ આ ક્ષેત્રમાં ઘણું હાંસલ કર્યું છે. આ વાતને કોઈ નકારી શકે નહીં. પરંતુ આપણે સંતુષ્ટ થઈ શકતા નથી. તેનું કારણ એ છે કે આફતોએ પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું છે. તેમની આવર્તન અને તીવ્રતા વધી છે. આપણે મોટા પાયે આયોજન કરવું પડશે. ઘણા નવા વિસ્તારોમાં પણ આપત્તિનો અનુભવ થઈ રહ્યો છે. આ બધા માટે આપણે આપણી જાતને તૈયાર કરવી પડશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આપત્તિ વ્યવસ્થાપન માટે રૂ. 8000 કરોડથી વધુની ત્રણ મુખ્ય યોજનાઓની જાહેરાત કરી છે, રાજ્યોમાં અગ્નિશમન સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે કુલ રૂ. 5,000 કરોડનો પ્રોજેક્ટ, સાત સૌથી વધુ વસ્તી ધરાવતા મહાનગરો,  મુંબઈ, ચેન્નાઈ, માટે રૂ. 2,500 કરોડનો પ્રોજેક્ટ. કોલકાતા બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પુણે શહેરી પૂરના જોખમને ઘટાડવા માટે અને ભૂસ્ખલન શમન માટે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 825 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય ભૂસ્ખલન જોખમ શમન યોજના વિશે જણાવ્યું હતું

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">