AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 27 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર થઈ રહી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા બેટિંગ કરશે.

Breaking News: ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
SRH vs CSK
| Updated on: Apr 18, 2026 | 7:28 PM
Share

IPL 2026માં આજે સિઝનના 27 મા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં CSKએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે SRH આ મેચમાં પહેલા બેટિંગ કરશે. SRH અને CSK બંને આ સિઝનની પાંચમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે નીચેથી ઉપર આવવું સારું છે. અમારી બેટિંગ સારી હતી, અમારી બોલિંગ સારી હતી, અમારી ફિલ્ડિંગ 50-50 રહી છે. પરંતુ મને લાગે છે કે બધા વિભાગોમાં, અમે ખરેખર સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. અમે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઈશાન કિશને શું કહ્યું?

ટોસ હાર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ઈશાન કિશને કહ્યું કે અમે પહેલા બેટિંગ જ કરવા ઇચ્છતા હતા. વિકેટ સારી લાગે છે તેથી અમે સારો સ્કોર બનાવવા માંગીએ છીએ. મને લાગે છે કે શરૂઆતમાં બોલ થોડો સ્વિંગ થશે અને બેટ્સમેનોએ બોલ પર નજર રાખવી પડશે અને સારું રમવું પડશે. વધુ સ્વિંગ માટે અમે ટીમમાં હર્ષ દુબેની જગ્યાએ દિલશાન મદુશંકાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન(કેપ્ટન), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા(વિકેટકિપર), અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવાંગ કુમાર, પ્રફુલ હિંજ, સાકિબ હુસૈન, ઈશાન મલિંગા.

ઈમ્પેક્ટ સબ્સ: સ્મરણ રવિચંદ્રન, હર્ષ દુબે, લિયામ લિવિંગસ્ટોન, દિલશાન મદુશંકા, હર્ષલ પટેલ.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન

સંજુ સેમસન(વિકેટકિપર), રુતુરાજ ગાયકવાડ(કેપ્ટન), સરફરાઝ ખાન, શિવમ દુબે, ડીવાલ્ડ બ્રેવિસ, જેમી ઓવરટોન, મેથ્યુ શોર્ટ, અંશુલ કંબોજ, નૂર અહમદ, મુકેશ ચૌધરી, ગુર્જપનીત સિંહ.

ઈમ્પેક્ટ સબ્સ: આયુષ મ્હાત્રે, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, રામકૃષ્ણ ઘોષ, મેટ હેનરી.

Breaking News: 74 છગ્ગા, 64 ચોગ્ગા અને 1000 રન, માત્ર 560 બોલમાં કર્યો કમાલ, છતાં ના તૂટ્યો આ મોટો રેકોર્ડ

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
g clip-path="url(#clip0_868_265)">