AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સુરતમાં ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન હોવા છતા એફિડેવિટમાં ઉલ્લેખ નહીં, જુઓ-Video

વોર્ડ નંબર-8ના ભાજપની મહિલા ઉમેદવાર વંદના ઘોઘારી પર ગંભીર આક્ષેપ છે કે ત્રણ બાળક હોવા છત્તા ઉમેદવારી નોંધાવી છે તેમજ ત્રીજા બાળકનો એફિડેવિટમાં કોઈ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.

| Updated on: Apr 18, 2026 | 12:36 PM
Share

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા સુરત શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. અગાઉ વોર્ડ નંબર 29માં ભાજપના મહિલા ઉમેદવારની શૈક્ષણિક લાયકાતને લઈને વિવાદ સર્જાયો હતો, જે બાદ બીજો એક વિવાદ સામે આવી રહ્યો છે. જેમાં વોર્ડ નંબર-8ના ભાજપની મહિલા ઉમેદવાર વંદના ઘોઘારી પર ગંભીર આક્ષેપ છે કે ત્રણ બાળક હોવા છત્તા ઉમેદવારી નોંધાવી છે તેમજ બાળકોને લઈને એફિડેવિટમાં કોઈ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.

ત્રીજુ બાળક હોવા છતા ફોર્મ ભર્યું

મળતી માહિતી મુજબ, વંદના ઘોઘારીના સંતાન સંબંધિત વિગતોને લઇને પ્રશ્નો ઉભા થયા છે. આરોપ છે કે તેમને બે કરતાં વધુ સંતાન હોવા છતાં, ચૂંટણી માટે ભરવામાં આવેલા સોગંદનામામાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ મુદ્દાને લઇને વિરોધ પક્ષે કડક વલણ અપનાવ્યું છે.

સોગંદનામામાં બાળકનો ઉલ્લેખ નહીં

ચૂંટણીના નિયમ મુજબ 2 બાળક ધરાવતી વ્યક્તિ જ ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. ત્યારે ભાજપના વોર્ડ નંબર-8ના ઉમેદવારને ત્રીજુ બાળક હોવા છત્તા ફોર્મ ભર્યું છે તેમજ સોગંદનામાંમાં બાળકો અંગે કોઈ પણ ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. આથી કોંગ્રેસે આ મામલે સીધો પ્રહાર કરતા કહ્યું છે કે ઉમેદવારે ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને મતદાતાઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આક્ષેપોને ગંભીર ગણાવતા ચૂંટણી પંચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ચૂંટણી પંચ હવે શું નિર્ણય લેશે

બીજી તરફ, ભાજપ તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને આવનારા દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે નજર ચૂંટણી પંચના નિર્ણય પર ટકેલી છે કે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે.

Breaking News: BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો, છતા સ્વીકારાયુ ફોર્મ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
વડોદરા અને દાહોદમાં નાહવા દરમિયાન બની દુઃખદ ઘટના
વડોદરા અને દાહોદમાં નાહવા દરમિયાન બની દુઃખદ ઘટના
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video
શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો
શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો
Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ
Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ
SBI બેંકમાં લૂંટ બાદ સ્ટાફનુ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો
SBI બેંકમાં લૂંટ બાદ સ્ટાફનુ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો
AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું
AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું
Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું
Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">