Breaking News: લીંબડીમાં મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત, એકનો બચાવ, જુઓ Video
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની વોરા સોસાયટીમાં શનિવારે મોડીરાત્રે ભીષણ આગની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મકાનમાં મોબાઇલની બેટરી ફાટતા આગ લાગી હતી, જેના કારણે થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની વોરા સોસાયટીમાં શનિવારે મોડીરાત્રે ભીષણ આગની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મકાનમાં મોબાઇલની બેટરી ફાટતા આગ લાગી હતી, જેના કારણે થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ભીષણ આગમાં દંપતીનું કમકમાટી ભર્યું મોત
આ ઘટનામાં ઘરમાં રહેલા ત્રણ લોકો ફસાઈ ગયા હતા. આગ એટલી ઝડપી ફેલાઈ ગઈ કે તેઓ બહાર નીકળી શક્યા નહોતાં. દુર્ભાગ્યવશ, આ ભીષણ આગમાં દંપતીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.
આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો
આગની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મોબાઇલ બેટરી બ્લાસ્ટને આગનું કારણ માનવામાં આવી રહ્યું છે, જોકે સંપૂર્ણ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલુ છે. આ ઘટનાએ વિસ્તારમાં શોકનું માહોલ સર્જ્યો છે.
રામપુરા કુકસ ગામના લોકોનો મનપામાં ભળવા મુદ્દે ઉગ્ર વિરોધ, ચૂંટણી બહિષ્કારની ચીમકી – જુઓ Video
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
